________________
વ્યાખ્યાન ન. ૬૧ ભાદરવા સુદ ૧૧ ને શનીવાર
તા. ૪-૯-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો!
આજે ઘાટકોપરને આંગણે એક પવિત્ર ને માંગલિક દિવસ છે. આપણે ત્યાં પર્યુષણ પર્વની પધરામણ થતાં પહેલાંથી આરાધનાના ઉદ્યાનમાં મુક્તિનો મંગલ મંડપ બાંધવામાં આવ્યા છે. અને કર્મ ક્ષય કરવા માટે તેને તપનાં તેજસ્વી તારણ બાંધ્યા છે. તેના ઉપર ધર્મની ધ્વજા ફરકે છે. આ મંડપમાં આપણે ત્યાં ત્રણ ત્રણ બાલ બ્રહ્મચારી સતીજીએને ઉગ્ર તપ હજુ ચાલે છે. આજે બે પ્રસંગની ઉજવણું છે. તેમાં એક તે અમારા તારણહાર, પરમ ઉપકારી પૂ. ગુરૂદેવની પુણ્યતિથિને પવિત્ર દિન છે. અને બીજું આ ત્રણ સતીજીએ ઉગ્ર તપની સાધના કરે છે. તેમાં બા. બ્ર. ચંદનબાઈ મહાસતીજીને મૌન સાથે આજે ૩૩ ઉપવાસની સાધના અને બા. બ્ર. હર્ષિદાબાઈ મહાસતીજીને પણ ૩૩ ઉપવાસની સાધના બંનેની નિર્વિદને પરિપૂર્ણ થાય છે. અને બા. બ્ર. ભાવનાબાઈ મહાસતીજીને આજે ૧૮મે ઉપવાસ છે. તેમને આગળ વધવાના ભાવ છે.
બંધુઓ ! આવી ઉગ્ર સાધના જીવે મહાન અંતરાય કર્મ તોડ્યું હોય તે કરી શકે છે. માણસ કોઈની સાથે વાત કરે અગર હોડ બકે તે પૈસાથી અગર બીજાથી બકી શકે પણ તપશ્ચર્યામાં કેઈની સાથે વાદ કે હેડ કરી શકાય નહિ. કારણ કે આહારસંશા ઉપર વિજય મેળવો સહેલ નથી. સાધુના બાવીસ પરિષદમાં સૌથી પહેલ પરિષહ ભગવંતે ક્ષુધાનો બતાવ્યું છે. જીવ માતાના ગર્ભમાં આવે ત્યારે પહેલે આહાર લે છે. સર્વ જીવે ઉપર આહાર સંજ્ઞાનું પ્રબળ જોર હોય છે. એને તેડવા માટે તપ કરવાનો છે. જે આહારસંજ્ઞા ઉપર વિજ્ય મેળવે છે તેવા તપસ્વીઓને ધન્ય છે. તપથી શું લાભ થાય છે તે ઉત્તરાધ્યયન સૂત્રના ૩૦માં અધ્યયનમાં કહ્યું છે કે,
जहा महातलायस्स सन्निरुध्धे जलागमे । उस्सिंचणाए तवणाए, कमेणं सोसणा भवे ॥५॥ एवं तु संजयस्सावि, पावकम्म निरासवे ।
भवकाडि संचियं कम्म, तवसा निजरिज्जइ ॥६॥ જેમ કે ઈ મેટા તળાવમાં નવું પાણી આવવાનો માર્ગ રોકી દેવામાં આવે અને તેમાં ભરેલું પાણી ઉલેચી નાંખવામાં આવે પછી બાકી રહેલ કાદવ સૂર્યના તાપથી સૂકાઈ જાય છે તેવી રીતે સંયમી આત્માઓ સંયમ દ્વારા નવાં આવતાં આશ્રય