________________
૬૮૦
શારદા શિખર મોક્ષમાં જાઉં. તે પિતાના ગુરૂદેવને કહે છે ગુરૂદેવ! હવે મારે ભવમાં ભમવું નથી. જન્મ-મરણના ફેરા ટાળવા માટે આપ જે કહે તે કરવા તૈયાર છું. રોહીડ મુનિને જન્મ-મરણનાં દુઃખ સાલતા હતા તેથી ગુરૂના ચરણમાં સમર્પણ થઈને ગુરૂની આજ્ઞાનું પાલન કરવા તૈયાર થયા. ગુરૂએ જલ્દી કલ્યાણ કેમ થાય તે માર્ગ બતાવ્યો. મુનિએ જીવનભર એકાંતર ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લીધી. તદુપરાંત તેઓ એક વર્ષમાં બે માસખમણ, છ અઠ્ઠાઈ અને વચમાં છઠ્ઠ–અઠ્ઠમ કરતા હતા. આવી અઘેર તપશ્ચર્યા સાથે શીત અને ઉણુ ઋતુની આતાપના લેતા એટલે શિયાળાની ઠંડીમાં અને ઉનાળાની ધગધગતી રેતીમાં ધ્યાન ધરીને ઉભા રહેતા ને ભગવાનની આજ્ઞા પ્રમાણે શુધ્ધ સંયમનું પાલન કરતાં હતા. તેમજ સ્વાધ્યાય-ધ્યાનમાં રક્ત રહેતા હતા. આટલે તપ કરવા છતાં કદી લાંબા પગ કરીને સૂતા ન હતાં. એમને એક જ ભાવના હતી કે મારા માથે કર્મના કરજ પડયા હોય ને મારાથી સૂવાય કેમ? એક વખત ઉનાળાના દિવસે માં ગામ બહાર આતાપના લેવા ધ્યાન ધરીને ઉભા હતા. તે વખતે એક મોટે ફણીધર નાગ આવીને તેમના બંને પગે વીંટળાઈ ગયે. જાણે મજબૂત બંધને તેમના પગ કેઈએ બાંધી દીધા ન હોય ! છતાં તેઓ તે પોતાના ધ્યાનમાં મસ્ત રહ્યા. હેજ પણ મન ડગ્યું નહિ. એમનું મન તે ન ડગ્યું, તન પણ ન હાલ્યું. કેટલી સ્થિરતા હશે ! જેને જલદી કર્મો ખપાવવા છે. જલદી મોક્ષમાં જવું છે તેને દેહને રાગ છૂટી જાય છે. ખૂબ સમતાપૂર્વક ધ્યાનમાં અડગ ઉભા છે. નાગ પણ સ્થિર છે. ડંખ દેતું નથી.
આ સમયે ગામ બહાર છાણા વીણવા માટે ગયેલાં માણસે પાછા ફર્યા. તેમણે આ દૃશ્ય જોયું ને દેડતા ગામમાં આવી શ્રાવકને વાત કરી. એટલે શ્રાવકે પણ દેડતાં ગામ બહાર આવ્યા. મેટે કાળો નાગ બે પગે વીંટળાયેલું છે. મુનિ સાધનામાં સ્થિર છે. શ્રાવકેના મનમાં થયું કે નાગના પાશમાંથી સંતને છોડાવીએ, પણ નાગની પાસે જાય કે કુંફાડા મારે છે. કેની તાકાત છે કે ત્યાં જઈ શકે ! બધા દૂર ઉભા રહીને કકળાટ કરે છે પણ કઈ કંઈ કરી શકતું નથી. છેવટે સમય થતાં મુનિએ ધ્યાન પાળ્યું કે તરત સર્ષ પગેથી ઉતરીને કેઈપણ જાતની ઈજા પહોંચાડ્યા વિના ચાલ્યા ગયા. સંત એવા પવિત્ર હતાં કે એમને સ્પર્શ થતાં વિષ ભરેલે સર્ષ નિર્વિષ બની ગયે. આવ્યો હતે ડંખ દેવા પણ ડંખ દીધા વિના પવિત્ર થઈને ચાલ્યા ગયે. આવી તાકાત હોય તે ચારિત્રમાં છે.
બંધુઓ ! ચારિત્ર એક એવી જડીબુટ્ટી છે કે તેનાથી વિષધરનું વિષ ચાલ્યું જાય છે ને વૈરીના વૈર ભૂલાઈ જાય છે. વિષયના વિષ પણ રમાઈ જાય છે. વિષયાસક્ત આત્મા વિરક્ત બની જાય છે. ઈલાચીકુમાર નટડીને પરણવા માટે ન બનીને નાચતે હતે. દેર ઉપર ઊભાં ઊભાં તેની દષ્ટિ હવેલીમાં પડી. પવિત્ર સંત નીચી