________________
શારદા શિખર
કહે
ન પડે કે આ ઢાંકણું છે. આવી સુંદર પ્રતિમા તૈયાર કરાવી. ત્યારપછી મલ્ટીકુમારી શું કરે છે.
“ करिता जं विउलं असणं पाणं खाइमं साइमं आहारे तओ मणुन्नाओ असणं ४ कल्ला कलि एगमेगं पिंडं गहाय तीसे कणगमईए मत्थय छिड्डाए जाब पडिमाए मत्थयंसि पविखवमाणी २ विहरइ ।"
જ્યારે તે સેાનાની પૂતળી તૈયાર થઈ ગઈ ત્યારે મલ્ટીકુમારીએ અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્યરૂપ ચારે જાતના પુષ્કળ પ્રમાણમાં આહાર તૈયાર કરાવી તે આહારમાંથી પેાતે જમતી અને ત્યારખાદ તેમાંથી એક કાળિચા લઈને કાણાવાળી સેાનાની પૂતળીના માથાના કાણામાં નાંખતી હતી.
મલ્ટીકુમારી રાજાની કુંવરી છે. રજવાડામાં તેા રાજ જાતજાતનાં ને ભાતભાતનાં સ્વાદિષ્ટ અને ઉત્તમ પ્રકારના ભેાજન મનાવવામાં આવતા હતા. મલ્લીકુમારી જ્યારે જમવા માટે એસતાં હતાં ત્યારે તે પેાતાના ભાણામાંથી બધી વસ્તુઓ ભેગી કરી તેના એક કાળિયા બનાવીને સેાનાની પ્રતિમાના માથે કાણું હતું તેમાં નાંખતાં હતા. એમણે એ પ્રતિમા અંદરથી પાલી બનાવડાવી હતી એટલે તે જે વસ્તુ નાંખે તે વસ્તુ અંદર જતી, આ રીતે સેાનાની પૂતળીમાં દરરાજ એક એક કાળિયા નાંખવાથી તેમાંથી દુર્ગંધ નીકળવા લાગી. દરેક પુદ્ગલના સ્વભાવ સડન, પડન અને વિધ્વંસન છે. સાનાની પ્રતિમા તેા સુંદર છે. પણ તેમાં જે આહારના પુદ્ગલેા રાજ પડે છે તેનાં કારણે એના મસ્તકનું ઢાંકણુ ખાલે ત્યારે ખૂબ દુર્ગંધ નીકળવા લાગી. હવે તે દુધ કેવી હતી તે શાસ્ત્રકાર ખતાવે છે.
46
से जहानाम अहिमडे वा जाव एत्तो अणितराए अमणामतराए " મરેલા અને સડેલા સાપના જેવી તે દુર્ગ "ધ હતી. અહીં યાવત્ શબ્દથી ગોમટેવા, મુળજમણે વા વિગેરે શબ્દોના સંગ્રહ થયા છે. આના અર્થ એ પ્રમાણે થાય છે કે મરીને સડી ગયેલાં ગાયના શરીર જેવી, મરેલા કૂતરા, ખિલાડા, માણસ, પાડા, ઉંદર, ઘેાડા, હાથી, સિંહ, વાઘ, વરૂ, સાપ અને દીપડા વિગેરેના શરીરની જેવી અનિષ્ટકારી દુધ હોય છે તેવી અને તેએના કરતાં પણ વધારે અનિષ્ટતર પૂતળીમાંથી દુર્ગધ નીકળતી હતી. મનને એકદમ અણુગમા થાય તેવી સથા પ્રતિકૂળ તેમાંથી દુર્ગંધ નીકળતી હતી.
દેવાનુપ્રિયા ! આ દુર્ગધ એવી ભયકર હતી કે નાક આડા ડૂચા રાખે તે પણ દુર્ગંધ આવતી. તેનાથી માણસનું માથું ફાટી જાય તેવી બેચેની થતી હતી. વિચાર કરે. આપણા શરીરમાં શું ભર્યું છે? આ શરીરમાં અશુચી પુહૂગલે ભરેલા છે,