________________
શારદા શિખર ભગવંતે કહે છે કે મનુષ્ય જન્મમાં આત્મા સમ્યક જ્ઞાનના પ્રકાશને લાભ ઉઠાવી મેક્ષ મંઝીલે પહોંચી શકે છે આપણે આપણું જીવને ભવમાં ભટકતો મુસાફર સમજીને ભવભ્રમણ ટાળવા માટે સાચે માર્ગ શોધી તે માર્ગે ચઢી જવું જોઈએ. જે એ પ્રમાણે નહીં કરે તે આ મનુષ્યભવ પૂરો થતાં ઘણાં કાળ સુધી બીજી એનિઓમાં અજ્ઞાનના અંધકારમાં ઠેબા ખાવા પડશે. એટલા માટે જ્ઞાની મહાનપુરૂષો મેહ નિદ્રામાંથી જાગૃત કરતાં કહે છે કે હે ભવમાં ભૂલા પડેલા મુસાફીરે ! તમે મેહનિદ્રાને ત્યાગ કરી પ્રમાદની પથારી અને આળસનું ઓશીકું છોડી જાગૃત બનો અને મેક્ષ-મંઝીલે કેમ જલ્દી પહોંચાય તે માટે પુરૂષાર્થ કરે. કારણ કે આ સંસાર એક વિશાળ અટવી છે. આ અટવીમાં ભટકતે ભટકતો જીવાત્મા મનુષ્ય દેહરૂપી નગરીમાં આવીને મારું માનીને બેસી ગયા છે પણ અહીં વિશ્વાસ રાખીને બેસવા જેવું નથી. ખૂબ સાવધાની રાખવાની જરૂર છે. કારણ કે આ કાયા નગરીમાં ઈચ્છા–કામના રૂપી ભંયકર જબર ચોર રહે છે. તે ચોર પણ એકલે નથી. તેને પાંચ ઈન્દ્રિએ રૂપી ઠગારી સહાય કરનારી છે. તે જીવાત્માને ભૂલાવામાં નાંખીને લૂંટી લેવામાં બડી ચતુર છે.
આ ઠગારી ઈન્દ્રિઓ આત્માનું શું લઈ લે છે તે જાણે છે? આ જીવાત્મા લાંબી મુસાફરી કરતે કરતે મનુષ્ય દેહરૂપી નગરીમાં આવ્યું છે. તેમાં જે જાગૃત આત્માઓ છે તે પ્રમાદ, ઉંઘ, ભૂખ બધું છોડીને મોક્ષ મંઝીલે પહોંચવા માટે પુરુષાર્થ કરી તે માર્ગે કદમ ઉઠાવી રહ્યા છે. પણ જે પ્રમાદી છ ભાન ભૂલી મોહમાં પડી જાય છે તેનું જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ રૂપી અમૂલ્ય ધન કામના રૂપી ચોર ઈન્દ્રિઓની સહાયથી ચોરી કરે છે. અને જીવને ભૌતિક સુખના ભૂલાવામાં નાંખી સદ્ગુણરૂપી ધન લુંટી લે છે. તેનાથી બચવા માટે સજાગ બને. આ બધી વાતે સમજવા જેવી છે.
આપણે મલ્લીનાથ ભગવાનને અધિકાર ચાલે છે. હવે ચંપા નગરીમાં અરહનક પ્રમુખ ઘણાં મેટા વહેપારીઓ વસતાં હતા. ને બધાં ધન ધાન્ય વિગેરે સમસ્ત વૈભવથી સંપન હતાં. તેમાં અરહનક નામનો જે વહેપારી હતા તે શ્રમણોપાસક હતે. શ્રમણોપાસક કોને કહેવાય? જે શ્રમણની ઉપાસના કરે તે શ્રમણોપાસક કહેવાય. સાધુનું ગુણસ્થાનક છહ્યું છે ને શ્રાવકનું ગુણસ્થાનક પાંચમું છે. એટલે શ્રાવક સાધુને પાડોશી છે. ભગવંતે બે પ્રકારે ધર્મ બતાવ્યું છે “સના * એક આગાર ધર્મ અને બીજો અણગાર ધર્મ. બીજા શબ્દોમાં કહીએ તે સાધુ ધર્મ અને શ્રાવક ધર્મ.
આપણે શ્રાવક ધર્મની વાત કરવી છે. ચંપા નગરીમાં અરહનક શ્રાવક ખૂબ ધનવાન હતું. એ માત્ર ધનથી સમૃદ્ધ હતો એટલું નહિ, ધર્મથી પણ તે સમૂધ