________________
શારદા શિખર
૬૭૧ કરે છે છતાં થાક લાગે છે ખરો? નથી લાગતું. ત્યાં કેટલી લાચારી બતાવો છો! ત્યાં જીવની કેટલી નમ્રતા છે! આવી નમ્રતા આત્મા માટે આવે તે કેટલું સારું!
વધુ શું કહ્યું? દેહને સાચવવાની કેટલી કાળજી છે! ફાસ્ટ ટ્રેઈન આવતી જુઓ તે તમે પાટા ઓળંગવા જાવ ખરા? ન જાવ. કારણ કે તમે જાણો છો કે તે ટ્રેઈનની વચમાં આવી જવાથી મૃત્યુ થાય છે. આ બધા ભયસ્થાનકોથી ભડકો છે પણ હવે આ સંસારને ભય લાગે છે? સંસારને ભય લાગશે ત્યારે તેને પિતાના સ્વ સ્વરૂપનું ભાન થશે. આત્માની પીછાણ થશે. અનાદિકાળથી જીવને શરીરની જાણકારી થઈ છે પણ હજુ આત્માની જાણકારી થઈ નથી. દર્દથી કંટાળો તે ડોકટર શેાધવા જાવ ને ? તેમ આત્માને વિભાવને રેગ લાગુ પડે છે છતાં ડેકટર શોધવાનું મન થાય છે? નથી થતું. કારણ કે પુગલની પીછાણમાં જીવ પડે છે. પણ જ્ઞાની કહે છે કે શરીરને ભાવ એ પરભાવ છે તે આત્માને ભાવ એ સ્વભાવ છે.
પ્રતિબુધિ રાજા શરીરના બાહા ભાવમાં પડયા છે. તેમની રમણતા આત્મભાવમાં નથી. પ્રધાનના મુખેથી શ્રીદામકાંડના ગુણ શ્રવણથી તેમજ મલ્લીકુમારીનું સૌંદર્ય તેમજ ગુણેનું વર્ણન સાંભળીને મલ્લીકુમારીને પિતાની રાણી બનાવવા તૈયાર થયા. જીવની મહાદશા કેવી છે! નીચે ઉતરવું એ જીવને સ્વભાવ થઈ ગયે છે. ઊંચે જવાને વિવેક તે ભૂલી ગયેલ છે. ઉંચે ચઢવા માટે પુરુષાર્થ કરે પડે છે. નીચે તે સહજ ઉતરી જવાય છે. પાણીને ઉંચે ચઢાવવા મહેનત કરવી પડે છે પણ નીચે ઉતારવા મહેનત કરવી પડતી નથી.
પ્રતિબંધિ રાજાએ પ્રધાનને બોલાવીને કહ્યું. તમે કુંભરાજા પાસે જાવ અને પ્રભાવંતીની આત્મજા એટલે પ્રભાવતીની કુંખે ઉત્પન્ન થયેલી મલીકુમારીની માંગણી કરે. આ રાજાને ક્યાં રાણીઓ ઓછી હતી ? શું રાણીઓને તૂટે હતે? “ના”. પણ જેમ અગ્નિ ઉપર રાખ નાંખો તે ઢંકાઈ જાય છે પણ પવનને ઝપાટે લાગતા આગ્ન પ્રજવલિત થાય છે, તેમ આ રાજા અને મલ્લીકુમારીને પૂર્વને નેહ ઢંકાયેલ હતે. પણ મલ્લીકુમારી નામ પડતાં તેમને સ્નેહ જાગૃત થયે. તેથી પ્રધાનને કહ્યું. આપ જઈને કહેજો કે અમારા મહારાજાને મલીકુમારીને પટરાણી બનાવવી છે. મલ્લીકુમારી જેવી પટ્ટરાણી હોય તે અમારા રાજ્યની શોભા છે. તેઓ કદાચ હા-ના કરે તે કહેજે કે આવા અનુપમ ગુણવાળી મલ્લીકુમારીને જે આપ અમને આપશે અને તેના બદલામાં આપ કદાચ મારું આખું રાજ્ય માંગશે તે પણ દઈ દેવા તૈયાર છું.
"બંધુઓ ! કેટલે રંગમહ ! અહાહા... એક કન્યા પરણવા આખું રાજ્ય બક્ષીસ કરવા તૈયાર થયા. દિલ્હીના શેઠના દીકરા ઈલાચીએ નટકન્યાને પરણવા