________________
૧૩૪
શારદા શિખર રાણીએ આગળ તું તે દાસી જેવી છે. એની દાસીઓ પણ તારાથી રૂપાળી હશે! માટે તારે અભિમાન મૂકીને તેમને પીરસવા માટે જા. ઈન્દુપ્રભાએ હેમરથ રાજાને ખૂબ સમજાવ્યા પણ રાજા માન્યા નહિ.
કુલીન સ્ત્રીઓ પતિના અનુચિત વિચારે એક વખત તે ચક્કસ કહી દે છે. છેવટે ન ગમતું હોવા છતાં પતિની આજ્ઞાનુસાર કાર્ય કરે છે. તેથી રાજાના વચન ખાતર સેળ શણગાર સજી પોતાના અંગે પાંગ ઢાંકીને મધુરાજાને પીરસવા માટે ઈન્દુભા રાણી ગઈ.
ઈન્દ્રપ્રભાનું સૌંદર્ય જોઈ મધુરાજામાં જાગેલ કામવાસના - રાણી તે તેના અંગોપાંગ ઢાંકી નીચી દષ્ટિથી રાજાને પીરસવા આવી. મધુરાજા ઈદુપ્રભા રાણીનું મુખ જોઈને વિચાર કરવા લાગ્યા કે અહે ! આ તે કઈ ઉવર્શી, રંભા, દેવી, સાવિત્રી, લક્ષમી કે પાતાલસુંદરી છે? શું આવી સ્વર્ગની સુંદરી જેવી સ્ત્રીઓ આ પૃથ્વી ઉપર હોય છે ખરી ? આ મનુષ્યલેકમાં જે આવી સૌંદર્યવાન સ્ત્રીઓ છે તે તે મનુષ્ય ખરેખર ધન્ય છે કે જે આની સાથે સંસારિક સુખ ભોગવે છે, આના અમૃત ઝરતાં વચને સાંભળે છે તેના કાન સફળ છે, જે એના સૌંદર્યને નીરખે છે તેના નેત્રો કૃતાર્થ છે. આની સાથે વાર્તા વિનોદ કરે છે તેની જીભ પણ સફળ છે. આ પ્રમાણે મધુરાજા પિતાના મનમાં ચિંતવી રહ્યા હતા. ત્યારે ઈદુપ્રભા ત્યાંથી નીકળીને પિતાના મહેલમાં રવાના થઈ ગઈ. એ તે રવાના થઈ અને ભેગું મધુરાજાનું મન પણ એની સાથે રવાના થયું.
કામાતુરની વિહલતા - મધુરાજા જમીને હેમરથ રાજાની રજા લઈને પિતાના સ્થાને આવીને પથારીમાં સૂઈ ગયા પણ ઈદુપ્રભાના વિચારમાં તેને ઉંઘ આવતી નથી. તે કેઈની સાથે બેલતા નથી, ખાતા-પીતા નથી કે પિતાના સૈન્યનું ધ્યાન પણ રાખતા નથી. આ સમયે મંત્રીએ કહ્યું–સાહેબ ! આપણે હવે અહીંથી પ્રયાણ કરીએ. આપની આજ્ઞા હેય તે સિન્યને તૈયાર કરું. પણ રાજા કંઈ જવાબ આપતા નથી. તે એકદમ ઉદાસ થઈને બેઠા છે. ત્યારે મંત્રીએ પૂછયું–સાહેબ! આપ કેટલી હોંશથી ભીમરાજાને જીતવા શૂરવીર બનીને નીકળ્યા છો ને આજે ઉદાસ કેમ બની ગયા ? શું આપના શરીરમાં કેઈ દર્દ થાય છે ? અગર હેમરથ રાજાએ આપનું અપમાન કર્યું છે કે ભજન કરવામાં માન સાચવ્યું નથી ? આપ મને કહે તે હું તેને ઉપાય કરું. છતાં રાજાએ કઈ જવાબ ન આપે ત્યારે પ્રધાને કહ્યું–મહારાજા! જે આ૫ આમ જ કરશે તે આખી સેના વિહવળ બની જશે. માટે આપ મને જે હોય તે કહો. કામાતુર માણસને લાજ શરમ હોતી નથી. મંત્રીએ ખૂબ પૂછયું ત્યારે મધુરાજાએ કહ્યું–મેં હેમરથ રાજાની રાણીને જ્યારથી