________________
શારા ક્રિખર છે. મને જલદી દીક્ષા આપો. ત્યારે ગુરૂદેવે કહ્યું–તારા કાકા-કાકીની આજ્ઞા વિના મારાથી દીક્ષા અપાય નહિ. એટલે તેઓ કાકા-કાકીની આજ્ઞા લેવા ગલીયાણા ગયા.
હવે હું ઘડી પણ સંસારમાં રહેવાને નથી -કાકા-કાકી તેમજ બીજા કુટુંબીજનોએ તેમને ખૂબ સમજાવ્યા પણ સાચા વૈરાગીને કેણ રોકી શકે છે? કુટુંબીજનોએ રવાભાઈની ખૂબ કસોટી કરી. જેમ સોનું અગ્નિમાં તપે છે તેમ તેનાં તેજ વધે છે તેમ કસોટી થતાં રવાભાઈનો વૈરાગ્ય દઢ બને અને કુટુંબીજનોને છેવટે રવાભાઈને દીક્ષાની આજ્ઞા આપવી પડી.
રવાભાઈમાંથી સાચા રત્ન સમાન રત્નચંદ્રજી બન્યા:- દીક્ષાની આજ્ઞા મળતાં રવાભાઈનું હૈયું હષ થી નાચી ઉઠયું. સંવત ૧૯૫૬ના મહાસુદ પાંચમ (વસંતપંચમીના શુભ દિવસે ખંભાત શહેરમાં ખૂબ ધામધૂમપૂર્વક તેમનો દીક્ષા મહોત્સવ ઉજવાયો. અને રવાભાઈનું સંયમી નામ બા.બ્ર. પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ પાડવામાં આવ્યું. ખરેખર પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબે જૈન સમાજમાં રનની જેમ ઝળહળતી રોશની ઝગમગાવી રત્નચંદ્રજી નામને રોશન કર્યું છે. દીક્ષા લીધા પછી પૂ. ગુરૂદેવ રતનચંદ્રજી મહારાજ સાહેબ પિતાના પૂ. ગુરૂદેવ શ્રી છગનલાલજી મહારાજ સાહેબની સેવામાં ખડે પગે હાજર રહેતા. પોતે ગુરૂની આજ્ઞા લઈ ભણવા માટે બેસતાં તે પણ તે જ્યાં ગુરૂદેવની દૃષ્ટિ પડે ત્યાં બેસતાં. જ્યારે પણુ ગુરૂની દષ્ટિથી દૂર જતાં ન હતાં. અને એવા વિનિતા હતા કે ગુરૂને કંઈ પણ કાર્ય હોય તે આંખના ઈશારે સમજી જતાં તેવા તે ઈંગિયાગાર સંપન્ન શિષ્ય હતા. જેમ મેઘકુમાર દીક્ષા લઈને ભગવાનને ચરણે મન-વચન-અને કાયાથી સમર્પિત થયા હતાં, તેમ પૂ. ગુરૂદેવ પણ પિતાના ગુરૂના ચરણમાં સમર્પિત થયા હતા. બસ, તેમના દિલમાં એક ગુંજન હતું.
ध्यान मूलं गुरो मूर्तिः, पूजामूलं गुरोः पादृम् ।
मन्त्र मूलं गुरा वाक्य, माक्ष मूलं गुराः कृपा॥ ગુરૂની જીવંત મૂર્તિ ધ્યાનનું મૂળ કારણ છે, ગુરૂનાં ચરણ પૂજાનું મૂળ કારણ છે એટલે કે ગુરૂના ચરણ પૂજવા ગ્ય છે. ગુરૂની વાણી એ જગતના સમસ્ત મંત્રોનું મૂળ કારણ છે, અને ગુરૂદેવની કૃપા એ મોક્ષપ્રાપ્તિનું મૂળ કારણ છે. આમ પૂ. ગુરૂદેવ પ્રત્યે એમને અનન્ય શ્રધ્ધા હતી.
પૂ. ગુરૂદેવની સાનિધ્યમાં મેળવેલું જ્ઞાન - પૂ. ગુરૂદેવની સાનિધ્યમાં તેમણે સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય અને ૩૨ શાનો ઉડે અભ્યાસ કર્યો. વિનય તે એટલે બધે કે એક વખત પૂ. છગનલાલજી મહારાજ સાહેબની તબિયત બરાબર ન હતી ત્યારે કહ્યું -રતનચંદ્રજી ! તમે વ્યાખ્યાન વાંચવા જાવ. ગુરૂ આજ્ઞા શિરોમાન્ય