________________
૬૨
શારદા શિખર છે. તે ખૂબ પ્રતાપી અને નીતિમાન રાજા હતા. તેમને પદ્માવતી નામની રાણી પણ ખૂબ પવિત્ર અને પતિવ્રતા હતી. સુબુધ્ધિ પ્રધાન પણ એ પવિત્ર હતા. અને શામ-દંડ તથા ભેદનીતિમાં કુશળ હતા. શત્રુને શાંતિથી સમજાવીને વશ કરે તે શામ-નીતિ છે. તેને સમજાવવાં છતાં વશ ન થાય તો યુધ્ધથી લડીને વશ કરે, તેને હરાવે, અને પિતાને આધીન કર તે દંડનીતિ કહેવાય. અને શત્રુની સેનામાં મંત્રી તેમજ સૈનિકેમાં વિરોધ ઉત્પન્ન કરે તે ભેદનીતિ છે. આવો સુબુધ્ધિ પ્રધાન વિચક્ષણ હતે. પ્રતિબુધ્ધિ રાજા ખૂબ આનંદપૂર્વક, ન્યાય નીતિપૂર્વક રાજ્ય કરતા હતા. તેમની રાજ્ય ચલાવવાની કુશળતાથી પ્રજાના હૃદયસિંહાસન પર પ્રતિબુધિ રાજાએ આસન જમાવ્યું હતું. અને પદ્માવતી રાણી સાથે સંસાનાં સુખ ભોગવતાં તેના દિવસે સુખપૂર્વક પસાર થતાં હતા. - એક વખત પદમાવતી દેવીને ત્યાં નાગક્ષના મહત્સવને દિવસ આવ્યા. આ નાગક્ષના મહોત્સવની જાણ થતાં પદ્માવતી દેવી પ્રતિબુધિ રાજાની પાસે ગઈ. જઈને હાથની અંજલિ બનાવીને તેને મસ્તકે મૂકીને નમસ્કાર કર્યા. અને ત્યાર પછી બોલી હે સ્વામીનાથ ! આવતી કાલે મારે ત્યાં નાગમહોત્સવ થશે. હું આવતી કાલે નાગમહોત્સવ ઉજવવાની છું. એટલે નાગમહોત્સવ ઉજવવાની આપની પાસેથી આજ્ઞા મેળવવા આવી છું. જે આપની આજ્ઞા હોય તો હું આવતી કાલે નાગમહત્સવ ઉજવવા માટે નાગઘર જાઉં. - આ પદ્માવતી રાજાની રાણી છે. તે રાજાને ખૂબ પ્રિય હતી. તેની જે ઈચ્છા હોય તે રાજા પૂરી કરવામાં સહેજ પણ કમીના રાખતા નથી. આ રાણીમાં કેટલે વિનય છે! પતિવ્રતા સ્ત્રી પતિને ગમે તેટલી વહાલી હોય અને એને પતિ એને પૂછીને પાણી પીતો હોય છતાં તે પતિની આજ્ઞા વિરૂદ્ધ એક કદમ પણ ઉઠાવતી નથી. રાણીને વિનય જોઈને પ્રતિબુધ્ધિ રાજા ખુશ થયા ને પ્રસન્ન થઈને કહ્યુંહે મહારાણી ! તમારી જે ઈચ્છા હોય તે પૂરી કરો. મારી આજ્ઞા છે. ત્યારે રાણીએ કહ્યું–નાથ ! હું એકલી નાગમહોત્સવ ઉજવી તેને આનંદ માણે તેના કરતાં જે સાથે આપ પધારો તો વિશેષ આનંદ આવે. માટે નાગમહોત્સવમાં આપને પધારવા હું આમંત્રણ આપું છું. તો આપ જરૂર પધારજો. આપના ત્યાં પધારવાથી નાગ ઉત્સવની શોભા વધશે.
પદ્માવતી રાણીનું કથન સાંભળીને પ્રતિબુધિ રાજાએ તેની વિનંતીને સહર્ષ સ્વીકાર કર્યો તેથી તેના દિલમાં અને આનંદ થયો. પોતાના નાગમહોત્સવમાં ખુદ મહારાજા પધારશે પછી શું બાકી રહેશે ? પિતાને તો ઉત્સાહ હેય પણ સાથે પતિનું પ્રોત્સાહન મળે તેથી વિશેષ ઉત્સાહ વધે છે. અને હેજે કાર્ય સારું થઈ