________________
શારદા શિખર
પ વિષયલંપટ મધુરાજાની અધમતા” : સૂર્યાસ્ત થયે. રાત પડી એટલે રાજાએ મંત્રીને કહ્યું. હવે મારી પાસે ઈન્દ્રપ્રભાને લઈ આવે. મંત્રીને આ કાર્ય કરવું ગમતું નથી. પણ રાજાની આજ્ઞાથી બધું અનિચ્છાએ કરવું પડે છે. તેણે એક દાસીને ઈન્દ્રપ્રભા પાસે મોકલી. દાસીએ આવીને ઈન્દ્રપ્રભાને કહ્યું. અમારા મહારાજાએ આપને સમાચાર મોકલાવ્યા છે તે સાંભળો. ઈન્દ્રપ્રભાએ કહ્યું રાજાએ જે કહ્યું હોય તે મને તું કહે. એટલે દાસીએ કહ્યું કે આપના પતિ હેમરથ રાજા આપને અહીં મૂકીને ગયા છે. તેમણે રસ્તામાં અધવચથી એક દૂત મોકલીને મધુરાજાને કહેવડાવ્યું છે કે જે આપને મારી સાથે મિત્રતા રાખવી હોય તે આપ તેને જે આભૂષણે આપવાના હોય તે આપીને જદી મારી પાસે મોકલી આપે, તેથી મધુરાજા આપને જલદી લાવે છે. આજ રાત્રે રાજા આપને આભૂષણો આપીને સવારે આપના પતિ પાસે મોકલી આપશે. માટે તમે રાજાના મહેલે ચાલે.
ઈન્દ્રપ્રભા બધું સમજી ગઈ. નક્કી મને તેના મહેલમાં લઈ જવા માટેનું આ કાવવું છે. જે મારા પતિને મને બોલાવી હતી તે મેં એમને ઘણું સમજાવ્યા છતાં શા માટે મૂકીને ગયા? એમને એટલો પણ ખ્યાલ ન આવે કે બધા રાજાની રાણીઓ માટે આભૂષણે તૈયાર થઈ ગયા ને એક મારા માટે જ ન થયા? મેં તેમને સમજાવવામાં કયાં બાકી રાખી છે. છતાં તે માન્યા નથી. એ શું મને રસ્તામાંથી બેલાવે? આ વાતમાં ભેદ છે. તેણે દાસીને કહ્યું. બહેન ! હું અત્યારે નહિ આવું. તે રાજાને જઈને કહે કે રાત્રે પરાયા પુરૂષના મહેલે જવું તે સતી સ્ત્રીને ધર્મ નથી. દાસીએ ઘણું સમજાવી છતાં ઈન્દ્રપ્રભા ન ગઈ ત્યારે બીજી બે ત્રણ દાસીઓને મોકલીને કહેવડાવ્યું કે તમારે રાજાના મહેલે આવવું પડશે. પરાણે દાસીઓએ તેને તૈયાર કરી. ઊંડા નિસાસા નાંખતી ધ્રુજતા પગે રાણી રાજાના મહેલે ગઈ. દૂરથી ઈન્દ્રપ્રભાને દાસીઓની સાથે આવતી જોઈને મધુરાજા મહેલના સાતમે માળે ચઢી ગયા. બધી દાસીઓને નીચે ઉભી રાખી એક દાસી ઈન્દ્રપ્રભાને લઈ સાતમે માળે ગઈ. દરવાજામાં પ્રવેશ કરાવીને તે પણ નીચે ઉતરી ગઈ.
- જે ઈદુપ્રભાએ પ્રવેશ કર્યો કે તરત રાજાએ બારણાં બંધ કરી દીધા. રાણી સમજી ગઈ કે હવે મારું આવી બન્યું, જેમ વાઘને જોઈને ગાય ડરી જાય તેમ રાણી ભયભીત બનીને પ્રજવા લાગી. ત્યારે મધુરાજાએ તેને કહ્યું- હે ઈન્દ્રપ્રભા ! હવે તું શા માટે કરે છે? તારો પતિ હેમરથ રાજા તે મારો દાસ છે. હવે તેને ડર છોડી મારી સાથે સુખ ભોગવ. હું તને મારી પટરાણી બનાવીશ. તું મારું કહ્યું માની જા. મારા જે રાજા તને નહિ મળે.
ઇન્દ્રપ્રભાને ઉપદેશ -રાણું ભયથી ધ્રુજતી હતી. છતાં કામાતુર મધુરાજાના