________________
શારદા શિખર છે. બીજા શિષ્યોએ ગુરૂને આ વાતની જાણકારી કરી એટલે ગુરૂએ તે શિષ્યને પિતાની પાસે બોલાવી એકાંતમાં બેસાડીને પૂછયું-કે તને શું વિચારે આવે છે ? મને હદય ખોલીને કહી દે. શિષ્ય સત્ય હકીકત ગુરૂને જણાવી દીધી. ગુરૂએ કહ્યું તું રડીશ નહિ. હું બેઠો છું. ગુરૂને શિષ્ય પિતાના સંતાન જે વહાલો હોય છે. એ વહાલ સંસારનું નહિ હ..એનું જલદી કેમ કલ્યાણ થાય તે માટે વહાલથી ગુરૂ તેને માર્ગદર્શન કરે છે. ગુરૂ દરરોજ શિષ્યને ત્રણ વાગે ઉઠાડી સ્વાધ્યાય કરાવે, પ્રતિક્રમણને સમય થાય એટલે પ્રતિક્રમણ કરે. વળી સૂર્યોદય પછી સ્વાધ્યાય કરાવે. જે સ્વાધ્યાય-વાંચન કર્યું હોય તેનું ધ્યાન કરાવે. બપોરે ગૌચરી કરવા મોકલે. આહાર પણ કરી નિવૃત્ત થયા એટલે વાંચણ કરે, પ્રશ્ન-ચર્ચા કરે. ગુરૂ દરેક ક્રિયામાં શિષ્યની સાથે ભાગ લેવા લાગ્યા. એનું મન એક સેકન્ડ પણ નવરું ન પડવા દીધું. આ પ્રમાણે મહિના સુધી કર્યું એટલે શિષ્યના મનમાં જે ખરાબ વિચાર આવતા હતા તે ચાલ્યા ગયા ને પહેલાંની જેમ સંયમમાં સ્થિર થઈ ગયા જ્ઞાની કહે છે કે મનને નવરું પડવા ન દેશો. છેવટે નવકારમંત્રનો જાપ ચાલુ રાખશે.
હવે આપણે મૂળ અધિકાર વિચારીએ. પદ્માવતી રાણીના નાગ મહત્સવમાં પ્રતિબુધ્ધિ રાજા તેને બનાવડાવેલે દામકાંડ જોઈને પ્રસન્ન થયા. પણ પ્રધાનના સુખેથી સાંભળ્યું કે મિથિલા નગરીમાં કુંભરાજાની પ્રભાવતી રાણીની કુંખે જન્મેલી મલ્લીકુમારીના જન્મ વખતે જે દામકાંડ બનાવવામાં આવ્યો હતો તેની આગળ આ દામકાંડ કાંઈ વિસાતમાં નથી. ત્યારે પ્રતિબુદ્ધિ રાજાના મનમાં વિચાર થયો કે એક કુંવરીના જન્મ વખતે આ માટે દામકાંડ બનાવે ને માટે ઉત્સવ કર્યો તે મલ્લીકમારી કેવી હશે ! પૂર્વને નેહ આ નિમિત્ત મળતાં જાગૃત થય ને સુબુધિ પ્રધાનને રાજા કહે છે કે
"केरिसियाणं देवाणुप्पिया ! मल्ली विदेह रायवर कन्ना" હે દેવાનુપ્રિય ! વિદેહ રાજપુત્રી મલ્લીકુમારી એવી કેવી છે કે જેમના જન્મોત્સવ વખતે બનાવેલા દામકાંડ આગળ પદ્માવતી દેવીને આ શ્રીદામકાંડ લક્ષાંશ પણ નથી લાગત! આ રીતે રાજાનું સાંભળીને ઈફવાકુ વંશમાં ઉત્પન્ન થયેલા પ્રતિબુધિ રાજાને સુબુધ્યિ પ્રધાને કહ્યું કે
विदेह रायवर फन्नगा सुपइठिय कुम्मुन्नय चारु કે હે મહારાજા ! તે વિદેહ રાજાની ઉત્તમ કન્યા મલ્લીકુમારી સરસ આકારવાળા
ચબાની પીઠના જેવા સુંદર ઉન્નત ચરણવાળી છે. શું તેનું તેજ છે ! એના જેવી તે દુનિયામાં કેઈ સૌંદર્યવાન સ્ત્રી નથી. તેમ પ્રધાને ખૂબ પ્રશંસા કરી. (શાસ્ત્રકાર કહે છે કે વિશેષ વર્ણન જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ વિગેરેમાં કરવામાં આવ્યું છે.)