________________
શારદા શિખર કરતા. આ કારણે બાજુમાં રહેતે મુસલમાન ધર્મની વાત સાંભળતાં ધર્મ પામ્યને તેને હદયમાં જૈન ધર્મની ખૂબ ચેટ લાગી. આથી તેણે મુસ્લીમ ધર્મને ત્યાગ કર્યો. પરિણામે તે અહિંસક બન્યા. શેઠને તેથી ખૂબ આનંદ થયે. મુસલમાન જૈન બનતા તેની જ્ઞાતિએ તેને ત્યાગ કર્યો ને ધમકી આપી કે તું જૈન ધર્મનો ત્યાગ નહિ કરે તે તને દીકરી નહિ આપીએ. છતાં તે ધર્મથી ડગે નહિ. તેના સંતાન પણ એટલા જ દઢ રહ્યા. દિવસો જતાં શેઠની પુન્નાઈ ઘટી અને લક્ષ્મી ગઈ. ધીમે ધીમે લક્ષમીથી ઘસાતા ગયા ને શરીરથી પણ ઘસાતા ગયા. પરિણામે બંને માણસે કાળના ભેગ બની ગયા. દીકરે નિરાધાર બની ગયે. આપ જાણે છે ને કે ધનવાનના સહુ સગા થાય છે. તે રીતે શેઠ ખૂબ દાનવીર હતા ને લાખોને પાળતા હતા. દયાળુ શેઠે લાખના આંસુ લુછયા પણ આજ એના દીકરાના આંસુ લૂછનાર કેઈ નથી. દીકરાની સગાઈ કરેલી હતી પણ ગરીબ થતાં વેવાઈ પણ બદલાઈ ગયા ને દૃષ્ટિ પણ બદલાઈ ગઈ. હવે એવા ગરીબને કેણ પરણાવે ?
સંસારનું સુખ માનવ સાથે નથી પણ મીલ્કત સાથે છે. છતાં તમને સંસાર મીઠો મધુર લાગે છે. સમય જતાં શેઠને દીકરે યુવાન થયે. નેકરી કરીને માંડ પેટ ભરે છે. તેને લોકે કહેવા લાગ્યા કે છોકરા ! તારી ફલાણા શેઠને ત્યાં સગાઈ થયેલી છે. તારા મા-બાપ છોકરીને ઘણું દાગીના આપેલા છે. તે તું માંગણી કર. કાં તે તમારી છોકરી પરણાવે, કાં તે મારા દાગીના પાછા આપો. શ્રેષ્ઠી પુત્રે સસરાને ઘેર જઈને કહ્યું- મારી આ બે માંગણી છે. તેમાંથી એક પૂરી કરે. આ સાંભળી શેઠ ખૂબ ગુસ્સે થયા ને જમાઈનું અપમાન કર્યું. આ વાતની છોકરીને ખબર પડતાં છોકરીએ કહ્યું કે પિતાજી! કન્યાને પતિ એક જ હોય છે. તેમ મારે મન તે મારે ભગવાન છે. હું તેને જ પરણીશ. છેવટમાં શેઠનું ન ચાલ્યું. તેથી તેને કહ્યું કે તમે બે હજાર આપે તે મારી કન્યા પરણાવું. હવે જ્યાં પાઈના સાંસા હોય ત્યાં બે હજાર કયાંથી લાવવા? આ વાત મુસલમાને જાણી. તેણે કહ્યું કે હું આપને એક શરતે આપું. તે શરત એ કે તમે બંને જાતે કમાઈને પાછા ન આપે ત્યાં સુધી અણીશુદ્ધ બ્રાચર્ય પાળવું. મારે વ્યાજ નથી જોઈતું. સમજાય છે ? મુસલમાન ભાઈને બ્રહ્મચર્યની કેટલી ધગશ જાગી છે ! છેવટે આ રીતે કબૂલ કરીને આવ્યા બાદ લગ્ન કર્યો.
પરણીને આવ્યા બાદ છોકરીને ખબર પડી કે આમ બન્યું છે. આ ધમીઠ છોકરી ખૂબ ખુશી થઈ. પછી છોકરીના માતા-પિતાને ખૂબ પશ્ચાત્તાપ થી પણ બંને ખૂબ મક્કમ રહ્યા. અને ગામ છોડી બીજે ગામ ગયા. સ્ત્રીએ પુરૂષનો પિશાક પહેર્યો. બંને રજવાડામાં નોકરી કરવા ગયા. ધર્મના પ્રતાપે બંનેને રજવાડામાં નોકરી મળી, બંને શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે ને જીવન ખૂબ ઓછા ખર્ચે નભાવી પૈસા બચાવી