________________
શારદા શિખર વહેપાર ખેડવા માટે પરદેશ જવા ઈચ્છીએ છીએ. તેથી તમે બધા અમને અનુમતિ આપે. આ રીતે તેઓએ તેમને વિનંતી કરીને આજ્ઞા મેળવી જુઓ, પરદેશ પિતાને જવું છે પણ તેમના જવામાં કે વિવેક છે ! પહેલાં તે પ્રેમથી ભેગાં બેસીને જમ્યા ને તેમને સંતુષ્ટ કર્યા. પછી જવાની રજા માંગી. પિતાની સ્વતંત્ર મરજીથી ઈચ્છા પ્રમાણે જતાં નથી પણ બધાને સંતુષ્ટ કરી આજ્ઞા મેળવીને જાય છે. બધાએ તેમને પ્રેમથી જવાની આજ્ઞા આપી. “હા રારિ જયંતિ, જરા હૃપાપ નથી મન્ન મત્તે વેળા પણ ચટ્ટને તેણેવ વાછત્તિ આજ્ઞા મેળવીને તેમણે માલ–સામાનથી ભરેલી ગાડી અને ગાડા જોતર્યા, ત્યારપછી તેઓ બધા ચંપા નગરીની બરાબર વચ્ચેના માર્ગથી પસાર થઈને જ્યાં ગંભીરક નામના વહાણ ઉપર બેસવાનું સ્થાન (બંદર) હતું ત્યાં પહોંચ્યા.
બધા વહેપારીઓએ વિચાર કર્યો કે જતાં પહેલાં આપણે બધાને ખમાવી લઈએ. એટલે તેમણે જેની જેની સાથે અણુ બનાવ હતું, જેની જેની સાથે વેર-વિરોધ હતાં તે બધાની પાસે જઈને તેમની પાસે ક્ષમા માંગી અને બધાને ખમાવ્યા. પરદેશ જતી વખતે બધાને ખમાવવાનું કારણ શું? તે તમે સમજ્યા ? વહેપારીઓએ વિચાર કર્યો કે આપણે પરદેશની વાટે જઈએ છીએ. પાછા આવતાં ઘણો સમય લાગશે. તે કાલની કેને ખબર છે?
ઘણીવાર આકાશમાં વાદળી ચઢી આવે છે ને પળવારમાં ઉતરી જાય છે. ઘણીવાર આકાશમાં મેઘ ધનુષ્ય દેખાય છે તેમાં લાલ, પીળો, વાદળી આદિ રંગ દેખાય છે ને થોડીવારમાં તે વિલીન બની જાય છે. વાદળી કયાંથી આવી ને ક્યાં ચાલી ગઈ! મેઘધનુષ્યમાં તેણે રંગ પૂર્યા ને કયાં વિખરાઈ ગયા ! આ બધી પુદ્ગલની માયા છે. આપણું જીવન પણ સંધ્યાના રંગ જેવું ને આકાશની વાદળી જેવું છે. આયુષ્ય પાણીના તરંગ જેવું ક્ષણિક છે. માટે કાલે શું બનશે તે કહેવાય નહિ. માટે બધાને ખમાવીને જઈએ. આ વિચાર કરીને બધાએ જેની સાથે વર વિરોધ હતાં તેમને ખાવ્યા.
બંધુઓ ! આ વહેપારીઓ સમજતાં હતાં કે કાલે શું થશે તેની કેઈને ખબર નથી. પણ મારા ઘાટકોપરના શ્રાવકોને સમજાય છે કે નહિ? અત્યારે શરીર સારું છે, બધી અનુકુળતા છે તે હું ધર્મની આરાધના કરી લઉં ! કાલની કેઈને ખબર નથી તેમજ વૃદ્ધાવસ્થા આવતાં કાયા જર્જરિત થઈ જશે. ત્યારે પિતાની જાતે ઉભા થવાની શક્તિ નહિ રહે, ઉભા રહેતાં પગ થરથર ધ્રુજશે, કાને સાંભળી શકાશે નહિ, આંખના તેજ ઘટી જશે ત્યારે હું ધર્મ ધ્યાન કેવી રીતે કરી શકીશ? તેના કરતાં અત્યારે મને સદ્ગુરૂઓ સમજાવે છે, શરીર સારું છે તે સમજણના ઘરમાં આવીને