________________
શારદા શિખર
૬૮૧ નજરે વહેરી રહ્યા છે. આ દશ્ય જોતાં ઈલાચીકુમારના વિષયના વિષ ગયા ને વૈરાગ્ય આવે. દેર ઉપર તેણે મનને દેર હાથમાં લઈ લીધે. આત્મચિંતન કરતાં ક્ષક શ્રેણીએ ચઢીને કેવળજ્ઞાન પામી ગયા. અવિકારી સંતને દૂરથી જેમાં તે વિકારીના વિકાર શમી ગયા. આ છે ત્યાગીના ત્યાગને મહિમા.
આવા દઢ શ્રાવક અરહનકનું જીવન સત્ય, નીતિ અને સદાચારથી ભરેલું હતું. કદી દગા પ્રપંચ કરતાં ન હતા. એટલે એમના ઉપર સૌને વિશ્વાસ હતો. તેથી અરહનક શ્રાવકની વાત એકી અવાજે બધા વહેપારીઓએ વધાવી લીધી. ગણિમ આદિ ચારે જાતની વહેપારની વસ્તુઓ નૌકાઓમાં મૂકીને લવણસમુદ્રને પાર કરવાની વાત બધા વહેપારીઓએ સર્વ સંમત્તિથી સ્વીકારી. સ્વીકારીને તેમણે ચારે જાતની વેચાણની વસ્તુઓને નવા દેરડાઓવાળી ગાડી તેમજ ગાડાઓમાં ભરીને તેમણે શુભ તિથિ, કરણ, નક્ષત્રરૂપ મુહર્તમાં અશન, પાન, ખાદ્ય અને સ્વાદ આમ ચારેય પ્રકારનાં આહાર પુષ્કળ પ્રમાણમાં બનાવડાવ્યા.
પરદેશની વાટે જવું છે એટલે તેમણે જવા માટે શુભ દિવસ નક્કી કર્યો ને બધાએ ભેગા બેસીને જમવા માટે ઉત્તમ પ્રકારનું ભોજન તૈયાર કરાવ્યું. હવે તેમના સગાં-સ્નેહીઓને જમવા માટે આમંત્રણ આપ્યું. હવે બધા જમવા આવશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર : મધુરાજા, તેની પટરાણી ઈન્દ્રપ્રભા, કૈટભ અને તેની પત્ની બધાએ દીક્ષા લીધી. એ જીવ કેવા પવિત્ર! જયાં સુધી સમજ્યા ન હતાં ત્યાં સુધી કેવા કુકર્મો કર્યા અને સમજ્યા ત્યારે કરેલા પાપકર્મને પશ્ચાતાપ કરી તેના પ્રાયશ્ચિતમાં દીક્ષા લીધી. દીક્ષા લઈને એવું કડક ચારિત્ર પાળવા લાગ્યા કે જે પાપકર્મો કર્યા છે તેના જલ્દી ચૂરેચૂરા થાય. ઈદુપ્રભા પણ એક વખત ભાન ભૂલીને મધુરાજાના મોહમાં પડી પણ પછી તેને ભાન થયું કે મેં બહુ ખરાબ કામ કર્યું. તે પશ્ચાતાપમાં દીક્ષા લીધી. ને ઉગ્ર સંયમ પાળવા લાગી. મધુરાજા અને તેમને ભાઈ કૈટભકુમાર બંનેએ ભગવંતની આજ્ઞા પ્રમાણે નિર્મળ ચારિત્ર પાળ્યું. ખૂબ શાસ્ત્રનું અધ્યયન કરી કર્મ ક્ષય માટે દુસહ તપ કર્યું અને સમાધિપૂર્વક કાળ ધર્મ પામીને બારમા દેવલોકમાં મહર્ધિક દેવ થયા. ને તેઓ દેવના અલૌકિક સુખ ભોગવવા લાગ્યા એ બધા જીએ દીક્ષા લીધી. સુંદર ચારિત્રનું પાલન કર્યું ને કેણ કયાં ઉત્પન્ન થયા તે વાત બિતાવવામાં આવે છે. મધુરાજા અને કૈટભ બારમા દેવલેકમાં દિવ્ય સુખ ભોગવે છે અને ઈન્દુપ્રભા પણ દેવલોકમાં જઈ ત્યાંના મહાન સુખ ભોગવવા લાગી. ઈદુપ્રભા દેવનું આયુષ્ય પૂરું કરીને ત્યાંથી ચવીને વૈતાઢય પર્વત ઉપર હરિરાજાની હરિવતી રાણીની કુક્ષીએ પુત્રી રૂપે જન્મી, ત્યાં તેનું નામ કનકમાલા રાખવામાં આવ્યું.