________________
શારદા શિખર છે? ત્યારે તેણે કહ્યું-ભાઈ! એક વસંત નામના વિદ્યારે પૂર્વના વૈરને કારણે મને અહીં બાંધ્યું છે. મારું નામ અને વિદ્યાધર છે, તે હમણું કયાંક ગમે છે. એ મને મારી નાંખશે. તે હું તારી પાસે અભયદાન માંગુ છું. તરત પ્રદ્યુમ્નકુમારે તેને બંધનમાંથી મુક્ત કર્યો. એટલે તે વિદ્યાધર દોડતે પિતાને બાંધનાર વસંત વિદ્યાધર પાસે જઈને તેને પ્રધુમ્નકુમાર પાસે લઈ આવ્યા. પ્રદ્યુમ્ન તેને ખૂબ સમજાવ્યો એટલે મને વિદ્યાધર સાથે જે વૈર હતું તે શમી ગયું. પ્રદ્યુમ્નનું પુણ્ય કેવું છે. તેને જોઈને ક્રોધીઓના ક્રોધ શમી જાય છે. માનીઓનું માન ગળી જાય છે. માયાવી સરળ બને છે ને લેભીઓ ઉદાર બને છે. મને જય અને વસંત વિદ્યાધર વચ્ચે મિત્રતા બંધાઈ. અને બંને વિદ્યાધરએ તેના ઉપર પ્રસન્ન થઈને એક મનોહર હાર, ઈન્દ્રજાલ વિદ્યા અને બીજી બે વિદ્યાઓ એમ કુલ ત્રણ વિદ્યાઓ આપી, અને વસંત વિદ્યાધરે પોતાની અત્યંત સૌદર્યવાન પુત્રી તેને આપી. આ બધું લઈને પ્રદ્યુમ્નકુમાર કમલ વનમાંથી બહાર આવીને તેના ભાઈઓને મળે.
“તેરમો લાભ વિવિધ ધનુષ્ય અને બાણુ” – હવે તેઓ બધા આગળ ચાલ્યા, ત્યાં એક કાળવન આવ્યું. એ વનમાં જે જાય તે યમસદનમાં પહોંચી જાય છે એટલે જ મુખ આદિ બધા અંદરોઅંદર ગુપ્ત રીતે વાત કરવા લાગ્યું કે અહીં તેને કેઈ સહાય કરનાર નથી. બધે જીતીને જીવતે આવ્યો છે પણ અહીંથી જીવતા આવે તેમ નથી. એ મરી જશે એટલે આ બધું આપણને મળી જશે. એમ વિચાર કરીને કહ્યું આ વનમાં જે જાય છે તે અમર બને છે. માટે હું જાઉં છું. ત્યાં તેને જતો રોકી પ્રદ્યુમ્નકુમાર કાળવનમાં ગયે. કાળવનમાં જઈને પ્રધુમ્નકુમારે ત્યાંના રક્ષક દૈત્યની સાથે યુદ્ધ કરીને તેને હરાવ્યું. તેના પરાક્રમથી પ્રસન્ન થઈને દૈત્યે તેને પુષ્પમય ધનુષ્ય ને બાણ આપ્યા, તે બાણનાં નામ ઉત્પાદન, શોષણ, તાપન, મદન અને મેહન હતાં. આ પાંચ બાણના પ્રભાવથી પ્રદ્યુમ્નકુમાર ખરેખર મદન બની ગયે. આ પ્રમાણે કાળવનમાં તેર લાભ પ્રાપ્ત કરીને પ્રદ્યુમ્નકુમાર બહાર આવ્યું. આ જોઈને બધાના પેટમાં તેલ રેડાયું. અરે..આ તે કઈ જાતનો માનવી છે ? કઈ રીતે મરતે નથી. એ કાળનો પણ કેળ કરી જાય છે. હવે શું કરવું? ત્યાં એક ભાઈએ કહ્યું કે હજુ ભીમગુફા બાકી છે. ત્યાં મરી જશે. ચાલે ત્યાં જઈએ. એમ કહી આગળ ચાલ્યા. હવે તેઓ ભીમગુફામાં જશે ને શું બનશે તેના ભાવ અવસરે.
આજે ફક્ત ૧૫ વર્ષની ઉંમરની બહેન મિતાને ૩૨ ઉપવાસનું પારણું છે; આપણે ત્યાં ચાલુ ચાતુર્માસમાં આવી નાની બાળાઓ સહિત ૧૪ માસખમણ થયા છે. ધન્ય છે આવા તપસ્વીઓને. ૩% શાંતિ