________________
આત્મસાધના કરી લઉં. આત્મા સવળે પડશે ત્યારે તેને આવી સમજણ આવશે અને વિચાર થશે કે ખરેખર ! મને સદૂગુરૂઓ સમજાવતાં હતાં ત્યારે મોહમાં સમજાતું ન હતું કે આ સંસાર કે છે? હવે મને અનુભવ થયો એટલે સમજાયું કે આ સંસાર માયાનું ભોંયરું છે. એ ભોંયરામાં પહેલે માનવી કયા કયાંય નીકળી જાય છે.
અસલના વખતમાં રજવાડાઓમાં ગુપ્ત ભેંયરા બનાવવામાં આવતા હતા. એ ભેંયરામાંથી માણસ ગામ બહાર કયાં ક્યાંય નીકળતે હતે. ખંભાતમાં એક બનેલી હકીકત છે. ઘણાં વર્ષો પહેલાંની વાત છે. અમદાવાદના નગર શેઠની એકની એક લાડીલી દીકરી ખંભાતના નગર શેઠને ઘેર પરણીને આવી. પિતાએ અઢળક દાયજે આપ્યો છે. દીકરી ખૂબ લાડકોડથી ઉછરી હતી. તેણે કદી પાણીને ગ્લાસ પણ ભર્યો ન હતું. એટલે દીકરીને સાસરે કામ કરવું ન પડે તે માટે તેના પિતાએ દાસ-દાસીઓ, રસોઈ બધુ સાથે આપ્યું સાસરે પણ સંપત્તિએ પાર નથી. અને પિયરથી પણ કાંઈ આપવામાં બાકી રાખ્યું નથી. આ છોકરીને જમ્યા પછી સોપારીનો કટકે મોઢામાં નાંખવાની આદત હતી. તે જમીને ઉઠી એટલે સોપારી ખાધા વિના તેને ઉછાળા આવવા લાગ્યા. ગમે તેટલું શ્રીમંત ઘર હોય પણ આ તો સાસરી કહેવાય ને? સેપારી મંગાય કેમ? જમીને ચેન પડતું નથી એટલે વહુ આંટા મારે છે. ત્યારે સાસુજીએ પૂછયું કેમ વહુ બેટા ! તમે આંટા મારે છે ? તમને કંઈ થાય છે? ત્યારે વહુએ કહ્યું–બા ! મને બીજું તે કાંઈ થતું નથી પણ મને જમ્યા પછી તરત સોપારીને કટકે મોઢામાં નાંખવાની આદત છે. આ વ્યસન બેટુ છે. પણ શું થાય ? મને આદત પડી ગઈ છે એટલે ચેન પડતું નથી. મારા પિયરથી બધું આપ્યું છે પણ સોપારી આપવી ભૂલી ગયા છે. તમને એમ થશે કે હમણાં એની સાસુ સેપારી આપશે. પણ આ સાસુજી ઉસ્તાદ હતા. એમ સોપારી આપી દે તેવા ન હતા. એમણે કહ્યું-વહુ ! તમારે જ સોપારીના કટકા ખાવા જોઈતા હોય તે તમારા બાપને કહેવડાવી દે કે વહાણ ભરીને સેપારી મોકલી આપે. જુઓ, સાસુએ કેવું કહ્યું? એણે ગાડા કે કથળાં માંગ્યા હતા તે વધે ન આવત પણ આણે તે વહાણ માંગ્યું વહાણ કેવી રીતે મેકલવું? વહુએ કહ્યું-ભલે બા. મારા પિતાજી વહાણ મોકલશે.
વહુના પિતાએ કહ્યું હતું કે બેટા! તું સહેજ પણ દુઃખ ન ભોગવીશ. સાસરે ગયા પછી તારા સાસુને કંઈ એાછું લાગે ને મહેણું મારે તે મને તરત સમાચાર આપજે. વહુએ એના બાપને પત્ર લખે. એના બાપે અમદાવાદથી ખંભાત સુધી વહાણ જાય તેવી ઉંડી સુરંગ ખોદાવી. અને પાણી આવ્યા એટલે તેમાં પાણી ભરીને વહાણ મોકલ્યું. નારેશ્વર પાસે હજુ મોટા ગરનાળા છે. ખંભાતની જનતા નાળાને આ રીતે ઓળખે છે,