________________
શારદા શિખર લઈ જઈને કહ્યું. હવે ઈપ્રભા.... ઈન્દ્રપ્રભા કહીને શું મારો ફજેતે કરવા ઉઠ છે? મેં તને પહેલાં ઘણું સમજાવ્યા છતાં સમયે નહિ. હવે છાનામાને અહીંથી ચાલ્યા જા. નહિતર રાજા આવશે તે તને મારી નાંખશે. આટલું કહેવા છતાં મોહમાં પહેલે રાજા કહે છે હે ઈદુપ્રભા! તું મારી પ્રિય રાણી છે ને હું તારે પ્રાણું પ્રિય પતિ છું. તારા વિના હું જીવી શકું તેમ નથી. મને જીવાડે એ તારા હાથની વાત છે. માટે તું ચાલ. આપણે બટપુર જઈએ ત્યારે ઈન્દુભા ગુસ્સે થઈને કહે છે. હવે હું તારી રાણી નથી. હમણાં મધુરાજા આવશે ને તને જેશે તે મારી નાંખશે. માટે જલદી આ નગરી છોડીને ચાલ્યા જા. રાણીના શબ્દો સાંભળીને હેમરથ રાજાને ખૂબ દુઃખ થયું. અરેરે... ઈદુપ્રભા ! તારે માટે તે મેં રાજય છોડયા ને ભેખ લઈને ભટકું છું ને તું આ શું બેલે છે? રાણી કહે છે હવે મારે તારી વાત સાંભળવી નથી. તું ચાલ્યા જા. તું મારા પતિ નથી, ને હું તારી પત્ની નથી. આમ રકઝક કરે છે. હવે શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૭૦
ભાદરવા વદ ૭ ને બુધવાર
તા. ૧૫-૯-૭૬ સ્વાદુવાદના સર્જક, મોક્ષમાર્ગના પથદર્શક, ભવ્ય જીના ઉધ્ધારક એવા વિતરાગ ભગવાને જગતના જીવને ઉપદેશ આપતાં ફરમાન કર્યું કે હે માનવ! તું તે સૌથી મટે વહેપારી છું. મોટા વહેપારી મોટે (ઘણે) નફો મેળવે છે. સંસાર વ્યવહારમાં પણ આપ જાણે છે કે મેટે વહેપારી કેને કહેવાય છે ને નાને વહેપારી કેને કહેવાય છે? જે મોટા વહેપારી પાસેથી થોડે માલ લઈને ગામ અથવા નગરમાં તેનું વેચાણ કરે છે તે ના વહેપારી કહેવાય છે. અને એવા નાના વહેપારીની દુકાને સંખ્યાબંધ જોવામાં આવે છે. પરંતુ લાખો અને કરેડની મિલક્તથી જે મોટા પાયા ઉપર વહેપાર કરે છે, જે અનેક દેશોમાં પોતાની દુકાને, ફેકટરીઓ અને કંપનીઓની શાખા ખોલે છે, જેને માલ પરદેશમાં જાય છે, અને જે પરદેશથી માલા અહીં મંગાવે છે તેને તમે મેટા વહેપારી કહે છે ને ? “હા”. આ ન્યાયથી જ્ઞાની આપણને એ સમજાવે છે કે ચોરાશી લાખ છવાયોનિમાં અસંખ્યાતા અને અનંતા જીવે છે. તે પોતાના કર્મો અનુસાર એક નિમાંથી બીજી યોનિમાં જન્મ-મરણ કરે છે. મનુષ્ય સિવાયના કેઈ પણ જીવે બધા નાના વહેપારી કહેવાય છે. કારણ કે તે ઉત્કૃષ્ટ કરણી રૂપ મટે વહેપાર કરીને કેવળજ્ઞાન અને કેવળદર્શન રૂપી અમૂલ્ય ન મેળવીને મોક્ષગતિમાં જઈ શકતા નથી. આ સંસારમાં ફક્ત માનવ એ છે