________________
શારા પર મહાસતીજીઓએ ખૂબ સમજણપૂર્વક આત્મલક્ષે, કર્મનિર્જરાના હેતુથી સ્વાધ્યાય, ધ્યાન આદિ કરીને આવી મહાન સાધના કરી છે. આપણે જેમનો અધિકાર ચાલી રહ્યો છે તે મલ્લીનાથ ભગવાનના જીવે મહાબલ રાજાના ભવમાં કેવો ઉગ્ર તપ કર્યો હતે તે વાત તમે સાંભળી ગયા છે. તેમણે મહાબલ રાજાના ભાવમાં તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું અને મિથિલા નગરીમાં કુંભરાજાની પુત્રી પણે જન્મ્યા છે. પૂર્વની પુન્નાઈના કારણે તેમનું રૂપ અથાગ છે. રનની જેમ તેમનું શરીર ચમકતું તેજસ્વી હતું. તેમનું રૂપ જોઈને ભલભલા માણસે થંભી જતાં હતાં કે અહો ! આ મૃત્યુલોકમાં કેઈ ઈન્દ્રની અપ્સરા છે કે બીજી કઈ દેવી છે? આવું તેમનું અથાગ રૂપ હતું. તે મલ્લીકુમારી સૌને અત્યંત પ્રિય હતા. તે માતા-પિતા, દાસ-દાસીઓનાં લાડકેડથી ખમ્મા ખમ્મા થતા મેટા થયાં. તે ઘણી સખીઓના વૃદથી ઘેરાયેલા રહેતા હતા. આમ કરતાં મલ્લીકુમારી યુવાન થયા.
तए गं सा मल्ली देखण वाससय जाया ते छप्पिरायाणा विउलेण ओहिणा आभोएमाणी २ तंजहा।
તે સમયે મલ્લીકુમારીની ઉંમર સો વર્ષ કરતાં થોડી ઓછી હતી. ત્યારે તેમણે પિતાના અવધિજ્ઞાનથી પિતાની સાથેના પૂર્વના છ મિત્ર રાજાઓને જાણ્યાં. (જયા) એટલે કે તેમણે અવધિજ્ઞાનદ્વારા જોયું કે મારા પૂર્વના પ્રતિબુદ્ધિ વિગેરે છ રાજાએ કે અમે આજથી ત્રીજા ભવે સાથે દીક્ષા લીધી હતી અને દેવલોકમાં પણ એક જ વિમાનમાં સાથે ઉત્પન્ન થયા હતા. ત્યાં તેમનું આયુષ્ય બત્રીસ સાગરમાં કંઈક ન્યૂન હતું ને મારું આયુષ્ય પૂરા બત્રીસ સાગરનું હતું. એટલે તેઓ મારાથી પહેલાં ત્યાંથી ચવીને મૃત્યુ લેકમાં ક્યાં જન્મ્યા છે ? તે અવધિજ્ઞાન દ્વારા ઉપગ મૂકીને જોયું તે ખબર પડી કે દધિ નવ નિયત પંચાહ્યાદિવ૬ . જે છ મિત્રો હતા તેમાંના અચલને જીવ કેશલને અધિપતિ થયો છે. તે ઈક્ષવાકુ વંશીય છે અને તેનું નામ પ્રતિબુદ્ધિ છે. ધરણને જીવ અંગ દેશને રાજા બન્યો છે ને તેનું નામ ચંદ્રછાયા છે. અભિચંદ્રને જીવ કાશીદેશને અધિપતિ બન્યા છે ને તેનું નામ અત્યારે શંખરાજા છે. પૂરણને જીવ કુણાલ દેશને રાજા બન્યું છે ને તેનું નામ કિમ છે. વસુને જીવ કુરૂદેશને રાજા છે. તેનું નામ અદીનશત્રુ છે. વૈશ્રવણને જીવ પંચાલ દેશનો રાજા છે ને તેનું નામ જિતશત્રુ છે.
બંધુઓ ! મલ્લીકુમારીએ પોતાના જ્ઞાનનાં બળથી જાણું લીધું કે પોતાના મિત્રો આ રીતે જુદા જુદા દેશના રાજા તરીકે જમ્યા છે. એમને મારા પ્રત્યે
પૂર્વ અનુરાગ છે. તેથી તેઓ વખત આવશે ત્યારે મારે માટે શું કરશે ? તેઓ મારા મિાહમાં પાગલ બનીને મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર થશે. તે વખતે મારે