________________
૬૦૩
ચાર શિખર લાગી. રાજા-રાણીને આ કુંવરી હૈયાનાં હાર જેવી વહાલી છે. એને ભણાવવા માટે અધ્યાપકે રાખવામાં આવ્યા. કુંવરી ભણગણીને સર્વ કળામાં પ્રવીણ થઈ. તેનું સૌંદર્ય અથાગ હતું. ભલભલા પુરૂષ તેના રૂપમાં મુગ્ધ બની જાય તેવું તેનું રૂપ હતું. રાજા વિચાર કરે છે હવે મારી પુત્રી યુવાન થઈ છે. માટે તેનાં લગ્ન કરવા માટે સ્વયંવર રચું. સ્વયંવરમાં દેશદેશનાં રાજાઓ આવશે તે મારી કુંવરી મનગમતા મુરતીયાને વરશે.
રાજકુંવરીને સ્વયંવર :- કુંવરીના પિતાએ પિતાની કુંવરીને પરણુંવવા માટે મેટે સ્વયંવર મંડપ રચે, તેમાં દેશદેશનાં મોટા રાજાઓને તેડાવ્યા. લગ્ન માટે નક્કી કરેલ દિવસ નજીક આવે, અને મોટા મોટા મહર્ધિક પ્રતાપી રાજાઓ સ્વયંવરમાં આવ્યા, દરેક દેશના રાજાઓને તેમના મોભા પ્રમાણે બેસવાની સીટે ગોઠવી છે. સૌ રાજાઓ કુંવરીને પરણવાનાં કેડેથી આવ્યા છે. કુંવરીને પણ લગ્નને આનંદ છે. તેની સખીઓ અને દાસીઓ સાથે તે આનંદ કરે છે. આમ કરતાં લગ્નને દિવસ આ . કુંવરીના પિતા (રાજા) ખૂબ ધમષ્ઠ છે એટલે તેને કહ્યું-બેટા ! આજે તારા લગ્નને શુભ દિવસ છે. અને તારા પરમ પુણ્યોદયે નગરમાં સંતમુનિરાજે બિરાજે છે માટે તું દર્શન કરી આવ. એટલે કુંવરી પિતાની સખીઓ સાથે દર્શન કરવા માટે જઈ રહી છે.
આ તરફ ચંડાલ પહેલા દેવલોકમાં દેવ થયે છે. તેણે તે વખતે ઉપયોગ મૂળે. તેને વિચાર થયે કે હું પૂર્વભવમાં કેણ હતા? મેં શું સત્કર્મો કર્યા જેથી હું દેવ બ? પિતાને પૂર્વભવ જો તેમાં કૂતરીને જોઈ. કૂતરી તે રાજાની કુંવરી બની છે અને આજે તેનાં લગ્ન છે. આ સર્વ વાત દેવના જાણવામાં આવી. એટલે તેને વિચાર થયે કે એ મારી એક ભવની પત્ની છે. ગયા ભવમાં એ કૂતરી બની હતી તે પણ મેં તેનું પ્રેમથી પાલન કર્યું છે. સંસારના મેહના કારણથી આ જીવ સંસારમાં અનંતકાળથી રખડે છે. ધર્મને કે મહાન પ્રભાવ છે કે જેના પ્રભાવે નીચમાં નીચ ચાંડાલ દેવ બળે, અને તે કૂતરી આવી રાજકુમારી બની છે. પણ જે એ મનુષ્યભવ પામીને ધર્મની આરાધના કરે, ચારિત્ર અંગીકાર કરે તે કેટલે મેટે લાભ થાય. હું તે દેવ છું તેથી કંઈ કરી શકું તેમ નથી. પણ એને બૂઝવું. કુંવરી સંતની માંગલીક સાંભળવા માટે જઈ રહી છે. હવે દેવને તેને બૂઝવવાનું મન થયું છે. આ તરફ તેના લગ્નના સ્વયંવર મંડપમાં ઘણાં રાજાઓ આવી ગયા છે. લગ્નની ધામધૂમ ચાલી રહી છે. હવે રાજકુંવરી સંત પાસે માંગલિક સાંભળવા જશે. પછી લગ્ન કરશે કે દીક્ષા લેશે તે ભાવ અવસરે કહેવાશે.