________________
૬૪છે.
શારદા ક્રિખર વચને સાંભળીને હિંમત કરીને ઈન્દ્રપ્રભાએ કહ્યું. હે મહારાજા! તમે તે અમારા પાલક પિતા સમાન છે. તમને શું આ શેભે છે? પરસંગથી લેકમાં નિંદાને પાત્ર બનાય છે, મિત્ર સાથેની મિત્રતા તૂટી જાય છે, મનને તાપ વધે છે ને બળને ક્ષય થાય છે. રાજ્યને ને ધનને નાશ થાય છે. જગતમાં કલંકિત બનાય છે. પરસ્ત્રીના સંગથી જીવને નરકમાં જવું પડે છે. આટલા માટે પરસ્ત્રીને ત્યાગ કરે જોઈએ. વળી હે મહારાજા ! આપે એવું કયાંય સાંભળ્યું છે કે પાણીમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે? મેઘમાંથી અંગાર વૃષ્ટિ, સૂર્યમાંથી અંધકારની ઉત્પત્તિ અને ચંદ્રમાંથી અંગારા ઝરે છે? સમુદ્ર કદી પિતાની મર્યાદા છોડે છે ? તેમ આવા મેટા મહારાજાએ કદી પરસ્ત્રીમાં આસક્ત બને ખરા? રાજા તે હંમેશા પરસ્ત્રીના ત્યાગી હોય ને તમે આ શું કરે છે? જરા સમજે. આ ઈન્દ્રપ્રભાના વચનની કામી મધુરાજાના દિલમાં હેજ પણ અસર ન થઈ. જેમ ક્ષારભૂમિમાં ગમે તેટલો વરસાદ વરસે છે તે નકામે જાય છે. સર્પને ગમે તેટલું દૂધ પીવડાવવામાં આવે તે તે ઝેર બની જાય છે. તેમ ઈદુભાને ઉપદેશ મધુરાજા માટે નકામે ગયે અને નિર્લજ થઈને મધુરાજાએ ઈન્દુપ્રભા ઉપર બળાત્કાર કરી તેનું ચારિત્ર લૂંટયું.
બંધુઓ આ ભારતભૂમિમાં કંઈક સતી સ્ત્રીઓ થઈ ગઈ છે. જેમણે શીયળનું રક્ષણ કરવા માટે પ્રાણ કાઢયા છે. રાણકદેવી ઉપર જ્યારે સિધ્ધરાજની દષ્ટિ બગડી અને તેનું શીયળ ખંડન કરવા તૈયાર થયો ત્યારે સતીએ પોતાના પ્રાણ દઈ દીધા. ચંદનબાળાની માતા ધારિણી દેવી ઉપર રથ ચલાવનારા સારથીની દૃષ્ટિ બગડી ત્યારે જીભ કરડીને મરી ગઈ. આવી તે કંઈક સતી સ્ત્રીઓએ શીયળની રક્ષા માટે પ્રાણના બલિદાન દીધા છે. પણ શીયળનું ખંડન થવા દીધું નથી. આ ઈદુપ્રભા સમજતી હતી કે મારા ઉપર મધુરાજાની કુદષ્ટિ થઈ છે. એટલા માટે તે આવવા તૈયાર ન હતી. રાજા તેને મૂકીને ગયા ત્યારે પણ તેને દુઃખ થયું. રાજાએ તેને રાત્રે પિતાના મહેલે શા માટે બેલાવી હતી. તેનું કારણ તે સમજી ગઈ હતી. છતાં ચારિત્રનું રક્ષણ કરવા સમર્થ થઈ શકી નહિ ને રંક જેવી બનીને રાજાના બાહુપાશમાં જકડાઈ ગઈ. તે એના સતીત્વમાં કચાશ કહેવાય. તેનું શીયળ ખંડિત થયું. એક દિવસ તે તેના દિલમાં ખૂબ ધ્રુજારી થઈ કે આ શું થઈ ગયું ? ખૂબ રડી. પણ મધુરાજાના મીઠા મધ જેવા વચને, તેના હાવભાવ જોઈને તેના મનમાં થયું કે હવે તે જે બનવાનું હતું તે બની ગયું. આવા વિચારથી તેને શેચ ઓછો થયે. બે-ત્રણ દિવસ મનમાં સંકેચ રહ્યો. પછી તે એ મધુરાજાના પ્રેમમાં પડી ગઈ. અને પિતાના પતિને ભૂલી ગઈ.
આહાહા ! સંસારમાં મહની વિટંબણા કેવી છે. એક વખત હેમરથ રાજાને