________________
fly
શારદા શિખર તે મને આપી દીધું. હવે ભંડારમાંથી સોનામહ લેવાશે નહિ. રાજા વિચાર કરે છે હવે તે ૧૦૦૦ સેનામહોરે બહારથી લાવવાની રહી. - હરિશ્ચંદ્ર રાજાએ તારામતીને વાત કરી. તારામતી અને રોહીત બંને રાજાની સાથે વનની વિષમ વાટે વિચારવા તૈયાર થયા. ત્યારે વિશ્વામિત્ર તારામતી અને રોહીતને કહે છે. તમે મા-દીકરા શા માટે જાય છે ? રાજા ભલે જાય. વનવાસ તમને નથી. તારામતી કહે-આપે અમને પતિધર્મ સુંદર સમજાવ્યું છે. તે જે મારા પતિ જતા હોય તે મારાથી અહીં રહેવાય ? ઋષિએ તારામતીની ખૂબ કસોટી કરી પણ સતી ડગી નહિ. ત્યારે ઋષિ કહે–તમે જાવ છે તે ભલે પણ તમારા દાગીના ઉતારતા જાવ. વિચાર કરજે. એક સત્ય માટે કેટલું છેડયું ? સારું રાજ્ય અર્પણ કરી દીધું. તે ફક્ત એક સત્યને માટે જ ને ?
હરિશ્ચંદ્ર રાજાએ સત્યને માટે સંપૂર્ણ રાજ્યને ત્યાગ કર્યો પણ અહીં તે પ્રતિબુધ્ધિ રાજા મેહના પિષણ માટે ને કન્યા મેળવવા માટે પોતાનું સંપૂર્ણ રાજ્ય દઈ દેવા તૈયાર થયા ને પ્રધાનને કહ્યું કે તું જલદી જા ને મલ્લીકુમારીની માંગણી કર. જે તે મલ્લીકુમારી આપવા માટે આનાકાની કરે કે આડાઈ કરે તે રાજ્ય દઈ દેવું પડે તે દઈ દેજે પણ કન્યાને લઈને આવજે. આ બધું કેણુ બેલાવે છે? મોહનીય કર્મ.
"तए णं से दूए पडिबुधिणा रण्णा एवं वुत्ते समाणे हढे पडिसुणइ ।"
રાજાના મુખેથી આ વાત સાંભળીને તેને હદયમાં ધારણ કરીને સુબુદ્ધિ પ્રધાન ખૂબ હર્ષિત ને સંતુષ્ટ થશે. અને મિથિલા રાજધાની જવાની રાજાની આજ્ઞા સ્વીકારીને તે પિતાને ઘેર ગયે. પ્રધાન ખૂબ આજ્ઞાંકિત છે. તે રાજાની આજ્ઞા પ્રમાણે ચાલે છે. કયારેક રાજા ભૂલ કરે તે તેને સત્ય સમજાવે અને રાજા સત્ય ચૂક્તા હોય તે સત્ય કહી દે. તે સાચો પ્રધાન છે. રાજાની વાત સાંભળી પ્રધાનને હર્ષ સમાતું નથી. કારણ કે પ્રધાને મલ્લીકુમારીને નાની હતી ત્યારે જોઈ હતી. ત્યારે પણ તેનું રૂપ-સૌંદર્ય ખૂબ હતું. તે તે અત્યારે તે કેવી શોભતી હશે ? આવી સુંદર કન્યા જે અમારા મહારાજાને મળે અને તે પટરાણી બને તે અમારા રાજ્યની કિંમત વધે ને રાજ્યનું મહત્વ વધે. તેથી પ્રધાનના મનમાં ખૂબ આનંદ છે. એટલે ઘેર જઈને તેણે સ્નાન કર્યું. સ્નાન કરીને ચાર ઘંટવાળે રથ મંગાવ્યું. જેને ચાર પૈડા છે ને ચાર ઘંટ છે એવો રથ તૈયાર કર્યો. પછી રથમાં બેસીને હાથી-ઘડા, સુભટ વિગેરે પરિવારને સાથે લઈને સાકેતપુર નગરમાંથી એ નગરીના મધ્યભાગમાં થઈને જે બાજુ મિથિલા રાજધાની છે, જ્યાં પ્રભાવતીની આત્મજાત પુત્રી મલ્લીકુમારી છે ત્યાં જવા રવાના થયા. મલ્લકુમારી અને પ્રતિબુદ્ધિ