________________
છેઠ
શારદા થ્રિખર કે જે ઉત્કૃષ્ટ સાધના રૂપ મટે વહેપાર કરીને કેવળજ્ઞાન રૂપી સર્વોત્કૃષ્ટ ધન કમાઈને મોક્ષની ટિકિટ મેળવીને મેક્ષમાં પહોંચી શકે છે. મેક્ષની ટિકિટ તમારા કાગળની નેટથી મળી શકતી નથી, તેને ખરીદવાને માટે જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ અને દાન રૂપી કિંમતી નાણું જોઈએ.
મહાન પુરૂ કહે છે જે તેને ધન બહુ પ્રિય છે તે તું મેટે વહેપાર કરીને આત્મિક ધન જ્ઞાન-દર્શન આદિ ઉપાર્જન કરી લે. અને તે ધન જગતમાં જે બે કે છે તેમાં નહીં મૂકતાં ભગવાનની સધ્ધર બેંકમાં મૂકી દે. પછી જે તેનું પરિણામ કેવું આવે છે? મૃત્યુલોકની બેંક તે થોડું વ્યાજ આપે છે પણ ભગવાનની બેંક તે એટલું વ્યાજ આપશે કે તે ધનથી તું મોક્ષના શાશ્વત સુખ ખરીદ કરી શકશે. પરંતુ જીવ અજ્ઞાન દશાને કારણે આત્મિક ધનને ભૂલીને ભૌતિક ધન મેળવવા માટે ફાંફા મારી રહ્યો છે. તે પિતાના શુધ સ્વરૂપને ભૂલી ગયા છે. તેને વિવેક વીસરાઈ ગયે છે. હું કેણ છું? મારું શું સ્વરૂપ છે ? એ વાત બધી ચૂકી ગયા છે. એટલા માટે જ્ઞાની પુરૂષ કહે છે કે
અનંત કાળથી આથડ, વિના ભાન ભગવાન,
સેવ્યા નહીં ગુરૂ સંતને, મૂકયું નહિ અભિમાન. જીવ ૮૪ લાખ છવાયેનિમાં અનંતકાળથી આથડી રહ્યો છે. ભવમાં ભટકી રહ્યો છે. છતાં હજુ તેની રખડપટ્ટી બંધ થતી નથી. તેનું શું કારણ? હજુ આત્માને પિોતાના સ્વરૂપનું ભાન થયું નથી. કેઈ વાર પગપાળા મુસાફરી કરવાનો પ્રસંગ આવે ને બે ચાર માઈલ ચાલવું પડે તે ઘેર આવીને શું કહે ? આજે તે થાકી ગયો છું. કેઈ સંત-સતીજી સાથે સાયન સુધી કઈ વાર વિહાર કરીને જાવ તે. પણ ઘેર આવીને કહેશે કે આજે તે પાંચ માઈલ ચાલે છે તેથી થાક લાગ્યો છે. પણ આ આત્મા કેટલા કાળથી રખડે છે ? અનંતકાળથી આત્મા ભવાટવીમાં ભલે પડે છે. ભવાટવીમાં રખડતા અનંત કાળ કાઢયે છતાં હજુ થાક લાગ્યો છે ખરો ? કંટાળે આવ્યું છે ખરે? એક માણસ દશ પંદર વર્ષથી રેગથી પીડાતું હોય તે એને કંટાળો આવે ને ? હવે મને કેઈ આ રોગ મટાડનાર મળે તે સારું. જ્યારે આ રોગમાંથી જલ્દી મુક્ત થાઉં? આ તે દ્રવ્ય રોગ છે છતાં જીવને કંટાળો આવે છે. આપણે આત્મા અનંતકાળથી કર્મના રોગથી ઘેરાયેલો છે છતાં તેને કંટાળે આવતો નથી ને કર્મને રેગથી મુક્ત બનવાનું મન થતું નથી. જીવને સંસારના કાર્યોમાં થાક લાગતું નથી. જ્યાં આત્મસાધના કરાતી હોય ત્યાં થાક લાગી જાય છે, ને કંટાળે આવે છે. એક પથરણે ચાર-પાંચ સામાયિક કરી તે કહેશે કે મહાસતીજી ! મારી કમ્મર દુખવા આવી છે અને દુકાનમાં તમે ઘરાકને સમજાવવા કેટલીવાર ઉઠ બેસ