________________
ટ
દ્વારા લેખર આત્માની રૂચી તેનું નામ સમ્યગદર્શન. આ સમ્યગ્ગદર્શન આવવાથી માનવ જીવનની રોનક બદલાઈ જાય છે.
દેવાનુપ્રિયે ! જેને આત્મદશાનું ભાન થયું છે, જેની સુષુપ્ત ચેતના જાગૃત થઈ છે. તે માનવ આ દેહને એક કવર જે સમજે છે, અને તેમાં રહેલે આત્મા ચેક જેવો છે. ચેક કવરમાં મૂકેલે છે પણ કવર અને ચેક બંને અલગ છે. તેમ કર્મના ઉદયથી આત્મા દેહ રૂપી કવરમાં પૂરાયેલે છે, પણ દેહ અને આત્મા બંને અલગ છે. આ ખ્યાલ બધાને હેતું નથી. જેમ પચ્ચીસ પૈસાના કવરમાં પાંચ લાખ રૂપિયાનો ચેક છે તેથી કવરની કિંમત કંઈ પાંચ લાખ રૂપિયાની થતી નથી. કિંમત તે અંદર રહેલા પાંચ લાખ રૂપિયાના ચેકની છે. તે રીતે જ્ઞાની પુરૂષો કહે છે કે આ માનવ દેહ પચ્ચીસ પૈસાનાકવર જે છે. એમાં જે આત્મારૂપી ચેક રહેલે છે તેની કિંમત છે. એક અરૂપી આત્માને પીછાણવાની દષ્ટિ જયારે ખુલી જશે ત્યારે કવર રૂપી દેહની નહિ પણ આત્મા રૂપી ચેકની તમે સંભાળ રાખશે. તમારે ત્યાં કવરમાં બીડીને પાંચ લાખ રૂપિયાને ચેક આવ્યા. તમે કવરને ફડશે ખરાં પણ અંદર રહેલે ચેક ફાટી ન જાય તે માટે કેટલી કાળજી રાખશે ? તે બાબતમાં તે તમે એટલા બધા હોંશિયાર છે કે કવરને ગમે તે બાજુથી ફાડવામાં આવે પણ એમ લાગે કે બાજુમાંથી ફાડવાથી ચેક ફાટી જાય તેમ લાગે છે તે કવરને વચ્ચેથી ફાડશે. અરે આખું કવર ફાડી નાંખશે પણ ચેકને બરાબર સાચવશે. તેમાં સહેજ વાંધો નહિ આવે. કારણ કે ત્યાં તમે સમજે છે કે ચેક આગળ કવરની કઈ કિંમત નથી. કિંમત ચેકની છે. તેમ દેહ રૂપી કવર સાથે કેઈ નિસબત નથી. જે છે તે આત્માની સાથે છે.
આવે ત્યારે તમને વિવેક જાગશે ત્યારે થશે કે મારા આત્માને સાચવીને દેહ પાસેથી કામ કઢાવી લઉં. આ શરીર રૂપી કવર આત્મા રૂપી ચેકને સાચવવા માટે જરૂર ઉપયોગી છે. આ શરીરની મહત્તા આત્માને મેક્ષમાં પહોંચાડે છે એટલા પૂરતી છે. જેમ કવર ચેકને એક ગામથી બીજા ગામ સુધી પહોંચાડવાનું કામ કરે છે તેમ આ માનવદેહ આત્માને મોક્ષપુરીમાં પહોંચાડવાનું કામ કરે છે. માટે કવરને સાચે ખરા તેમાં ના નથી, કારણ કે તેમાં તમારે અમૂલ્ય ચેક રહે છે. પણ જ્યારે એવે સમય આવે કે બેમાંથી એક ફાટી જશે તે વખતે એટલું જરૂર ધ્યાન રાખજે કે કવર ભલે ફાટી જાય પણ ચેક ફાટ જોઈએ નહિ.
જ્ઞાતાજી સૂત્રમાં આપણે અરહ-નક શ્રાવકની વાત ચાલે છે. જેને આત્મસ્વરૂપનું ભાન થયું છે એવા અરહનક શ્રાવકે દેહને કવર અને આત્માને ચેક માને છે. તેઓ વહેપાર કરવા માટે દરિયાઈ માર્ગે પરદેશ જાય છે. વહાણ મધદરિયે પહોંચ્યું છે. ત્યાં દેવને ભયંકર ઉપદ્રવ શરૂ થયું છે. તેણે ભર દરિયામાં કેવો ઉત્પાત મચા તે વાત ચાલે છે.