________________
શારદા શિખર ઉડી જાય છે. પણ કંઈક હળુકમ ૬૦ધમી જીવે છે કે ગમે તેટલું કષ્ટ પડે પણ ધર્મને છેડતાં નથી. ધનને જતું કરીને પણ ધર્મને પકડી રાખે છે. પણ એવા જીવે બહુ ઓછાં છે. - બધા વહેપારીઓ પરદેશ જવા તૈયાર થયા છે. તેમાં અરહનક શ્રાવક શેઠ જેવા દઢધમી હતા. એક વખત ધર્મ માટે પ્રાણ આપવા પડે તે આપવા તૈયાર હતા. એ બધાં વહેપારીઓ પોતપોતાના વહાણમાં માલ-સામાન ભરીને તૈયાર થયા. બીજા વહાણમાં મુસાફરીમાં જરૂરિયાતની વસ્તુઓ ભરી દીધી. બધા વહેપારીઓનાં સગાં નેહીઓ, જ્ઞાતિજનો, મિત્રો બધા તેમને વળાવવા માટે આવ્યા છે. ઘણું માણસ બંદર ઉપર એકઠું થયું છે. તમે બધા પરદેશ જાઓ છે ત્યારે તમારા સગાં નેહીઓ તમને વળાવવા માટે એરપોર્ટ ઉપર આવે છે ને ? અને હારતોરા પહેરાવીને બહુમાન કરે છે. તેમ અહીં પણ બધાં આવ્યા છે.
तए णं तेसि अरहन्नग जाव वाणियगाणं परियणा जाव तरिसेहि वग्गूहि अमिणंदता य अमिसंयुणमाणा य एवं वयासी-अज्जताय भाय माउल भाइणज्ज भगवया समुद्देणं अभिरक्खिज्जमाणा २ चीरजीवह भट्ठ चले पुणरवि लध्धटे कयकज्जे अणह समग्गे नियगं धरं हव्वमागए पासामोत्तिक ।
અરહનક પ્રમુખ પિતવણિકનાં પરિજને જેઓ બધા વળાવવા માટે આવ્યા છે તે બધા તેમનું અનેક જાતની મંગળવાણુ વડે અભિનંદન આપતાં અને સંસ્તવન કરતાં તેમને કહેવા લાગ્યા. તે પિતા ! હે ભાઈ! હે મામા ! હે ભાણેજ ! તમે બધાં આ વિશાળ સમુદ્ર પાર કરી સુરક્ષિત ચિરકાળ સુધી જીવતાં રહો, તમારું કલ્યાણ થાઓ. અમે બધાં તમને લાભાન્વિત થયેલાં, બધા કાર્યોને પાર પમાડનારાં, કેઈપણ જાતની શારીરિક મુશ્કેલી વગર એટલે કે સ્વસ્થ શરીરવાળા ધન તેમજ પરિપૂર્ણ પરિવારથી યુક્ત થઈને ઘેર પાછા આવેલાં જોઈએ.
જે માણસો વળાવવા માટે આવ્યા છે તેમાં કેઈને બાપ જતું હતું, કેઈના ભાઈ, કેઈના મામા, તે કેઈને ભાણેજ-ભત્રીજે પરદેશ જતા હતા. લાંબા સમયની મુસાફરી હતી એટલે પિતાપિતાનાં સગાં નેહીઓને વિદાય આપતાં આંખમાં આંસુ ભરાઈ આવ્યા. હદયથી સૌ એક જ ઈચ્છે છે કે તમે જે આશાથી જાઓ છો તે તમારું કાર્ય સફળ થાઓ. ભગવાન તમારું રક્ષણ કરે. અને તમે ચિરકાળ સુધી જીવતાં રહો, ને તમારી મનોકામના પૂર્ણ થાઓ. તમારી સમુદ્રની સફર સફળ કરી ખૂબ ધન કમાઈ ક્ષેમકુશળ જલદી પાછા આવજે કે તમને જોઈને અમે આનંદ પામીએ. આ રીતે અશ્રુભીની આંખે તિપિતાના સ્નેહીજનોને આશીર્વાદ આપ્યા. આ દ્રવ્ય