________________
•
શારદા શિખર પરાક્રમી અને બધા યાદવાના શિરામણી થશે. એવા બુધ્ધિશાળી ને ચાલાક છે. તુ જરા પણ ચિંતા ન કરીશ. તારે સેાળ વર્ષે એના વિચાગ સહન કરવા પડશે. તું એને જેમ સાચવે તેના કરતાં કનકમાલા તેને સવા૨ે સાચવે છે. આ સાંભળી રૂક્ષ્મણીને ખૂબ આનંદ થયા. અને પુત્રને જોવાનું તેને મન થયું. એણે નારદજીને કહ્યું-મને એક દિવસ પુત્ર જોવા ન મળે ? મારાથી સેાળ વ કેમ જશે ? આટ્લે ખોલતાં રૂક્ષ્મણીની આંખમાં આંસુ આવી ગયા.
??
રૂક્ષ્મણીને નારદજીએ આપેલી હિ`મત :- નારદજીએ કહ્યું-બેટા ! એ તે ઘણું દૂર છે. ત્યાં કાઇ પગે ચાલનાર માણુસ જઈ શકે તેમ નથી. સમજી લે કે તારા દીકરા કદાચ દ્વારકામાં હાત તે પણ જ્યાં સુધી વિયાગનું દુઃખ સહેવાનુ હાય ત્યાં સુધી તને મળી શકે નહિ. માટે તું હિંમત રાખ.
44
સાંભળ પવનજી સાથે અંજનાના લગ્ન થયા. પવનજીએ અંજનાને પરણીને તેને ત્યાગ કર્યાં. ફરી તેના સામે ષ્ટિ પણ કરી નથી. સતી અંજના મહેલમાં પતિની રાહ જોતી હતી. આજે ન આવ્યા તે કાલે આવશે. આમ આશામાં ને આશામાં દિવસે કાઢયા. પત્રનજીને તેના મિત્રે ખૂબ સમજાવ્યા પણ તે માન્યા નહિ. છેવટે યુધ્ધમાં જતાં રસ્તામાં ચકલાના વિયેાગથી ચકલીના કલ્પાંત જોઈ ને પવનજીનું હૃદય પલ્ટાસુ તેા ખાર વર્ષે પવનજી યુધ્ધે જતાં ગુપ્ત રીતે પાછા આવીને અંજનાને મળ્યા. અજના સતી આશામાં જીવી તે પવન” તેને મળ્યા. આવી રીતે નળ-દમયંતી, પાંડવા બધાએ વનવાસ વેઠયા. દુઃખ વેઠયા તે એક દિવસ પાતાનુ ગયેલુ' સુખ પ્રાપ્ત કરી શકયા.
સાલહ વર્ષ પૂણુ હાને પર, ફ્લસી મનકી આશ,
રૂક્ષ્મણી કી આશા કે અલ સે, હેાગા લીલ વિલાસ હા...શ્રોતા...
હે રૂક્ષ્મણી ! આ બધાના દુઃખના દિવસે આશામાં પૂરા થયા ને સુખ મળ્યું. તે શુ તારા દુઃખના દિવસે નહિ જાય ? કાલે સવારે સેાળ વર્ષ પૂરા થશે ને તારા બાલુડા તને મળશે ને આનદ આનંદ થઈ જશે. તુ એમ ન માનીશ કે મારા દીકરાનુ પારકા ઘેર શું થશે ? એ કાલસવર રાજા જેવા તેનેા નથી. મહાન સમૃધ્ધ વિદ્યાધરાના રાજા છે. એની કનકમાલા રાણીને સંતાન નથી. એટલે પેટના દીકરાથી પણ સવાયા લાડ લડાવે છે. સેાનાના પારણીયામાં ઝુલાવે છે. તે એક હાથમાંથી ખીજા હાથમાં જાય છે. તેને નીચે સૂવાના વખત આવતા નથી. આ રીતે ખ લાડકોડથી પ્રદ્યુમ્નકુમાર માટેા થાય છે. આ રીતે નારદજીનાં કહેવાથી રૂક્ષ્મણીને હિ'મત આવી. હવે તે પુત્રની આશામાં સેાળ વર્ષ પૂરા કરશે તે વાત પછી આવશે. પણ હવે પ્રદ્યુમ્નકુમારનું ત્યાં શુ થયું. તે ત્યાં કેવી રીતે ઉછર્યાં, તેનું પરાક્રમ કેવું અજોડ હતુ. તેના ભાવ અવસરે કહેવાશે.