________________
૬૩૫
શારદા શિખર
ભૂદેવમુનિ નામના એક જૈન મુનિ હતા. તે ખૂબ આત્માથી અને પવિત્ર હતા. તેમની પાસે યમલ નામનો એક નાના છોકરે વંદન કરીને કહે છે ગુરૂદેવ! મારે આપની પાસે દીક્ષા લેવી છે. તેને તીવ્ર વૈરાગ્ય જેઈને તેમના માતા-પિતાની આજ્ઞા મળવાથી ભૂદેવજી મહારાજે તેને દીક્ષા આપી. યમલ દીક્ષા લઈને યમલજી મહારાજ બન્યા. દીક્ષા લઈને એ નિયમ લીધો કે મારે જાવજીવ સુધી એકાંતર ઉપવાસ કરવા. તપ સાથે ગુરૂની ખૂબ સેવા, વિનય અને ભકિત કરવા લાગ્યા. તેમને દીક્ષા લીધા બે વર્ષ થયા હતા. એક વખત ઉનાળામાં ગુરૂ-શિષ્ય વિહાર કરી વગડામાંથી ચાલ્યા જાય છે. આ સમયે તેમના ગુરૂ ભૂદેવજી મહારાજને ખૂબ તરસ લાગી. જીવ ગભરાવા લાગ્યું. તેથી ઝાડ નીચે બેસી ગયા ને શિષ્યને પાણી લેવા મોકલ્યા. પાછળથી વસમું લાગતાં ગુરૂજી પદ્માસન લગાવી સંથારે કરીને બેસી ગયા. આ તરફ યમલજી મહારાજ નિર્દોષ પાણીની ગવેષણ કરે છે. ઘણું ફરતાં પાણી મળ્યું. તે લઈને આવ્યા ત્યાં ગુરૂદેવને સંથારો સીઝી ગયા હતા. ગુરૂદેવને ઢળી પડેલાં જઈને દિલમાં ખૂબ દુ:ખ થયું. અહા ! મારા પરમ ઉપકારી ગુરૂદેવ આમ ચાલ્યા ગયા ? હું તેમને પાણી પણ ન પીવડાવી શક્યો. ત્યાં તેમણે પ્રત્યાખ્યાન કર્યા કે મારે જીવનભર પાણી પીવું નહિ. છાશની પરાશ પીવી. અને જીવનભર સૂવું નહિ. આવા કડક નિયમો લીધા. યમલજી. મહારાજે બાવન વર્ષ સુધી આ ઉગ્ર સંયમ પાળે. ને આત્મસાધના કરી. તેમણે વિનય, ભક્તિથી ગુરૂનું હૃદય જીતી લીધું હતું.
આપણે સાકેતપુર નગરની વાત ચાલતી હતી. ત્યાંના પ્રજાજને પણ વિનયવાન અને એકતાવાળા હતા. હવે આગળ વાત ચલાવતાં શાસ્ત્રકાર કહે છે.
"तस्स णं उत्तर पुरथिमे दिसीभाए एत्थणं महं एगे नागघरए होत्था, दिव्वे सच्चे સોવા સહિય પરિહો ” - તે સાકેતપુર નગરની બહાર પૂર્વ અને ઉત્તર દિશાની વચમાં ઈશાન ખૂણામાં એક મોટું નાગઘર હતું. તે દિવ્ય અને દરેકે દરેક માણસની ઈચ્છા પૂરી કરનાર હેવાથી સત્ય હતું. ગમે તે વ્યક્તિ પોતાની કામના–ઈચ્છા તેની સામે પ્રગટ કરતે તેની ઈચ્છા પૂરી થતી. તેની ભાવના સત્ય તેમજ સફળ થતી હતી. તેથી તે સત્યાભિલાષ હતું. વ્યંતર દેવે તેના દ્વારે પ્રતિહારનાં રૂપનાં ઉભા રહેતાં હતાં. તેથી તે સંનિહિત પ્રતિહાર્યું હતું. આવું તે નાગઘર હતું. તે સાકેત નગરમાં ઈવાકુ વંશમાં જન્મેલ પ્રતિબુધિ નામે રાજા રહેતા હતા. તેમને પદ્માવતી નામની રાણી હતી. તેમના પ્રધાનનું નામ સુબુધ્ધિ હતું.
પ્રતિબુધ્ધ રાજા હળુકમ હતા. પૂર્વ ભવમાં તે ખૂબ આરાધના કરીને આવેલાં