________________
શારદા શિખર
૬૪૫ આ પ્રમાણે સુબુધિ પ્રધાનના મુખેથી શ્રીદામકાંડના ગુણશ્રવણથી તેમજ મલીકુમારીના સૌંદર્ય વિગેરે ગુણોની ચર્ચા સાંભળીને તેને હૃદયમાં અવધારિત કરીને ખૂબ હર્ષિત થયેલાં પ્રતિબુધ્ધિ રાજાએ તને બોલાવીને આ પ્રમાણે કહ્યું___ " गच्छाहि णं तुम देवाणुप्पिया ! मिहिलं रायहाणि, तत्थणं कुंभगस्स रण्णा धूयं पभावईए देवीए अत्तयं मल्लिं विदेह रायवर कण्णगं मम भारियत्ताए वरेहिं । "
હે દેવાનુપ્રિય! તમે મિથિલા રાજધાનીમાં જાઓ, અને પ્રભાવતીદેવીના ઉદરથી જન્મ પામેલી કુંભક રાજાની પુત્રી મલ્લીકુમારીની મારી વધુના રૂપે યાચના કરે, એટલે કે તમે મિથિલા નગરીમાં જઈને કુંભક રાજાને એમ કહે કે સાકેત નગરના અધિપતિ પ્રતિબુધિ રાજા તમારી પુત્રી જે પ્રભાવતીદેવીની આત્મજા એટલે કે પ્રભાવતીએ જેને જન્મ આપે છે તે મલ્લીકુમારીને પરણવા ઈચ્છે છે. તે તમે તે વાતને સ્વીકાર કરે. અહીં પ્રભાદેવીની પુત્રી કહેવાનું કારણ એક જ છે કે રાજાને ઘણી રાણીઓ હેય ને ઘણી કુંવરીઓ હેય તેથી બીજી કુંવરીની માંગણી કરે છે તેમ ન સમજે તે માટે પ્રતિબુધ્ધિ રાજાએ સ્પષ્ટ વાત કહેવડાવી હતી.
આ સંસારને રાગ કે છે ! પૂર્વભવમાં મિત્રો હતા. ત્યાં કેવી ઉત્તમ સાધના કરી હતી ! ત્યાંથી કાળ કરીને બધા એક વિમાનમાં દેવ થયા હતા. અને ત્યાંનું આયુષ્ય પૂરું કરીને જુદી જુદી જગ્યાએ જમ્યા છે. આ મિત્ર રાજાઓને ખબર નથી કે અમારે એની સાથે પૂર્વને શું સ્નેહ છે? પણ મલ્લીકુમારી તે અવધિજ્ઞાનના બળથી બધું જાણે છે. એટલે એમણે તે બધી તૈયારી કરી રાખી છે. આપણે તે એ વાત સમજવી છે કે પૂર્વને સનેહ જાગૃત થતાં મનુષ્યના મનમાં કેવી ભાવના જાગૃત થાય છે. મલ્લીકુમારીનું નામ અને તેના રૂપ-ગુણની પ્રશંસા સાંભળીને પ્રતિબુધ્ધિ રાજાને તેના પ્રત્યે મોહ જાગે ને પિતાની રાણી બનાવવાનું મન થયું. એને જોઈ પણ નથી. ફક્ત પ્રધાનના મુખેથી સાંભળીને પરણવાનું મન થયું તે સામાન્ય વાત નથી. આ તે પૂર્વના નેહના કારણે બન્યું.
આ સંસારમાં વિષય વાસનાનું પ્રબળ જેર છે. અંતરમાં સૂતેલે વિષયરૂપી વિષધર નથી જાગે, તેણે ફૂંફાડા નથી માર્યો ત્યાં સુધી સારું છે. કામ વિકારની એક કથા કરવાથી પણ કામને કીડે જાગી ઉઠે છે. બ્રહ્મચર્યનું પાલન કરવા માટે નવ વાડ બતાવી છે. તેમાં છઠ્ઠી વાડમાં કહ્યું છે કે બ્રહ્મચારી સાધુ-સાધ્વી હેય અગર શ્રાવક-શ્રાવિકા હોય તેમણે પૂર્વે જે કામગ ભેગવ્યાં છે તેને યાદ કરવાં નહિ. જે યાદ કરે તે સર્ષ અને કઠીયારાનું દષ્ટાંત આપ્યું છે. વગડામાં વસતા શીમાએ કઠીયારાને રોટલે ને કઢી ખવડાવીને મોકલ્યા. એના ગયા પછી ખબર પડી કે છાશની ગોરસીમાં સર્પ લેવાઈ ગયો હતે. બાર વર્ષે તે પાછો આવ્યો ત્યારે