________________
ચારા શિખર કેવા કહેવા? (હસાહસ). તમે તે રત્નચિંતામણીથી કાગડા ઉડાડે તેવા નથી. ચતુર છે. તે હવે સમયને ઓળખીને આત્મસાધના કરે તે જલ્દી મોક્ષ મળે.
આપણે અધિકાર મલ્લી ભગવતીએ પૂર્વનાં મિત્રોને બુઝવવા માટે અગાઉથી પ્રબંધ કર્યો. તેમણે પિતાના કૌટુંબિક પુરૂષોને બેલાવીને કહ્યું કે તમે અશોકવાટિકામાં અનેક સ્થંભેથી યુક્ત એક સંમોહન ઘર તૈયાર કરે, હવે તે ઘર કેવું બનાવે તે માટે કૌટુંબિક પુરૂષોને આજ્ઞા કરતાં કહે છે કે તáળ મોજણ વઘુમરમાર છ મરણ વદુ હે દેવાનુપ્રિયે ! તીર્થકર ભગવંતની વાણીમાં પણ કેવી મૃદુતા છે ! કામ કરનારા માણસોને પણ કેવા પ્રિયકારી અને મધુર શબ્દોથી બોલાવે છે ! ભગવાન કહે છે કે તમને આવી સુંદર જીભ મળી છે તો તેનાથી તમે કટુવાણીના કાંટા ન વેરશે. કેઈની મજાક કે મશ્કરી ન કરશો. કટાક્ષ ન કરશે. પણ જે વાણી બેલવાથી સાંભળનારને આનંદ આવે. એના કલેશ શમી જાય તેવી પ્રિયકારી અને મધુર વાણી બોલજે.
અહીં મલ્લીકુમારી કહે છે કે હે દેવાનુપ્રિયે! તમે અશોકવાટિકામાં એક મેટું વિશાળ અને સુંદર સંમેહન ઘર બનાવે. અને તે સંમેહન ઘરના અધવચ્ચે છ ગર્ભગૃહે બનાવે. અને તે છે ગર્ભગ્રહ પણ કેવા બનાવો?
"तीसेणं गब्भघरगाणं बहुभज्झ देसभाए जालघरथं करेह ।"
એ છ ગર્ભગૃહની વચમાં એક જાલચત બનાવે. જે ઘરની અંદરની વસ્તુઓને બહારના માણસો ઘરની જાળીઓમાંથી જોઈ લે છે તેને જાળઘર કહેવાય છે.
તમારા ઘરમાં પવન અને પ્રકાશ આવે તે માટે તમે બારીઓ અને જાળીઓ ભીતમાં મૂકાવે છે ને ? અને તે જાળીયા દ્વારા બહાર ઉભેલા માણસે ઘરમાં રહેલી ચીજોને જોઈ શકે છે. તેવી રીતે અહીં પણ મલ્લીકુમારીએ પિતાના કૌટુંબિક પુરૂષોને આજ્ઞા કરી કે તમે અનેક સ્થંભવાળું સંમોહન ઘર બનાવે. સંમોહન ઘર એટલે કે જે વ્યક્તિ તે ઘરને દેખે તેને તેમાં બેસી જવાનું મન થાય. તેના મનનું હરણ કરી લે. જેનારને આકર્ષક લાગે, જેનારની આંખ ઠરી જાય ને થાકેલાનો થાક ઓસરી જાય તેવું સંમેહન ઘર બનાવે. તે ઘરની વચમાં છ ગર્ભગૃહ બનાવે અને તે છ ગર્ભગૃહની વચમાં એક જાલઘર બનાવે. તેમાં ચારે બાજુ જાળીઓ મૂકે કે તે જાળઘરમાં રહેલી વસ્તુઓ છે ગર્ભગૃહમાં રહેલા માણસો સારી રીતે જોઈ શકે. હજુ એ જાળઘરમાં કેવી રચના કરવી ને શું બનાવવું ? તે મલીકુમારી કૌટુંબિક પુરૂષને કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર : કૂતરી મરીને જે રાજકુમારી થઈ છે તેના લગ્ન માટે તેના પિતાએ -