________________
૬૮૨
શારદા શિખર મધુરાજા અને ઇન્દ્રપ્રભાની આગામી ભવ : કનકમાલા મેટી થતાં મેઘકૂટના રાજા કાલસંવર સાથે તેના વિવાહ થયા. અને કનકમાલા કાલસંવર રાજાની પટરાણી બની. અને સંસારના સુખે ભેગવવા લાગી.
મધુ ભૂપેન્દ્ર સ્વર્ગ સુખ ભેગી, શેષ રહી પુન્નાઈ, પ્રજનકુમાર હુઆ રુકમણ કે, શ્રી હરિવંશકે માંઈ હે.શ્રોતા.
મધુરાજાને જીવ બારમા દેવકથી ચવીને દ્વારકા નગરીમાં ત્રિખંડ અધિપતિ શ્રી કૃષ્ણ વાસુદેવની પટ્ટરાણી રૂકમણીની કુંખે પ્રદ્યુમ્નકુમાર તરીકે જન્મે. અને કૈટભ બારમા દેવલેકનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી આવીને કૃષ્ણ વાસુદેવની રાણી જાંબુવતીની કુંખે શબકુમાર તરીકે ઉત્પન થશે તે વાત આગળ આવશે. આ ત્રણ જીની વાત આવી ગઈ. હવે ફક્ત એક જીવની વાત બાકી રહે છે. તે કે? તમને યાદ છે ને? ઈન્દ્રપ્રભા મધુરાજાની રાણી થયા બાદ હેમરથ રાજાને આ વાતની જાણ થતાં ઈન્દ્રપ્રભા પાછળ તે પાગલ બની ગયે હતે. ઇન્દ્રપ્રભા... ઈન્દ્રપ્રભા કરતે અયોધ્યામાં આવ્યા ને ઈન્દુપ્રભાએ તેને બોલાવ્યા. તેણે ઈન્દ્રપ્રભાને કહ્યું- ચાલ, આપણે બટપુર જઈએ. પણ તેણે કહ્યું કે હું હવે તારી રાણું નથી. એમ કહીને તેને કાઢી મૂક્યો. | હેમરથ રાજા ઈન્દ્રપ્રભાના વિગથી પાગલ બન્યું હતું ને તેમાં રાણીએ તેને આવા શબ્દો કહ્યા એટલે એને ઘણું દુઃખ થયું. તેથી આર્તધ્યાનમાં મરીને અનેક ચોનમાં ભ્રમણ કરીને મનુષ્યભવ પામીને ત્યાં તપ કરીને અસુરેનો રાજા ધૂમકેતુ નામને દેવ થયે. હવે તમને બધી વાત સ્પષ્ટ સમજાઈ જશે.
આ ધૂમકેતુ દેવ એક દિવસ પિતાના વિમાનમાં બેસીને જઈ રહ્યો હતે. ત્યાં રૂક્ષમણીના મહેલ ઉપર તેનું વિમાન અટકયું હતું. તેથી વિસંગ જ્ઞાનનો ઉપયોગ મૂકીને જોયું કે મારું વિમાન કેમ અટકયું? તે તેણે પોતાની પત્નીનું અપહરણ કરનાર પ્રદ્યુમ્નકુમારને માતાની ગોદમાં રમત જે. એટલે તેને પૂર્વનું વૈર યાદ આવતાં પ્રદ્યુમ્નકુમારને માતાની ગેદમાંથી ઉપાડ. તેનું અપહરણ કરીને પર્વત ઉપર લઈ જઈને મારી નાંખવા તૈયાર થશે. ત્યારે આકાશવાણી થઈ કે આ હળુકર્મીચરમશરીરી જીવ છે. તેને મારવા ગમે તેટલા પ્રયત્ન કરશે તો પણ તે મરવાને નથી. એટલે ધૂમકેતુ દેવ તેને મોટી પથ્થરની શીલા ઉપર મૂકીને ચાલ્યા ગયે અને પાછળથી કાલસંવર રાજા અને કનકમાલા ત્યાં આવ્યા. આ બધી વાત સીમંધર પ્રભુએ નારદજીને કરી. પ્રદ્યુમ્નકુમારના પૂર્વભવની વાત સીમંધર પ્રભુના શ્રીમુખેથી ત્યાંના પદ્મચક્રવતિ અને બીજા લેકેએ પણ સાંભળી.
એકબીજા સાથે વૈર રાખવાથી તેને કે કરૂણ અંજામ આવે છે તે વાત