________________
શારદા શિખર
૧૭
દાલત અને દેહ બધું દૂરખાન કરવા તૈયાર થાય છે. રૂચીકર વસ્તુ મેળવવા માટે તેની પાછળ કરેલા ત્યાગમાં આનંદ હાય છે કે મે' છેડયુ' ખરુ પણ મેળવ્યું ખરુ' ને ? આમ અંતરમાં જેના પ્રત્યે પ્રીતિ જાગે છે તે વસ્તુ મળી જતાં અન્ય વસ્તુ ભૂલી જવાય છે.
આવતી કાલે પાખીનો દિવસ છે. હું... તમને કહું કે તમે કાલે ઉપવાસ કરો. તે તમે એમ કહેશેા કે અમારાથી ઉપવાસ નહિં મને, પણ જો તમારી દુકાનમાં ભરપૂર ઘરાકી જામી હોય ને ખાવાનો ટાઈમ ન મળે તેા ઉપવાસ થઈ જાય કે નહિ ? ત્યાં કેવી ભૂખ વેઠી શકાય છે! સવારે ચાનો એક કપ પીને દુકાને ગયા હા, દુકાનમાં ખૂબ ઘરાકી જામી હાય ને જમવાનો સમય થઈ ગયા ત્યારે તમારા શ્રીમતીજી તમને ફાન કરે કે એક વાગી ગયા પણ હજી તમે કેમ જમવા માટે નથી આવ્યા ? તમે કહેશેા કે અત્યારે મને પાણી પીવાનો ટાઈમ નથી. ઘેાડી વાર પછી આવું છું. આમ ત્રણ-ચાર વખત ફ્રાન કર્યાં તા પણ શેઠને ટાઈમ ન મળ્યા. ત્યારે શ્રીમતીજી છેાકરાને તેડવા માકલે. છેકરા આવીને કહે પપ્પા! મારી મમ્મી જમવા આલાવે છે. રસેાઈ ઠંડી થઈ જાય છે. આ વખતે તમે શું કહેશેા ? સાચુ એલો. ત્યાં તમે છોકરાને કહી દેશે કે મેટા ! તારી મમ્મીને કહી દેજે કે તમે મારી રાહુ જોશે નહિ. તમે બધાં જમી લેજો. મને હમણાં સેંકડનો પણ સમય નથી. ભલે ને પેટમાં ભૂખ ભડકે ખળતી હોય પણ ઘરાકની ભીડ આગળ પેટની આગ જણાતી નથી. કારણ કે ભૂખ તા ઘણી લાગી છે. પણ પૈસા કમાવાની રૂચી આગળ ભૂખની પરવા નથી થતી. પૈસાની પાછળ સમય-સચૈાગ કે સહનશક્તિનો કાઈ પ્રશ્ન રહેતા નથી. ખેલા, પૈસા કમાવાની રૂચી જાગી તેા કેટલી ભૂખ વેઠી ? અને ઉપવાસ કરવાનું કહીએ ત્યારે કહા છે કે મારાથી ભૂખ ન વેઠાય ને ઉપવાસ ન થાય. આનું કારણ સમજી ગયાં ને ? જેટલી પૈસા કમાવાની રૂચી છે તેટલી આત્મા તરફની જાગશે ત્યારે એમ થશે કે મે આ માનવજન્મ પામીને આત્મા માટે કઈ નથી કર્યુ. આત્માની જેટલી લગની વધારે તેટલી સંસારમાં હું અને મારાપણાની વૃત્તિ ઓછી થશે. એક વખત આત્મા તરફની ભૂખ લાગવી જોઈએ ને અંદરની રૂચી ખરાખર જાગવી જોઈ એ, કે હું એટલે કેણુ ? હું એટલે આત્મા. હું એટલે સચ્ચિદાનંદ પૂર્ણ સ્વરૂપી, અનત શક્તિનો અધિપતિ હોવા છતાં આ દેહની નાનકડી દુનિયામાં શા માટે એસી રહ્યો છું ! હું આ જન્મ પહેલાં પણ હતા અને મરણુ પછી પણ રહેવાનો છું. હું મરવાવાળા નથી. અજર અમર છું. પછી મારે મરણુનો ભય શેનો ? મૃત્યુ આત્માનુ' નથી દેહનુ' છે. આ બધા જડ પદાર્થો મારા નથી. એ મારી સાથે આવનાર નથી. જે મારું છે જ નહિ, તેના માટે મને દુઃખ શેનુ થાય ? આ દેહ મરે છે ને આત્મા તરે છે. દેહ પડે છે ને આત્મા ચઢે છે. આવી શાશ્વત