________________
શારદા શિખર માટે સ્વયંવરમંડપ રચાવ્યું છે. લગ્નની શરણાઈઓ વાગે છે. મંગલ ગીતે ગવાઈ રહ્યા છે. ત્યારે રાજા કહે છે કે બેટા ! તું સંતના દર્શન કરી આવ. એટલે કુંવરી ઘણી સખીઓને સાથે લઈને ગામમાં બિરાજતાં સાધુ-સાધ્વીનાં દર્શન કરવા માટે જઈ રહી છે. આ સમયે પૂર્વભવમાં જે ચંડાલ હતું તે દેવલોકમાં ગયે હતું તે પૂર્વભવમાં હું કેણ હતા? ને અહીં કેવી રીતે આવ્યું તે જોવા માટે ઉપયોગ મૂકો. અને પૂર્વભવના સબંધીઓને જોયા. તેમાં કુંવરીના લગ્ન છે. આ વાત જાણીને તેને કુંવરીને પ્રતિબંધ પમાડવાનું મન થયું.
ભૂપ સ્વયંવર કીયા સુના કા, દેવ વહીં પુનઃ આય, કન્યાકે સમજાવે પર વહ, બની સાવી જાય છે. શ્રોતા
આ કુંવરી દર્શન કરીને માંગલીક સાંભળવા જતી હતી. જ્યાં સ્થાનકની નજીકમાં પહોંચે છે ત્યારે દેવ મનુષ્યના રૂપમાં તેની પાસે પ્રગટ થઈને કહે છે હે રાજકુમારી! તું પૂર્વભવનાં કેણ હતી ? ગત ભવમાં જૈન મુનિએ તને અને મને ધર્મ પમાડ હતું. તે તું ભૂલી ગઈ અને સંસાર રૂપી વૃક્ષનાં દુર્ગતિરૂપ ફળને આપનાર લગ્નના સમારંભમાં તું કયાં ફસાઈ ગઈ! હું તને પ્રતિબંધ પમાડવા આવ્યો છું. માટે તું હજુ જાગ અને આ લગ્ન કરવાનું છોડીને અનંત સુખકારી આત્મકલ્યાણ કરાવનારી દીક્ષા અંગીકાર કરી લે. પૂર્વ ભવમાં સાત દિવસની ધર્મ આરાધનાથી તું કુતરી મટીને રાજકુમારી બની છું. આ મનુષ્યભવની તક જવા દેવા જેવી નથી. હું તે અવિરતિના બંધને બંધાયેલ છું માટે દીક્ષા લઈ શક્તા નથી. પણ તું આ લાભ ચૂકીશ નહિ. આ પ્રમાણે કુંવરીને પ્રતિબંધ પમાડીને દેવ ચાલ્યા ગયા. કુંવરી પણ સાધુ-સાધ્વીના દર્શન કરી માંગલિક સાંભળીને પિતાને ઘેર આવી. પિતાના પૂર્વભવની વાત સાંભળીને તેને સંસાર ઉપરથી વૈરાગ્ય આવ્યું. એટલે પિતાના માતા-પિતાને કહે છે હવે મારે પરણવું નથી. મારે સંસારની ચૂંદડી નથી એઢવી. આ વાત સાંભળી તેના માતાપિતા કહે છે બેટા ! તું આ શું બોલી રહી છું ? આ બધા રાજાએ તને પરણવા માટે આવ્યા છે. તેને અમારે શું જવાબ દેવો ? ત્યારે કુંવરી કહે છે જે થવું હોય તે થાય. મારે તે દીક્ષા લેવી છે.
કુંવરીને તીવ્ર વૈરાગ્ય જોઈ માતા-પિતાને અનિચ્છાએ આજ્ઞા આપવી પડી. અને કુંવરીએ સંસારનું પચરંગી પાનેતર અને ચુડે ઉતારી મહાવીર પ્રભુની એકરંગી પછેડી પહેરી લીધી. લગ્નના મેહના માયરાને તેણે મોક્ષનું મારું બનાવી દીધું. આ પ્રમાણે કુંવરીની દીક્ષાની વાત જાણવાથી સ્વંયવરમાં આવેલા રાજાઓમાં મોટે ઉહાપોહ મચી ગયો. આ સ્વંયવર રચીને અમારી મશ્કરી કરવા માટે અમને તેડાવ્યાં