________________
१४४
શારદા શિખર રથ તૈયાર કરે. પદ્માવતી દેવીની આ પ્રમાણે આજ્ઞા સાંભળીને કૌટુંબિક પુરૂષ તેમની આજ્ઞા મુજબ રથમાં બળદ જોતરીને લઈ આવ્યા.
દેવાનુપ્રિયે! તમને એમ થતું હશે કે રાણી કૌટુંબિક પુરૂષને આજ્ઞા કરે છે તે શું આ કામ કરનારા રાણીનાં સગાં કુટુંબીજને હશે? અહીં કૌટુંબિક પુરૂષથી સગાવહાલાં સમજવાનાં નથી. પણ રાજયમાં કામ કરનારા માણસો છે, પણ આગળનાં મહારાજાઓ પિતાના નેકર ચાકરેને પણ પોતાના કુટુંબીજને સમાન ગણતાં હતાં. તેમાં ભેદભાવ રાખતાં ન હતાં. “આત્મવત સર્વભૂતેષ” તે જગતના દરેક પ્રાણીઓને પિતાના આત્મા સમાન ગણતાં હતાં. કૌટુંબિક પુરૂષ રાણીની આજ્ઞા પ્રમાણે રથ તૈયાર કરીને લાવ્યા. જ્યારે રથ સજજ થઈને આવી ગમે ત્યારે પદ્માવતી દેવીએ રણવાસમાં (રાણીને રહેવાનું સ્થાન) નાન કર્યું. સ્નાન કરવું તે પણ એક પ્રકારની શોભા છે. એટલે સાધુ જાવજીવ સનાન કરતા નથી. ગૃહસ્થાશ્રમમાં વસતા કંઈક છે પણ ધર્મ સમજ્યા પછી અનિવાર્ય સંજોગ સિવાય નાના કરતાં નથી. આવા જ પણ મોજુદ છે. આજે તે કપડાં ધોવાનું ને સનાન કરવાનું વધી ગયું છે. સ્નાન કર્યા વિના ચેન પડતું નથી. મેલાં કપડાં ગમતાં નથી. પણ ભગવાન કહે છે કે તને શરીર અને મેલાં કપડાં ગમતાં નથી તો આત્માને મેલે રાખ કેમ ગમે છે ? શરીર અને કપડાં મેલાં હશે તે કંઈ નુકશાન નહિ થાય. પણ આત્મા મેલે રહેશે તે મોટું નુકશાન થશે. માટે દેહ શુદ્ધિ કરતાં આત્માની શુદ્ધિ કરવાનું વધુ લક્ષ રાખો.
પદ્માવતી રાણી સ્નાન કરી સારા વસ્ત્રાભૂષણે પહેરીને રથમાં બેસી ગઈ. ત્યાર બાદ પદ્માવતી દેવી પિતાના દાસ-દાસીઓ વિગેરે પરિવારની સાથે સાકેત નગરના બરાબર મધ્યમાર્ગમાં થઈને પસાર થયા, નગરના મધ્ય બજારોમાં થઈને રાણી મોટા રસાલા સાથે પસાર થાય છે. નગરજને રાણીને નાગ મહત્સવ ઉજવવા માટે જતાં જોઈને આનંદ પામે છે. રાણી આનંદપૂર્વક રૂમઝુમ કરતા જાય છે. નાગઘર જતાં માર્ગમાં સુંદર ખીલેલાં કમળાથી યુક્ત એક વાવડી આવે છે ત્યાં પદમાવતી રાણી પહોંચ્યા. હવે તે વાવડીમાં જઈને શું કરશે તેના ભાવ અવસરે.
ચરિત્ર – કમજવરથી પીડાતે મધુરાજા અયોધ્યામાં આવ્યા. નગરજનોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું પણ રાજાનું મુખડું સહેજ પણ હસતું નથી. ભુજાબળથી દશલાખ સુભટને જીતવા મહેલ છે પણ કામને જીત મુશ્કેલ છે. મધુરાજા બળવાન ભીમરાજા ઉપર વિજય મેળવી શકે પણ કામવાસના ઉપર વિજય મેળવી શકે. નહિ તેથી એને કયાંય ચેન પડતું નથી.
મધુરાજાને પ્રસન્ન કરવા કરેલા ઉપાયે - રાજાનું મુખડું ઉદાસ જોઈ