________________
શારદા શિખર કેશીમાએ પૂછયું–દીકરા ! તું જીવતે છે? આમ પૂછવાનું કારણ પૂછયું ત્યારે ડોશીમાએ સર્પની વાત કરી. એટલે બાર વર્ષે તેનું ઝેર ચઢયું. ત્યાં ને ત્યાં મૃત્યુ પાપે. જે પૂર્વનું સ્મરણ કરાવ્યું ન હોત તે કાંઈ વાંધો ન આવત. સ્મરણ થયું તે ઝેર ચઢયું. તેમ પૂર્વના કામગનું સ્મરણ કરવાથી ઝેર ચઢે છે. માટે જેને શુધ્ધ બ્રહાચર્યનું પાલન કરવું હોય તેણે પૂર્વના કામોનું સ્મરણ કરવું નહિ. બ્રહ્મચર્ય એ કિંમતી કહીનુર રત્ન છે. તમારા રને સાચવવા એક તિજોરી છે પણ બ્રહ્મચર્ય રૂપી રનનું જતન કરવા માટે નવ વાડ રૂપી નવ તિજોરીઓ છે. તે વિચાર કરે. એ રન કેટલું કિંમતી હશે !
પ્રતિબુધ્ધિ રાજાએ મલીકુમારીનું નામ સાંભળ્યું. તેના સૌંદર્યની પ્રશંસા સાંભળી અંદર બેઠેલા વિષયરૂપી વિષધરે ફૂંફાડો માર્યો કે બસ, એ મલલીકુમારીને મારી રાણી બનાવું તે મારું અંતેઉર શેભી ઉઠે. એટલે તેણે તને બોલાવી મિથિલા નગરી જઈને કુંભક રાજા પાસે મલ્લીકુમારીની માંગણી કરવા કહ્યું ને કહ્યું કે મલ્લીકુમારી ખૂબ સૌંદર્યવતી છે ને ગુણવાન છે. શિવ ના તાં જણા આવી અનુપમ ગુણ અને અદ્દભૂત સૌંદર્યવતી તે મલ્લીકુમારી પિતાના શુક રૂપે (મૂલ્ય રૂપે) મારું આખું રાજ્ય માંગશે તે હું મારું આખું રાજ્ય તેને સમર્પિત કરવા તૈયાર છું. જુઓ, મોહનીય કર્મ કે નાચ નચાવે છે. પ્રતિબુધ્ધિ રાજાને શું રાણી ન હતી ? હતી. છતાં મલ્લીકુમારીને પરણવા માટે રાજ્ય આપવું પડે તે આપવા તૈયાર થયા. હવે આ મહરાજા શું કરશે, કેવી રમત રમાડશે ને શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર :- અહીં પણ મેહનું નાટક કેવું છે? મધુરાજા અને પ્રભા રાણી બંને પહેલેથી પરણેલાં હોય તે રીતે સુખ ભોગવવા લાગ્યા. હવે ઈન્દ્રપ્રભાને હેમરથ રાજા યાદ પણ આવતા નથી. એના સતીત્વમાં ખામી હતી. જે તે ભારતની સતી સ્ત્રીઓ જેવી હતી તે પ્રાણ દઈ દેત પણ શીયળ ખંડિત થવા દેતા નહિ. મોહનીય કમેં નાચ નચાવ્યો અને લાજ શરમ છેડીને મધુરાજા સાથે વિલાસ કરવા લાગી.
હાથનાં કર્યા હૈયે વાગ્યા : હેમરથ રાજાના મંત્રી-કંચુકી વિગેરેએ સમાચાર આપ્યા. પહેલાં રાજાના માનવામાં ન આવ્યું પણ અંતે માનવું પડયું ને તેને ખૂબ આઘાત લાગ્યા. અને રાજા બેભાન બની ગયા. ખૂબ ઉપચાર કર્યો એટલે ભાનમાં આવ્યા. પછી કહે છે પ્રધાનજી ! તમે જલદી સિન્ય તૈયાર કરે. એ કીડી જે મધુરાજ એના મનમાં શું સમજે છે? હું એને ચપટીમાં ચાળી નાંખીશ. ત્યારે પ્રધાને કહ્યું- સાહેબહવે રહેવા દે. કીડી જે એ નથી, તમે એની આગળ કીડી