________________
૬૭૪
શારદા શિખર રાજા પૂર્વ પ્રેમસબંધ ધરાવે છે. તેથી રાજાને તે મલ્લીકુમારી પ્રત્યે આકર્ષણ થયું. આ એક રાજાની વાત થઈ. હવે પ્રધાન મિથિલા નગરીમાં જશે તે વાત અવસરે આવશે. હવે બીજા રાજાની વાત ચાલે છે. ___ "तेणे कालेणं तेणं समएणं अंगणाम जणवए होत्था, तत्थण चंपाए णाम णयरीए છાપ અંજારિયા ત્યા”
તે કાળ ને તે સમયે (એટલે જે સમયે મલ્લીનાથ ભગવાન જગ્યા છે તે સમયે) અંગ નામનો દેશ હતો. ચંપા નામની રાજધાની હતી. તે ચંપા નગરીમાં ચંદ્રછાય નામના રાજા હતા. તે કેવા હતા ? “યથા નામ તથા ગુણા.” તે ચંદ્ર જેવા શીતળ હતા. સૂર્ય તપે છે પણ ચંદ્ર તે કંડક ને શીતળતા આપે છે, આ રાજા ચંદ્ર જેવા શીતળ બધા ને શાંતિ અને શીતળતા આપવાવાળા છે. વળી તે ખૂબ પ્રમાણીક ને ધમષ્ઠ છે. જેના રાજા ધમી હોય તેની પ્રજા પણ ધમ હોય. રાજા કેઈ સંત-સતીજીના સમાચાર સાંભળે છે તે ત્યાં તરત દેડી જતા. શ્રેણીક રાજા જ્યાં ભગવાન પધાર્યાના સમાચાર સાંભળે ત્યાં ઠાઠમાઠથી સપરિવાર સહિત દર્શને જતા. આ જોઈને પ્રજા પણ પ્રભુના દર્શને જતી.
આ રાજા ચંદ્ર જેવા શીતળ છે ને પ્રજા પણ તેવી છે. તે ચંપા નગરીમાં અરહનક પ્રમુખ ઘણાં પિતવણિકે કે જેઓ વહેપાર કરવા માટે સાથે આવવા કરતા હતા, રહેતા હતા ને નિવાસ કરતા હતા. આ ગામમાં ઘણા મોટા ધનાઢ વહેપારીઓ વસે છે. વહેપારમાં કંઈક વહેપાર ગણીને કરાય જેમ કે નાળિયેર વિગેરે, કંઈક વહેપાર તોલીને કરાય છે જેમ કે અનાજ, તે ત્રાજવાથી તોળીને કરાય છે. કંઈક કાંટાથી તેલાય તે હીરા-માણેક વગેરે. આવા અનેક વહેપાર કરનાર વહેપારી આ નગરીમાં વસે છે. તેઓ બધા ધન ધાન્ય વગેરે સમસ્ત સુખેથી સંપન્ન હતા. તે કોઈનાથી પરાજય પામે તેવા ન હતા. હવે જે મોટા વહેપારીઓ છે તેમાં એક અરહનક નામને શ્રાવક વસે છે તે કેવા ગુણેથી યુક્ત છે તેને ભાવ અવસરે.
ચરિત્ર – હેમરથ રાજા કહે છે-ઈન્દ્રપ્રભા ! તું એક વાર તે ઉંચું છે, અને મારી સાથે આવ. પણ ઈન્દ્રપ્રભા કહે છે તમે અહીંથી જલદી રવાના થઈ જાવ. હમણાં મધુરાજા આવશે તે ફજેતી થશે, ત્યારે રાજા કહે છે એ ફાટેલા દૂધ જેવી ! હે રાંડ! હવે ફજેત થવામાં શું બાકી છે ? મને કહે છે ફજેત થવાશે પણ કાળું કામ તે તે કર્યું છે. તું કેઈના ઘરમાં બેસી ગઈ છે ને મને ફજેત કરે છે? પણ યાદ રાખજે કે તું નરક-તિર્યંચ ગતિમાં જઈશ. આમ બંને રકઝક કરે છે. ત્યાં શું બને છે? ત્યાં મધુરાજા આવી પહોંચ્યા. ઈપ્રભાએ રાજાનું સ્વાગત કર્યું. મધુરાજા તે ઈદુપ્રભાના મેહમાં મુગ્ધ બન્યું છે. તે એની પાછળ એ ગાંડો બને છે કે