________________
શારદા શિખર
ગણિમ–એટલે ગણીને વહેપાર કરી શકાય. જેમ કે નાળિયેર, સોપારી આદિ. ધરિમ-એટલે જેને ત્રાજવામાં જોખીને વહેપાર કરી શકાય તે અનાજ વિગેરે. મેય– એટલે માપના પ્રમાણથી જેને વહેપાર કરી શકાય તે તેલ વિગેરે અને પરિછે એટલે ગુણથી પરીક્ષા કરીને જેને વહેપાર કરી શકાય છે જેમ કે રત્ન, વસ્ત્ર વિગેરે. આ ચારે ય પ્રકારની વસ્તુઓ વિક્રમ માટે નૌકાઓમાં ભરીને આપણે લવણસમુદ્ર પાર કરીને જઈ એ તે આપણને ઘણું લાભ થશે.
બંધુઓ ! આ અરહનક શ્રાવકે બધા વહેપારીઓને ભેગાં કરીને કહ્યું કે ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદ્ય આ ચાર જાતની વસ્તુઓ લઈને આપણે બધાં પરદેશ કમાવા માટે જઈએ તે મહાન લાભ થશે. પણ સમુદ્રને ઓળંગીને જવાનું છે તે આપણે બધાં એકત્ર થઈને જઈએ. ભેગા થઈને જવાથી એકબીજાને આનંદ આવશે. ખરેખર માણસ ધન કમાવા માટે માતા-પિતા, પુત્ર-પત્ની, મિત્રો તેમજ પિતાની પ્રિય જન્મભૂમિ છેડીને પરદેશ જાય છે. આજે ઘણાં માતા-પિતા પિતાના સંતાન ને પરદેશ ભણવા મોકલે છે. જે માતા એક દિવસ દીકરા વગર રહી શકતી ન હતી તે વર્ષો સુધી નાણાં માટે રહે છે. એટલે ધન મળતું હોય તે વિગ વેકે છે. કવિ કહે છે કે
ઓ...તારા ધનના ટેકા ઉપર, મસ્ત બનીને તું નાચે છે, આ ધન છે તારુ પિતાનું, એ જમણુમાં રાચે છે, કેવી મૂર્ખાઈ, મૂર્ખાઈ, મૂર્ખાઈ...નવાઈ છે તું ભૂલે છે ભાઈ ! નથી એ સાચી સગાઈ કેવી
જે ધન મેળવીને તેના ટેકા ઉપર તું મસ્તરામ બનીને નાચે છે તે ધન શું તારું છે ? જે તે તમારું પિતાનું હશે તે તમારી સાથે આવશે ને ? આજ સુધીમાં કેટલા કરોડપતિએ ધન સાથે લઈને ગયા ? બોલે, કેઈ સાથે એક રાતી પાઈ પણ લઈને ગયું છે? જો લઈ ગયું હોય તે મને કહે. (શ્રોતામાંથી અવાજ :-કેઈ સાથે એક રાતી પાઈ લઈ જતું નથી. બધું અહીં પડી રહે છે.) આટલું જાણવા છતાં મેળવવા કેટલું કરે છે ? યાદ રાખે. સાથે પુય અને પાપ સિવાય કંઈ આવવાનું નથી. જો તમારે સાચું સુખ અને શાંતિ જોઈએ તે ધર્મમાં જોડાઈ જાવ. આશ્રવનું ઘર છોડી સંવરના ઘરમાં આવશે. જે સમજીને નહિ આવે તે પછી દીકરા જ્યારે ધંધે હાથ ઉપર લઈ લેશે ને તમને દુકાને આવવાની ના પાડશે ત્યારે તમને આઘાત લાગશે. સંતે તમને જે સમજાવે છે તે તમારા હિત માટે વાત કરે છે.
ઘણાં વર્ષો પહેલાની આ વાત છે. મારવાડમાં રોહીડ નામના એક પવિત્ર સાધુ થઈ ગયા. એમને દીક્ષા લઈને એવી લગની લાગી કે જહદી કર્મો ખપાવીને જલદી