________________
વ્યાખ્યાન ન. ૬૮ ભાદરવા વદ ૫ ને સોમવાર
તા. ૧૩–૯-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન !
અનંતજ્ઞાની ભગવતે સિધ્ધાંતમાં ફરમાવે છે કે અનાદિકાળથી આપણે આત્મા કર્મના બંધનમાં જકડાઈને ચગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. “ ૪ ના માળ સુ ? કર્મ એ જન્મમરણનું મૂળ છે. અનાદિકાળથી આ કર્મો આત્માને કનડગત કરી રહ્યા છે. કર્મો અનાદિકાળથી આત્માની સાથે હતાં ને વર્તમાનકાળમાં છે. તેથી હજુ જીવની મુક્તિ થતી નથી. અહીં કેઈને શંકા થાય કે આત્મા તે શુધ્ધ સ્વરૂપી અને નિર્મળ છે તે તેને કર્મો લાગ્યા કેવી રીતે ? જ્ઞાની ભગવતે જીવેને સમજાવે છે કે જીવ વિભાવ દશાથી કર્મો બાંધે છે અને સ્વભાવમાં સ્થિર થાય ત્યારે આત્મા કર્મોને તેડે છે.
તમે સોનાની ખાણ જેવા માટે જાઓ તે તેમાંથી નીકળતી ચમકતી ધૂળ જોઈને તમને એમ નહિ લાગે કે આ સોનું છે પણ આ ધૂળ સારી છે. ઘરે વાસણ માંજવા કામ લાગશે. લાવે, ડી લઈ જઈએ. પણ તે ખાણને અધિકારી કહેશે કે ભાઈ! આ ધૂળ નથી પણ સોનું છે. પણ અત્યારે તે ધૂળની અવસ્થામાં છે. હવે તેને કોઈ પૂછે કે તેનું ધૂળની સાથે ક્યારે મળ્યું? કેટલા હજાર વર્ષો પહેલાં મળ્યું ? કેણે મેળવ્યું ? તેને શું જવાબ મળશે ? સોનું અનાદિકાળથી ધૂળની સાથે મળેલું હતું. તેના સમયની મર્યાદા ન આપી શકાય. જેવી રીતે સેનું ધૂળની સાથે મળેલું છે તેમ આત્મા કર્મની સાથે મળે છે.
ઘણું એમ પૂછે છે કે આત્માની ઉત્પત્તિ કયારે થઈ? આત્મા અને કર્મની ફિલેસેફિીની અજ્ઞાનીને કયાંથી ખબર પડે ? વિજ્ઞાનને એક સિધ્ધાંત છે કે જેને જન્મ છે તેનું મરણ અવશ્ય છે. આપણે તે માનીએ છીએ કે આત્મા અમર છે તે પછી આત્માના જન્મ કે મરણ ક્યાંથી હોઈ શકે ? આત્માને કેઈએ ઉત્પન્ન કર્યો નથી. જ્યાં આત્માની ઉત્પત્તિને સ્વીકાર કર્યો ત્યાં અંત સમજી લેવાને. જેનું સર્જન થાય છે તેનું વિસર્જન તે થવાનું છે. એ એક વસ્તુનાં બે છેડા છે. જેનું સર્જન કેઈએ કર્યું નથી તેનું વિસર્જન ક્યાંથી હોય? પણ પર્યાય બદલાય છે.
બંધુઓ ! આત્માની સાથે કર્મનું મિશ્રણ થવાથી માણસની વૃત્તિઓમાં ફેરફાર થાય છે. કર્મ આ જીવને વિવિધ પ્રકારનાં નાચ નચાવે છે. દરેક કર્મનું ફળ જુદી જુદી રીતે જીવને ભોગવવું પડે છે. અને કર્મો જીવને ભવભવમાં ભમાવે છે. બંધુઓ! તમે સમજી ગયાં ને ? કેઈને ત્યાં સારે કુટુંબ પરિવાર જઈને