________________
વ્યાખ્યાન ન. ૦૮ આ સુદ ૧ ને શુક્રવાર
તા. ૨૪-૯-૭૬ આત્માનાં અનંતજ્ઞાન, અનંતદર્શન અને અનંતશક્તિને પ્રગટ કરી જગતનાં સર્વ પદાર્થોને સ્પષ્ટપણે જાણનાર અને દેખનાર પરમ પવિત્ર જિનેશ્વર ભગવંત ભવ્ય જીને ઉપદેશ આપતાં ફરમાન કરે છે કે હે ભવ્ય છે ! મેહ નિદ્રામાંથી જાગે. અને બેઠાં થઈને વિચાર કરો કે ભવમાં ભૂલા પડેલા યાત્રી! તું ક્યાંથી આવ્યું ને ક્યાં જવાનો છે? તું તારા માર્ગને શેાધી લે, આ જીવન એક યાત્રા છે ને જીવ યાત્રી છે. આ યાત્રી (મુસાફીર) જે ચાલે નહિ ને બેઠે રહે તે કદી તે ધારેલા સ્થાને પહોંચી શકશે નહિ. જેમ ધનુષ્યથી છૂટેલું બાણ સીધું તેના લક્ષ્યમાં જઈને અટકે છે તેમ મનુષ્ય પણ પિતાના ધારેલા સ્થાને પહોંચીને આરામ કરે જોઈએ. અહીં આરામ કરવાનું સ્થાન નથી, સાચે યાત્રી દિન-પ્રતિદિન આગળ વધે છે. અને સાચે વીર યાત્રી તે છે કે જે પિતાના માર્ગમાં ફૂલ પથરાયેલા હોય કે કાંટા પથરાયેલા હોય છતાં પિતાની શ્રધ્ધાથી ચલિત થતું નથી. આપણાં પરમ પિતા ભગવાન મહાવીર સ્વામી આત્મસાધના કરવા નીકળ્યા ત્યારે તેમની સાધનાના માર્ગમાં કેવા કર્ણો-ઉપસર્ગો રૂપી કંટક પથરાયા ને પ્રશંસાના પુપે પણ પથરાયાં તેમાં સમભાવ રાખી ભગવાન તેમની સાધનામાં આગળ વધતા રહ્યા. અનેક અનુકૂળ અને પ્રતિકુળ ઉપસર્ગો અને પરિષહે આવ્યા તે પણ વીરપ્રભુ ચલાયમાન થયા નહિ, ભક્તોની ભક્તિ તેમને લલચાવી શકી નહિ, વિરોધીઓને વિરોધ તેમને અટકાવી શકે નહિ. ઈન્દ્ર આવીને ચરણમાં પડે. સ્તુતિ કરી તે હર્ષ નહિ અને સંગમે આવીને ઉપસર્ગો આપ્યા, છ છ મહિના સુધી કષ્ટ આપ્યું છતાં તેના પ્રત્યે નામ રોષ નહિ. બસ, સાધનાના માર્ગમાં આગળ વધવું એ જ એમના જીવનનું લક્ષ્ય હતું.
આવી જ વાત આપણ ચાલુ અધિકારમાં આવી છે. અરહનક શ્રાવક વહાણમાં બેસી ઘણાં વહેપારીઓ સાથે પરદેશ ધન કમાવા જઈ રહ્યાં છે. મધદરિયે વહાણ આવ્યું. એ સમયે સમુદ્રમાં ભયંકર ઉત્પાત મચી ગયે. આ તેમની કસોટી છે. જ્યાં સુધી હીરે સરાણે ન ચઢે ત્યાં સુધી તેનાં મૂલ્ય થતાં નથી. તેને પ્રકાશ બહાર આવતું નથી. સેનું અગ્નિમાં ન પડે ત્યાં સુધી શુધ્ધ થતું નથી અને આ સોનું છે કે પિત્તળ તેની ખાત્રી થતી નથી, તેમ જ્યાં સુધી જીવનમાં આવી કસોટી આવતી નથી ત્યાં સુધી આ સાચે શ્રાવક છે કે ડોલતી ધ્વજા જેવો છે તેની ખાત્રી થતી નથી. મહાવીર પ્રભુના શાસનમાં દશ શ્રાવકે થયાં તે દરેકની કસોટી થઈ છે. એ કટીમાંથી પસાર થયાં તે તેમનાં નામ સિધાંતના પાને સુવર્ણાક્ષરે લખાયા.
અરહનક શ્રાવક પણ આ દઢધમી શ્રાવક છે. તેની સામે ભયાનક રૂપ લઈને