________________
७०६
શારા ઘણા પ્રદ્યુમ્નકુમારને યુવરાજપદ મળ્યું છે પણ તેનામાં નામ અભિમાન નથી. વિનય નમ્રતા, સરળતા અને પરાક્રમ આદિ ગુણેને કારણે તેની ખૂબ પ્રશંસા થવા લાગી. પ્રદ્યુમ્નકુમાર ઉપર કાલસંવર રાજા અને કનકમાલા રાણુનું સગા માતા-પિતા જેવું હેત છે. પ્રદ્યુમ્નકુમારને પણ ખબર નથી કે આ મારા પાલક માતા-પિતા છે, તે ખૂબ પ્રેમથી રહે છે. તેને જોઈને માતા-પિતા હરખાય છે. અને જ્યાં ને ત્યાં એની ખૂબ પ્રશંસા થવા લાગી.
પ્રશ્નકમારની પ્રશંસાથી જાગેલે પાનલ ! બીજી તરફ કાલસંવર રાજાને (૫૦૦) પાંચસો રાણીઓ હતી. તેમને પણ પુત્ર છે, આ પ્રદ્યુમ્નકુમારને રાજાએ યુવરાજ પદે સ્થાપન કર્યો તેથી ખૂબ ઈર્ષ્યા આવી ગઈ. જ્યારે તેમના પુત્રો માતાને પ્રણામ કરવા માટે ગયા ત્યારે તેમની માતાઓ ગુસ કરીને કહેવા લાગી હે દીકરાઓ! તમારા જીવનને ધિક્કાર છે. જે દીકરા પરાક્રમી હોય તે માતાનું નામ ઉજજવળ કરે.
જેમના અંતરમાં ઈર્ષાની આગ ફાટી નીકળી છે તેવી રાણીઓ પિતાપિતાનાં પુત્ર ઉપર ગુસ્સે થઈને કહેવા લાગી કે તમારા અવતારમાં ધૂળ પડી. ભલે સિંહણ એક બચ્ચાને જન્મ આપે છે પણ કેઈની તાકાત નથી કે તેના સામે આવી શકે? સિંહણનું બચ્ચું એકલું જંગલમાં નિર્ભયતાથી રહે છે. કદાચ સિંહણનું આયુષ્ય પૂરું થઈ જાય તે પણ તેને ચિંતા નથી રહેતી કે પાછળ મારા બચ્ચાંનું શું થશે? બુધેડી દશ બચ્ચાને જન્મ આપે તે પણ તેની કાંધેથી જે ઉતરતો નથી. એ સદા બે ઉપાડયાં કરે છે. તે રીતે હે પુત્ર! તમે વિચાર કરે. પ્રદ્યુમ્નકુમાર કે પરાક્રમી છે. એણે કેટલાં વિદ્યાધર રાજાઓને છત્યાં, એના પરાક્રમથી તમારા પિતાએ તેને યુવરાજ પદ આપ્યું. અને એની કેટલી પ્રશંસા થાય છે !
હે પુત્રો! આખી નગરીમાં ચારે ને ચૌટે પ્રધુમ્નકુમારનાં ગુણ ગવાય છે. એ યુવરાજ તે બની ચૂક્યું. હવે તમે જે કંઈ પુરૂષાર્થ નહિ કરે તે એ રાજ્યને ધણી બની જશે. પછી તમારી કઈ કિંમત નહિ રહે. તમને કઈ પૂછશે નહિ. આવા કાયર દીકરાઓની માતા બનવામાં શું લાભ? આ પ્રમાણે પિતપોતાની માતાએ પિતાના કુંવરોને કહેવા લાગી. માતાઓના વચન સાંભળી બધા રાજકુમારો ખૂબ ગુસ્સે થયાં ને તેમના દિલમાં પણ શ્રેષાગ્નિ પ્રગટ થઈ અને ક્રોધે ભરાઈને બોલવા લાગ્યા કે હું માતા' એમ સિંહના યા સિંહ છીએ. અમે કંઈ ગર્દભ નથી. અમે ગમે તેમ કરીને હવે પ્રધુમનકુમારને કાંટે કાઢીને જંપીશું ને એને મારીને અમે ગાદીએ બેસીશું. તમે ચિંતા કરશે નહિ. આમ કહીને પુત્રએ માતાઓને આશ્વાસન આપ્યું.