________________
૪૦
શારદા શિખર તેનાં રાજ્ય ઉપર પિતાના માણસોને સ્થાપિત કરી પિતાની રાજધાની તરફ પાછા ફરે છે. પણ તેના ચિત્તમાંથી ઈ-પ્રભાની યાદ ભૂલાતી નથી. તેથી તેણે મંત્રીને યાદ આપી કે હવે તમારા વચનનું પાલન કરજે. મંત્રીના મનમાં ચિંતા થવા લાગી કે હવે શું કરવું ? છતાં રાજાના સંતેષ ખાતર કહે છે આપે યાદ કરાવ્યું તે સારું થયું.
મધુરાજાને અયોધ્યામાં પ્રવેશ” રાજાને મીઠા વચનથી શાંત કરી મંત્રીએ સેનાપતિને શાનમાં સમજાવી દીધું કે આપણે અધ્યા જવા એ રસ્તે. લો કે વચ્ચે બટપુર ન આવે. મંત્રીના કહેવાથી સેનાપતિએ રાત્રે સેનાને એવા માગે ચલાવી કે ટૂંક સમયમાં મધુરાજા સિન્ય સહિત અયોધ્યાની નજીકમાં આવી ગયા. અયોધ્યામાં વાયુવેગે સમાચાર પહોંચી ગયા કે દુષ્ટ ભીમરાજાને જીતી આપણો રાજા પધારે છે તેથી સ્વાગત કરવા માટે પ્રજાજનેએ સારી અયોધ્યા નગરી શણગારી અને લોકો હર્ષપૂર્વક સ્વાગત કરવા આવ્યા. પણ રાજાના મુખ ઉપર જરાય આનંદ નથી. તેમણે મંત્રી ઉપર ગુસ્સે થઈને કહ્યું-દુષ્ટ ! તું મારે પાક વૈરી નીકળે. તે મને કપટ કરીને છેતર્યો. ત્યારે મંત્રીએ કહ્યું–રાજન ! હું આમાં કંઈ જાણતા નથી. સેનાપતિની પાછળ હું ચાલ્યો. એટલે રાજાએ સેનાપતિને ધમકાવીને પૂછ્યું. ત્યારે તેણે કહ્યું–આમાં મારે કઈ દોષ નથી. રાત્રે અંધારું હેવાથી રસ્તાને ખ્યાલ ન રહ્યો. મને માફ કરો. હવે આવું નહિ કરું. * ખૂબ આનંદપૂર્વક પ્રજાજનોએ રાજાને નગરમાં પ્રવેશ કરાવ્યું. પણ રાજાનું મન પ્રસન્ન ન થયું. સ્ત્રીઓ મંગલ ગીત ગાતી હતી, મંગલ વાજિંત્રો વાગતાં હતાં. પ્રજાજને રાજાને જ્યજ્યકાર બેલાવતા હતા પણ એના મનમાં તે ઈદુપ્રભા બેઠી હતી. તેથી તેને શેનું ગમે? કાગડે રાત્રે દેખાતું નથી, ને ઘુવડ દિવસે દેખતું નથી પણ કામાતુર મનુષ્ય તે રાત્રે ને દિવસે દેખતો નથી. હવે કામાતુર બનેલે મધુરાજા ઈદુપ્રભાને મેળવવા માટે શું ઉપાય કરશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૬૬ ભાદરવા વદ ૩ને શનીવાર
તા. ૧૧-૯-૭૬ અનંત કરૂણાનિધી, શાસન સમ્રાટ, વિરપ્રભુના મુખમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિધ્ધાંત. આપણું મહાન પુણ્યદયે આવી શાસ્ત્રની વાણી સાંભળવાને સુઅવસર મળ્યો છે. આ વાણીમાં ભગવંતે સુંદર ભાવો ઠાલવ્યા છે. મહાન પુરૂષનાં હૃદયના ઊંડાણમાંથી નીકળેલ અને અનુભવેલે શબ્દ આપણું હૃદયનું પરિવર્તન કરે છે. જ્ઞાનીઓને એકેક શબ્દ ખૂબ સમજણપૂર્વકને હોય છે, તેથી તેમને