________________
શારા શિઅર
9w છે. હવે તે આપણે બધા ભેગાં થઈને મારી નાંખીએ. તે સિવાય નહિ મરે. ત્યારે વમુખે કહ્યું કે હજુ બે ભયસ્થાનો બાકી છે. જે ત્યાં નહિ મરે તે આપણે વિચાર કરીશું.
“પંદરમો લાલ રતિસુંદરીની પ્રાપ્તિ –' પ્રદ્યુમ્નકુમાર આદિ બધાં વિદ્યાધરકુમારે ફરતાં ફરતાં દુર્જય નામના વિષમ વનમાં આવ્યા. એ વનમાં યંત નામને પર્વત હતા. ત્યાં જઈને વમુખે કહ્યું કે જે કઈ આ પર્વત ઉપર ચઢીને ઉતરશે તે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ કરીને આ પૃથ્વી ઉપર દેવ સમાન સુખ ભેગવશે. એટલે પ્રદ્યુમ્નકુમાર છલાંગ મારતો સિંહની માફક પર્વત ઉપર ચઢી ગયે. તે પર્વત ઉપર એક વન હતું. ત્યાં ગયા. ત્યાં એક વૃક્ષની નીચે એક સૌંદર્યવાન યુવાન બાલિકા પદ્માસન લગાવી, હાથમાં સ્ફટિક રતનની તમાળા લઈ એક ચિત્ત જાપ કરતી હતી. સફેદ સાડીમાં કેઈ દેવી જેવી તે શેભતી હતી. તેને જોઈને પ્રદ્યુમ્નકુમાર સ્થંભી ગયે. અહો ! આ હું શું જોઈ રહ્યો છું ? આ નાગકન્યા, ઉર્વશી, રંભા, ઈન્દ્રાણું કે પાતાલસુંદરી હશે ? શું, કેણ હશે ? તેના રૂપમાં મુગ્ધ બનેલે પ્રદ્યુમ્નકુમાર આ પ્રમાણે ચિંતન કરતું હતું તે વખતે ત્યાં એક વિચિક્ષણ સજજન પુરૂષ આવે અને પ્રદ્યુમ્નકુમારને પ્રણામ કરીને ઉભે રહ્યો. ત્યારે પ્રદ્યુમ્ન પૂછયુંભાઈ! આવા જંગલમાં આ કન્યા શા માટે રહે છે? તે કોણ છે ? તે જંગલમાં તપ કરીને શરીરને શા માટે સૂકાવી રહી છે? ત્યારે તે પુરૂષે કહ્યું-સાંભળો.
આ વૈતાઢય પર્વત ઉપર વિદ્યાધરનાં નગરમાં વાયુ નામને વિદ્યાધર રાજા છે. તેને સરસ્વતી નામની રાણું છે. તે બને ઈ-ઈદ્રાણી જેવાં સુખ ભોગવતાં સરસ્વતી રાણીની કુક્ષીથી ઉત્પન્ન થયેલી આ રતિ નામની તેમની પુત્રી છે. એક દિવસ વાયુ વિદ્યાધરે જતિષીને પૂછયું કે આ મારી પુત્રીને પતિ કેણ થશે ? ત્યારે
તિષીએ કહ્યું દ્વારકાધીશ ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવની પટ્ટરાણી રૂક્ષ્મણીની કુક્ષીથી ઉત્પન થએલે પ્રદ્યુમ્નકુમાર નામને પુત્ર છે તે આ કન્યાનો પતિ થશે. તેને મેળાપ તમારા મહેલમાં નહિ થાય. પણ તે ફરતો ફરતો આ દુર્જય વનમાં આવશે ત્યાં તેને પરણશે. ત્યારથી તેના પિતાજીએ તેને પ્રધુમનકુમારની પ્રતીક્ષા માટે અહીં રાખી છે. અને તે ભગવાનનો જાપ કરે છે. આ વનમાં અત્યાર સુધી કઈ આવી શકયું નથી. તેના ભાગે દયથી આપ અહીં આવ્યા છે. આપના દેહની તેજસ્વિતા, લક્ષણ અને તમારા ગુણ જોતાં મને તો એમ લાગે છે કે આપ જ પ્રધગ્નકુમાર હશે ! આપ જ કૃષ્ણના લાડીલા નંદ અને રૂક્ષ્મણીના જાયા છે, હવે આપ તેની સાથે લગ્ન કરે. ત્યારબાદ પ્રદ્યુમ્નકુમાર અને રતિસુંદરીએ વાતચીત કરી. અને બંનેની ઈચ્છાથી રતિના ભાઈએ ત્યાં ને ત્યાં તેમના લગ્ન કર્યા, જંગલમાં મંગલ થયું. રતિને પ્રધુમ્નકુમાર જે પતિ મળવાથી ખૂબ આનંદ થયો.