________________
શારદા શિખર
૭૦૫ અને જેના જીવનમાં સદ્દગુણની સૌરભ મહેકે છે તે આગળ વધી શકે છે ને મહાન સુખને સ્વામી બની શકે છે.
અરહનક શ્રાવકના આત્માને દીપક ઝળહળે છે, તેમનું જીવન સદ્ગુણોની સૌરભથી મહેકે છે એટલે સૌ વહેપારીએ તેમની આજ્ઞાનું પાલન કરે છે. બધા વહેપારીઓ પિતાપિતાનાં વહાણમાં બેસી ગયા, તેમના સગા સબંધીઓ, મિત્રો અને જ્ઞાતિજનોએ આશીર્વાદ આપ્યા કે શરીર સબંધી, સાગર સબંધી કેઈ ઉપદ્રવ ન આવે ને તમે સ્વસ્થ શરીરવાળાં, ધન તેમજ પરિપૂર્ણ પરિવારથી યુક્ત થઈને વહેલાં ઘેર પાછાં આવે. અમે તમને કુશળ જોઈએ. આમ કહીને તેઓ ત્યાં “af fe निध्याहि दीहाहि सप्पिवासाहि पप्पुयाहि दिट्टहिं निरीक्खमाणा मुहुत्तमेत्त सचिट्ठति।" સૌમ્ય, સિનગ્ધ અને બહુ વખત સુધી દર્શનની ઈચ્છાવાળી અને આંસુ ભીની દષ્ટિથી તેમને જોતાં એક મુહુર્ત સુધી બેસી રહ્યા
એ બધાં વહેપારીઓને સમુદ્રની સફર માટે વિદાય આપતાં તેમનાં સગાસંબધીઓની આંખમાં આંસુ ભર્યા છે ને વહાણ સામે અશ્રુભીની આંખે મેખભેખ દૃષ્ટિથી જોઈ રહ્યાં છે. વહેપારીએાએ વહાણુમાં બેઠા પછી દરિયાને પુષ્પ ચેખા વિગેરે ચઢાવ્યા. પોતે પહેરેલાં વસ્ત્રો ઉપર લાલ ચંદનનાં થાપા લગાવ્યા ધૂપ વિગેરે અગ્નિમાં નાખી ધૂપ વિગેરે અપને સમુદ્રની પૂજા કરી. મંગલ વાજિંત્ર વગાડી, સમુદ્રની યાત્રા કરવાને ચંપાપુરીના રાજાને પરવાનો મેળવી લીધે. બધી તૈયારીઓ થઈ ગઈ. હવે સારા શુકન જોઈને વહાણ ઉપાડશે તેના ભાવ અવસરે.
ચરિત્ર પ્રદ્યુમ્નકુમાર ભણીગણીને હોંશિયાર થયા છે. તેની બુદ્ધિ અને બાહુબળથી અનેક વિદ્યાધર રાજાઓ ઉપર તેણે જીત મેળવી. કંઈકને પ્રેમથી જીત્યા તે કંઈકને બાહુબળને પર દેખાડીને જીત્યા. અને ચારે તરફ પોતાના પિતા કાલસંવર રાજાની આણ પ્રવર્તાવી. આ પરાક્રમી પુત્ર જોઈને કયા માતા-પિતાનાં હૈયાં ન હરખાય ? કાલસંવર રાજા અને કનકમાલા રાણીની છાતી પ્રદ્યુમ્નકુમારને જોઈને ગજગજ ફૂલે છે. રાજા કહે છે બેટા! તું જન્મ્યા ત્યારથી મેં તે તને યુવરાજપદ આપી દીધું છે. પણ હવે બધા રાજાઓની સમક્ષમાં તને વિધિપૂર્વક યુવરાજપદે સ્થાપન કરૂં. ત્યારે પ્રધુમ્નકુમારે કહ્યું. પિતાજી! મારા બીજાં ઘણાં ભાઈઓ છે. તેમાંથી આપને જે યોગ્ય લાગે તેને યુવરાજપદ આપો. મારે પદ જોઈતું નથી. પણ રાજાએ કહ્યું કે મને તારામાં યોગ્યતા દેખાય છે. તું યુવરાજપદને ચગ્ય છે. માટે તું તેને સ્વીકાર કરે. પિતાજીને ખૂબ આગ્રહ થવાથી વિનયવંત પ્રદ્યુમ્નકુમારે યુવરાજપદને સ્વીકાર કર્યો. રાજાએ ખૂબ ધામધૂમથી પ્રદ્યુમ્નકુમારને યુવરાજ પદવી આપી. ગરીબને છૂટે હાથે દાન આપ્યું. અને આવેલા રાજાઓનું સન્માન કર્યું. આ રીતે મહત્સવ ઉજળે,