________________
ચારા પર
૬૮. સાંભળીને કંઈક છે પ્રતિબંધ પામી ગયા ને હવે આપણે કેઈની સાથે વૈર રાખવું નહિ તેવી પ્રતિજ્ઞા કરી અને જેની સાથે વૈર હતું તેમને ખમાવી જુનું વૈર છોડી દીધું. આવા પુણ્યાત્માઓના પૂર્વભવ સાંભળીને પણ જીવે બોધ પામ્યા. નારદજી તે ભગવાનને લળી લળીને વંદન કરવા લાગ્યા. અહો પ્રભુ! આપે મારા પ્રશ્નનો જવાબ આપીને મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. સાથે પર્મચક્રવતિને પણ ખૂબ ઉપકાર માનતાં કહ્યું કે હું તે પ્રશ્ન પૂછવા માટે આવ્યો હતો. પણ આપે મારા વતી ભગવાનને પ્રશ્ન પૂછી અથથી ઈતિ સુધી બરાબર સમાધાન કરાવ્યું છે. આપ મને ખૂબ મદદગાર બન્યા છે. આપને પણ હું ધન્યવાદ આપું છું. જે કાર્ય માટે નારદજી આવ્યા હતા તે કાર્ય સિધ્ધ થઈ ગયું. હવે તે જલ્દી દ્વારકા પહોંચું ને જલદી રૂક્ષમણી તથા કૃષ્ણજીને સમાચાર આપું. તેની લગની લાગી છે. પણ વિચાર થયે કે આટલે બધે આવ્યો છું તે હવે મારે પ્રદ્યુમ્નકુમાર કે છે તે જેતે જાઉં. ભલે, થોડું મોડું થાય. એમને ગાડી કે પ્લેનમાં જવું ન હતું. પોતે સ્વયં પ્લેનથી પણ અધિક તીવ્ર ગતિએ આકાશગમન કરતા હતા.
નારદજીનું મેઘકૂટ નગરમાં પ્રદ્યુમ્નકુમારને જોવા માટે આગમન”:
નારદજીને બે કાર્યની લગની લાગી છે. એક તે પ્રદ્યુમ્નકુમારને જે છે ને બીજું જહદી દ્વારકા જવું છે. તેથી ખૂબ શીઘગતિથી તેઓ જ્યાં વૈતાઢય પર્વત ઉપર મેઘકૂટ નગરમાં કાલસંવર રાજાના મહેલે આવ્યા. ત્યાં કાલસંવર રાજા તથા કનકમાલાએ તેને ખૂબ સત્કાર કર્યો. અને આસન આપીને બેસાડ્યા. એમને ખૂબ વિનય કર્યો. તેમને ચોગ્ય સેવા કરીને પ્રસન્ન કર્યા. પછી થોડી વાતચીત કર્યા બાદ નારદજીએ કહ્યું–હે રાણી ! હું તે આકાશમાર્ગે દેશદેશ ફરું છું. મેં સાંભળ્યું છે કે તું ગુપ્તગર્ભિણી હતી ને તે ખૂબ સુંદર પુત્ર રત્નને જન્મ આપે છે. તે તારે પુછયવાન પુત્ર કે છે તે મારે જે છે. ત્યારે રાણી વિનયપૂર્વક હાથ જોડીને કહે છે આપ જેવા ષિમુનિઓની કૃપાથી મારે એક પુત્ર છે ને બધી રીતે આનંદ મંગલ વર્તાઈ રહ્યા છે.
| હે માતા ! તારે પુત્ર મને બતાવ. તે માટે થશે ત્યારે કે પરાક્રમી થશે વિગેરે તેના લક્ષણે જેઉં ને તેને આશીર્વાદ આપું. એટલે તરત કનકમાલા રાણીએ પ્રદ્યુમ્નકુમારને નારદજી પાસે મૂક્યો. એટલે નારદજીએ તેને જોઈ લીધે ને તેના માથે હાથ મૂકીને કહ્યું. “બેટા! તું દીર્ધાયુષ બનજે ને તારી માતાની આશ જહદી પૂરી કરજે.” આમ કહી આશીર્વાદ આપ્યા ને રાણીને પુત્ર લઈ લેવા કહ્યું. કનકમાલા સમજી કે નારદજીએ કેવા સરસ આશીર્વાદ આપ્યા ને મારી આશા પૂરી કરવાનું કહ્યું. એ ક્યાં જાણે છે કે આની માતા કેણુ છે ? ને આ કઈ માતા માટે બેલ્યા