________________
૨૨
શારદા શિખર
તેની પાસે આવીને કહ્યું. હું નાથ! આપ ા સંયમ અંગીકાર કરી છે તે અમારે કાના આશ્રય લેવા ? તેમની વાત સાંભળીને હિરણ્યરાજે નેમિનાથ ભગવાનને વદન કરીને પૂછ્યું પ્રભુ ! આ વિદ્યાઓનો સ્વામી કાણુ ખનશે ? આપ કૃપા કરીને કહેા ત્યારે ભગવંતે કહ્યું કે નેમનાથનાં તીમાં દ્વારકા નગરીમાં શ્રીકૃષ્ણની પ્રશસ્ય ગુણને ધારણ કરનારી રૂક્ષ્મણી નામની રાણીની કુખે પ્રદ્યુમ્ન નામનો પુત્ર જન્મશે. તે આ ગુફામાં આવીને આ વિદ્યાઓનો સ્વામી થશે. ભગવાન નમિનાથની વાત સાંભળીને હિરણ્યરાજે મને કહ્યું કે પોતાના પરાક્રમથી ગર્જના કરતાં જે અહીં આવીને તારી સાથે યુધ્ધ કરશે તે આપનો સ્વામી બનશે. માટે હું વિદ્યાગણુાધીશ ! તમે ત્યાં સુધી આ વિદ્યાઓને સાચવીને આ ગુફામાં રહેા. એમ કહી હિરણ્યરાજે દીક્ષા લીધી. ઘણા વર્ષો સુધી નિમળ ચારિત્ર પાળીને ઉગ્ર તપ કરી કર્મોનો ક્ષય કરીને માક્ષમાં ગયા. અને તેમના વચન પ્રમાણે હું આ વિદ્યાઓની-મત્રમંડળની રક્ષા કરતા આજ સુધી હું આપની પ્રતિક્ષા કરી રહ્યો હતા. આજે મારા પરમ ભાગ્યે આપ અહી આવી પહાંચ્યા. તેથી હું આપને વિદ્યાઓ સેાંપી મારી જવાબદારીથી મુક્ત થયેા. નમીનાથ ભગવાનના વચન પ્રમાણે આપ મારા સ્વામી છે. ને હું આપનો સેવક છું. માટે આપ મને સેવાને ચાગ્ય કા ફરમાવે. ત્યારે પ્રદ્યુમ્નકુમારે કહ્યું કે અત્યારે તે મારે સેવાનું કોઈ કાર્ય નથી. પણ આપને સેવા કરવાની ખૂબ ઈચ્છા છે તે “હું જ્યારે આપનું સ્મરણુ કરું ત્યારે આપ મારી પાસે આવજે.” પ્રદ્યુમ્નની આજ્ઞાના સ્વીકાર કરી નાગકુમાર અસુર અદૃશ્ય થઈ ગયા.
આ તરફ કાલસવર રાજાનાં વજ્રમુખ આદિ પુત્રો પ્રદ્યુમ્નકુમારને ગુફામાં ગયા પછી આમ તેમ ફરતાં હતાં.ઘેાડીવાર પછી વિચાર કરવા લાગ્યાં કે નક્કી પ્રદ્યુમ્નકુમાર મરી ગયા હશે એ ગુફામાં ગયેલા આજ સુધી કાઈ પાછળ આવ્યે નથી. ચાલા, સારુ થયું. આપણે તેને મારવાનું પાપ કરવુ મટયું. ઔષધિ વિના વ્યાધિ દૂર થઈ ગઈ. કાયમનું સાલ ગયું. એવા વિચારમાં હરખાઈને નાચતાં હતાં. ત્યાં પ્રદ્યુમ્નકુમાર વિદ્યાઓ તથા આભૂષાથી વિભૂષિત ખની ઝળહળતાં સૂર્યની માફક ગુફામાંથી ખહાર આવ્યેા. પ્રદ્યુમ્નકુમારને જીવતા બહાર આવેલા જોઈને તેનાં ભાઈઓ વિચારવા લાગ્યા કે આને મરવા માલ્યા તા ય જીવતા પાછે આવ્યેા. એને ઝેર આપ્યું તે અમૃત ખની ગયું. ઉપરાંત આટલી અમૂલ્ય ચીજો મેળવીને બહાર આવ્યે અંદર ખૂબ દુઃખ થયું પણ ઉપરથી મુખ હસતું રાખીને વજ્રમુખે કહ્યું- કેમ ભાઈ! મારી વાત સાચી પડીને ? તું ગયા તેા તને કેવી ઉત્તમ ચીજો મળી.
પ્રદ્યુમ્નકુમારે કહ્યું-ભાઈ! આ બધા આપને પ્રતાપ છે. પ્રદ્યુમ્નકુમાર જાણતા હતા કે આ કાના પ્રતાપે મળ્યુ છે ? છતાં તેનામાં કેટલે વિનય, નમ્રતા અને સજ્જનતા છે! ત્યારે વજ્રમુખ આદિ કુમારે વિચાર કરવા લાગ્યા કે ગમે તેમ