________________
શારદા શિખર છે? આ સમયે કુંવરીએ તે બધાને પ્રતિબંધ આપીને શાંત પાડયા ને સી પિતાના સ્થાને ચાલ્યા ગયા. કુંવરી સાધ્વી બનીને પિતાના ગુરૂની આજ્ઞામાં રહીને નિરતિચારપણે ચારિત્રનું પાલન કરવા લાગી. તે પોતાના સંયમને વધુ સમય જ્ઞાનધ્યાન અને સ્વાધ્યાયમાં વ્યતીત કરે છે.
વિશુધ્ધ ચારિત્ર પાળીને જલદી કેમ ભવટી કરું તેવી ભાવનાથી સુંદર ચારિત્ર પાળીને આયુષ્ય પૂરું થતાં તે સાધ્વીજી કાળ કરીને પ્રથમ દેવલેકમાં દેવપણે ઉત્પન્ન થઈ. સંસારના મંડપમાંથી નીકળીને તેણે આત્માના મંડપમાં પ્રવેશ કર્યો હતે પણ કર્મ બાકી હતા તેથી તે પહેલા દેવલેકમાં ગયા. કૂતરી મરીને જે રાજાની કુંવરી બની હતી તે દીક્ષા લઈને ત્યાં સુંદર સાધના કરી પહેલા દેવલોકમાં દેવપણે ઉત્પન થઈ. ચંડાળ પણ પહેલા દેવલોકમાં દેવ થયેલ છે. અને સાગરદત્તશેઠનાં બે પુત્રો મણીભદ્ર અને પૂર્ણભદ્ર પણ શ્રાવકનાં બાર વત શુધ્ધ પાળી અંતિમ સમયે સંથારો કરીને પ્રથમ દેવલેકમાં પાંચ પલ્યોપમની સ્થિતિવાળા દેવ થયા ને ત્યાં દેવકના મહાન સુખ આનંદપૂર્વક ભેગવવા લાગ્યા. આ સુખ ભોગવતાં પાંચ પલ્યોપમની સ્થિતિ પૂરી થઈ. સુખના દિવસે જતાં વાર લાગતી નથી. એ રીતે આ બંને દેશના પાંચ પપમ જલદી પૂરા થયા. હવે ત્યાંથી આવીને તે બને છે ઉત્તમ રિદ્ધિસિધિથી યુક્ત અને વિપત્તિઓથી વિમુક્ત અધ્યા નામની નગરીમાં વિષ્ણુ સમાન પરાક્રમી અને ન્યાયી પદ્મનાભ નામના રાજા રાજ્ય કરતા હતા. તેમને ધારિણી નામની અત્યંત સૌંદર્યવાન રાણી હતી, તે બંનેમાં પરસ્પર ખૂબ પ્રેમ હતો. તેઓ સંસારિક સુખ ભોગવતાં હતાં. તેમને ત્યાં આ બંને દેવે પ્રથમ દેવલોકમાંથી ચવીને ધારિણી રાણીની કુક્ષીમાં આવ્યા. આ રાજા-રાણી ખૂબ ધમષ્ઠ, નીતિવાન અને પવિત્ર હતા.
મધુ અને કૈટભને જોડકે જન્મ :- ધારિણી રાણી પ્રેમથી ગર્ભનું પાલન કરે છે. સવા નવ મહિના પૂરા થતાં ધારિણી રાણીએ સૂર્ય અને ચંદ્ર જેવા બે તેજસ્વી પુત્રોને જેડલે જન્મ આપે. રાજાને ત્યાં ખૂબ ધામધૂમપૂર્વક બંને કુમારોને જન્મ મહત્સવ ઉજવાયે. માતા-પિતાએ એકનું નામ મધુ અને બીજાનું નામ કેટભકુમાર પાડયું. આ બંને પુત્રો લાડકડથી મેટા થાય છે. તેમને રમાડવા અઢાર દેશની દાસીઓ રાખી છે. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૬૩ ભાદરવા સુદ ૧૪ ને મંગળવાર
તા. ૭-૯-૭૬ અનંત કરૂણાનિધી શાસનપતિ વીર પ્રભુના મુખમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત