________________
ચારદા શિખર
Bok
ચાલતુ' નથી. લંગર છૂટે એટલે એક-એ હલેસાં મારતાંની સાથે વહાણુ સડસડાટ ચાલે છે. વહાણુ જેવી જીવની દશા છે. તમે સંસારમાં બેઠાં છે, તમારી નૌકા સૌંસાર સાગરથી તારવા અમે વીતરાગવાણીનાં ગમે તેટલાં હલેસા મારીએ પણ તમે રાગ અને માહનાં એવા જથ્થર લંગર નાંખીને બેસી ગયા છે કે તે નહિ છૂટે ત્યાં સુધી જીવનનૌકા કયાંથી તરી શકશે ?
દરિયામાં તરતું વહાણુ ગૃહસ્થાશ્રમમાં વસતા જીવને સૂચન કરે છે કે તમે મારી માફ્ક સ`સારમા રહેશે। તે ડૂબી નહિ જવાય. વહાણમાં હજારેા મણુ વજન ભરેલુ. હાય છે. અને કેટલાં માણસે તેમાં બેઠાં હાય છે. છતાં વહાણ અડધુ દરિયામાં ડૂબેલું હાય છે ને અડધું બહાર હોય છે. સ્ટીમરને પણ અડધા ભાગ પાણીમાં ને અડધા બહાર હોય છે. તેની ચારે બાજુ અગાધ પાણી હાય છે છતાં વહાણુ પાણીમાં ડૂબતું નથી કે અંદર પાણી પ્રવેશી શકતું નથી, તેનું કારણ શું? નૌકા સુરક્ષિત છે. તેમાં સાયના નાકા જેટલું પણ છિદ્ર નથી. એટલે વહાણુ અને સ્ટીમર પાણીમાં રહેવા છતાં પેાતાનામાં પાણીને પ્રવેશ કરવા દેતું નથી. એટલે તરે છે. તે રીતે આત્મજાગૃતિવાળા શ્રાવકે સંસારમાં વસે છે. તેની ચારે ખાજુ વાસનાનાં માજાઓ ઉછળે છે, છતાં તે ડૂબતા નથી કારણ કે તે આત્મામાં વાસનાના પાણીને પ્રવેશવા દેતા નથી. સંસારમાં રહેવા છતાં સંસારને બંધનરૂપ માને છે. તેમાંથી બહાર નીકળવા મથે છે. જે ક્ષણે તેને તક મળશે તે ક્ષણે સંસારનાં બંધને છેડીને બહાર નીકળી જશે. પછી એક ક્ષણ સંસારમાં ભે। નહિ રહે.
સંસાર રૂપી સાગરને તરવા માટે વહાણુ કહેા કે સ્ટીમર કહા તેા તે શરીર છે, અને જીવ તેને ચલાવનાર નાવિક છે. ગાડીને, ટ્રેઈનને ચલાવનાર ડ્રાઈવર હાય છે, પ્લેનને ચલાવનાર પાયલેટ છે. સ્ટીમર ચલાવનાર કેપ્ટન છે. અને વહાણુ કે હાડીને ચલાવનાર નાવિક હોય છે. હવે ગાડી, ટ્રેઈન, પ્લેન, વહાણુ કે સ્ટીમરમાં બેસનારા મુસાફરે ટિકિટ લઈને બેસી જાય છે. તેમાં કેાઈ ખાય છે, કેાઈ ઉંઘે છે તા કાઈ વાર્તાના ગપાટા હાંકવામાં પડી જાય છે. તેા કોઈ સજાગ રહીને પોતાના સામાન સાચવે છે. મુસાફીરા ખાવા-પીવામાં, ઉંઘવામાં, રમતગમતમાં કે વાતેાના ગપાટા ઢાંકવામાં પડી જાય તે બહુ માટું નુકશાન નહિ થાય, પણ જો ડ્રાઈવર, કેપ્ટન, પાયલેટ કે નાવિક ખાવાપીવામાં, રમતગમતમાં, ઉંઘવામાં કે વાર્તા કરવામાં પડીને લક્ષ ચૂકી જાય તેા કેટલું માટુ નુકશાન થઈ જાય ? તે રીતે તમે યાદ રાખા કે સંસાર સાગરમાં પડેલેા જીવરૂપી ડ્રાઈવર, કેપ્ટન, પાયલેટ કે નાવિક પાંચ ઈન્દ્રિઓના વિષર્ચમાં પડી જાય તેા તેની કેવી દશા થાય ? તેના વિચાર કરો. તેની નૌકા સંસાર સાગરમાં અથડાઈ ને ઠૂખી જાય છે. પરિણામે જીવરૂપી નાવિક ભવેાભવમાં ભ્રમે છે ને જાગૃત નાવિક પેાતાની નૈયાને તારી લે છે.