________________
શાશા શિખર પારા લીધા હતા. તેમાં એક પથરાના પચાસ રૂપિયા મળી ગયા. ઝવેરીને સવાલાખનો હીરે મળી ગયો એટલે તેને આનંદ છે. અને કુંભારને બે પથરાના બદલામાં શેર ગોળ મળે તેનો આનંદ થશે. ઝવેરીનો આનંદ સાચે હતે. પણ કુંભારને અને વહેપારીને હીરાની પિછાણ ન હતી એટલે શેર ગોળ અને પચાસ રૂપિયામાં આનંદ માન્ય. પણ તમે તે હોશિયાર છે ને? તમે આવી રીતે ઠગાઓ તેમ નથી. કુંભારે શેર ગોળની લાલચમાં સવાલાખના હીરે દઈ દીધું. તેના ભાગ્યમાં સવાલાખ રૂપિયા ન હતા. તમે પણ અપેક્ષાએ તેનાં જેવાં જ છે? મહાન પુરૂદ મળેલાં હીરા કરતાં પણ કિંમતી માનવભવને શેર ગેળ જેવા તુચ્છ કામગમાં ગુમાવે છે. કિંમતી હીરાને કેડીની કિંમતમાં વેચવાની મૂર્ખાઈ કરી રહ્યા છો ને પાછા હરખાઓ છે કે અમારા જેવું કંઈ સુખી નથી જેટલા પૈસા કમાવામાં પ્રવીણ છે તેટલા ધર્મની બાબતમાં પ્રવીણ બન્યા નથી. પચાસ રૂપિયામાં પથરે આપી દીધું. પછી શેઠની કેવી દશા થઈ તે સાંભળો. " શેઠે બીજો પથરો ત્રાજવાના કાંટે બાંધી દીધા. છ મહિના પછી બીજ ઝવેરી તેને ત્યાં ઘી તેલ ને ખાંડની ખરીદી કરવા આવ્યો. તેણે પણ હીરે જોયે. તેના મનમાં થયું કે આ વહેપારીએ આ કિંમતી હી ત્રાજવા સાથે કેમ લટકાવ્યું હશે? શું તેને હીરાની પિછાણ નહિ હોય? ઝવેરી ધર્મીષ્ઠ ને નીતિસંપન્ન હતે. એના મનમાં થયું કે આને હીરાનું ભાન કરાવું. ધમષ્ઠ છે કે જીવને ધર્મથી વિમુખ દેખે તે તેને અફસોસ થાય કે આ અમૂલ્ય માનવભવ પામીને આ માણસ ધર્મ વિનાનો રહી જશે? અહીં ધર્મ નહિ કરે તે પરભવમાં તેનું શું થશે? ધર્મહીન ઉપર કરૂણા લાવીને ધર્મવાને તેને ધર્મ પમાડવા પ્રયાસ કરે છે. ઝવેરીએ શેઠને હીરાનું ભાન કરાવવા કહ્યું– શેઠ! તમારે આ પથરે વેચવે છે? તેણે કહ્યું- હા વેચવો છે. ઝવેરીએ પૂછયું. એની શું કિંમત લેવી છે? ત્યારે શેઠે ઝવેરીની ઈંતેજારી જોઈને કહ્યું- સે રૂપિયા મળે તે વેચવે છે,
ઝવેરી ધમડ હતું. તેણે વિચાર કર્યો કે આ શેઠને હીરાની પાર નથી તેથી સો રૂપિયામાં દેવા તૈયાર થયેલ છે. પણ મારે નીતિ ન છોડવી જોઈએ. મેં બાર વતે આદર્યા છે, સતેને સમાગમ કર્યો છે. તેમના વ્યાખ્યાનો સાંભળ્યા છે. મારે એવાં પાપ કરવાના નથી. હું સે રૂપિયામાં હીરે લઈ લઈશ તે ભેગવશે બધાને પાપ મને લાગશે. મારે પાપ કરવું નથી. ઝવેરીએ કહ્યું-શેઠ! સો રૂપિયામાં તે નહિ લઉં. હું તમને પચીસ હજાર રૂપિયા આપું. આ સાંભળી પેલા શેઠ પિક મુકીને રડવા લાગ્યા. તેથી ઝવેરીના મનમાં થયું કે આને ૨૫૦૦૦ રૂપિયા ઓછા પડ્યા લાગે છે એટલે રડે છે, ત્યારે ઝવેરીએ કહ્યું શેઠ! તમે રડશો નહિ. ૫૦૦૦૦.