________________
• ૭૧૪.
શારદા શિખર છે. તું જઈશ તે વધુ લાભ થશે. ભલે, તું જા. મોટાભાઈઓની આજ્ઞા મળવાથી પ્રદ્યુમ્નકુમારે ગુફામાં પ્રવેશ કર્યો.
પ્રધુમનકુમાર ગુફામાં’ : પ્રદ્યુમ્નકુમારે ગુફામાં પ્રવેશ કર્યો એટલે વ્રજમુખ આદિ વિદ્યાધાર પુત્રો ખુશ થઈને બેલવા લાગ્યા. હાશ.. હવે લપ ગઈ. આપણે સુખેથી પિતાજીનું રાજ્ય ભોગવીશું. આપણી માતાઓને પણ સંતોષ થશે. ટાઢ પાણીએ ખસ ગઈ. આ રીતે વિચાર કરી વ્રજમુખ આદિ વિધાધર કુમારે પ્રધુમ્નના ગુફામાં જવાથી હર્ષમાં આવી ગયા ને હવે નિરાંત થઈ તેમ માન્યું. વિદ્યાધરે એમ માને છે કે પ્રધુમ્નકુમાર ગુફામાં ગયે. હવે તે મરી જશે. પણ ત્યાં શું બન્યું?
મદન જાય કર દેવકે જીતા, હાર સિંહાસન દીના, મંત્ર કંકણ કેપ મુકુટ, પુનિ આભારણ દે દીના હે...શ્રોતા તુમ...
પ્રદ્યુમ્નકુમારે ગુફામાં પ્રવેશ કરીને ગંભીર ગર્જના કરી. ભૂમિ ઉપર જોરથી . પગ પછાડ કે તરત ગુફાને અધિષ્ઠાતા એક નાગકુમાર દેવ ત્યાં પ્રગટ થયો ને ક્રોધથી લાલઘૂમ આંખે કરીને નિષ્ફરતાપૂર્વક કહ્યું–હે પાપી ! હે નિર્લજ ! અકાળ મૃત્યુને ઈચ્છતા તું ચા ગુફામાં શા માટે આવ્યો? તને ખબર નથી કે આ ગુફામાં આવનાર મરણને શરણ થાય છે. ત્યારે પરાક્રમી પ્રદ્યુમ્નકુમારે કહ્યુંહે દુષ્ટ ! તું મને શા માટે ડરાવે છે? જે તારામાં તાકાત હોય તે મારી સાથે લડવા તૈયાર થઈ જા. આ સાંભળીને દેવ ગુસ્સે થઈ ને પ્રધુમ્નકુમારને મારવા માટે દેડે, પણ પ્રદ્યુમ્નકુમારે એક મુઠીના પ્રહારથી તેને હરાવી દીધો. એટલે નાગકુમારદેવ તેના ચરણમાં પડીને કહેવા લાગે કે પુરૂષોત્તમ! તમે આજથી મારા સ્વામી છે ને હું આપને સેવક છું. આમ કહી નાગકુમારે એક સોનાનું રતનજડિત સિંહાસન લાવી તેને બેસવા માટે આપ્યું. તેના પર બેસીને પ્રદ્યુમ્નકુમારે પૂછયું કે તમે આવી ગુફામાં શા માટે રહે છે ? ત્યારે નાગકુમારે કહ્યું તમને જે ભેટ આપું છું તેને તમે સ્વીકાર કરી લે. પછી બધી વાત કરું છું. આમ કહી નાગકુમારદેવે પ્રદ્યુમ્નકુમારને એક દેવતાઈ રતનને હાર, રત્નજડિત સિંહાસન, ઘણી વિદ્યાઓ, મુગટ અને બીજાં ઘણું આભૂષણે ભેટ આપ્યા. પછી પ્રદ્યુમ્નકુમારે નાગકુમારને પૂછયું કે તમે આવી વિચિત્ર અંધારી ગુફામાં શા માટે રહે છે ? ત્યારે નાગકુમારે કહ્યું–હે પ્રદ્યુમ્નકુમાર ! હું આપની ખાતર આ વિષમ સ્થાનમાં રહું છું. આ સાંભળી પ્રદ્યુમ્નકુમારને ખૂબ આશ્ચર્ય થયું. અહે! આ તે મારું નામ પણ જાણે છે. ને મારે માટે અહીં રહ્યો છે એમ શા માટે કહેતા હશે ? ગંભીર પુરૂષે વૈર્યવાન હોય છે. બધું એક સાથે પૂછતા નથી. પ્રદ્યુમ્નકુમારે કહ્યું–તમે મારી ખાતર શા માટે રહ્યા છે તે મને કૃપા કરીને કહો. નાગકુમાર તે વાત પ્રદ્યુમ્નકુમારને કહે છે,