________________
હાહા શિખર મેં આવું સાંભળ્યું છે. સંતે કહ્યું કે, હા મારી પાસે પારસમણી છે. જા, મારી ઝોળી લાવ. તેમાં લેઢાની ડબ્બી છે. ભક્તને થયું કે લેઢાની ડબ્બીમાં પારસમણું રહે તે સોનું થયા વગર ન રહે. છેવટે સંતે સમજાવ્યું કે લોઢું સોનું કેમ ના થયું? પારસ અને લેઢા વચ્ચે કાગળનું અંતર છે. જ્યાં અંતર ગયું ત્યાં સોનું થયું. તેમ તું મારી પાસે રહ્યો છતાં લેતું રહ્યો. કારણ કે તારામાંથી સંસારવાસના ગઈ નથી. લે, તું આ પારસ અને તારી ઈચ્છા પૂર્ણ કર. આ શબ્દો સાંભળતાં ભક્તનું દિલ રડી પડયું. તેનો અંતર આત્મા જાગી ઉઠયે તેની વાસના દૂર થતાં જેમ લટું સેનું બન્યું તેમ તેનો આત્મા વાસના જતાં સંત બની ગયો. ધન્ય છે તેને કે આ હત ધન લેવા અને પામી ગયે આત્મધન. તમે પણ ધનની આશા સેવી રહ્યા છે. બેલે, હવે એ આશાને છેડીને હવે આત્મધન મેળવવું છે ને ? તેને આત્મા જાગી ગયો તેમ તમે પણ જાગો.
મલ્લીનાથ ભગવાનને જન્મ થવાથી મિથિલા નગરીમાં આનંદમય વાતાવરણ છવાઈ ગયું છે. જેમ નદીને તથા દરિયાને સ્પશીને આવતા શીતળ પવન સૌને સુખદાયી લાગે છે તેમ મહાનપુરૂનો જન્મ થવાથી સર્વ શાંતિ પામે છે. જેના જન્મમાત્રથી જ શાંતિનો અનુભવ કરે છે તે એ મહાન આત્મા મેટ થશે ત્યારે તો આ વિશ્વ પર અલૌકિક શાંતિનું સર્જન થશે. એમ સૌના દિલમાં ભાવ આવે છે.
પ્રભાવંતીદેવી માતાને જે દેહદ થયો હતો તે અનુસાર તેમનું નામ મલ્લીકમારી પાડ્યું. ભગવતી સૂત્રના મહાબલનાં વર્ણનની જેમ જ મલ્લીનાં વર્ણન વિષે પણ જાણવું જોઈએ. મલ્લીનામે રાજકન્યા દિવસે દિવસે મોટી થઈ રહી હતી. તે એશ્વર્ય વિગેરે ગુણેથી પૂર્ણ હતી. તે અનુત્તર વિમાનમાંથી ચવીને આવ્યા હતાં. અને અનુપમ શ્રીસંપન્ન હતાં. તે ઘણુ દાસદાસીઓથી વીંટળાયેલા તેમજ ઘણી સહચરીઓથી યુક્ત હતા. તેમનાં વાળ બ્રમર જેવાં અત્યંત કાળા હતાં. બંને હઠ બિંબફળ જેવા લાલ હતા. તેમની દંતપંક્તિ કુંદ તેમજ મતી વિગેરે જેવી એકદમ સ્વચ્છ હતી. તાજા કમળ પુષ્પનાં જેવાં તેમના સુકમળ અંગો હતા. તેમનો વિશ્વાસ પ્રકુલિત નીલકમળ જે સુવાસિત હતું. તેમનું રૂપ સૂર્યની માફક ઝગારા મારતું હતું. રૂપની સાથે ગુણ હતાં એટલે સોનામાં સુગંધ ભળે તેવું આકર્ષણ થયું.
तएणं विदेह रायवर कन्ना सा मल्ली उमुक्क बाल भावा जाव रुवेण जोव्वणेण य लावण्णेण य अतीव २ उक्किट्ठसरी जाया यावि होत्था ।
ત્યારબાદ વિદેહ રાજકન્યા મલ્લીકુમારી બચપણ વટાવીને યાવત્ રૂપ યૌવન અને લાવણ્યથી એકદમ ઉત્તમ શરીરવાળી થઈ. મલ્લીકુમારીના પિતા પ્રભાદેવીને આવેલાં સ્વપ્ન અનુસાર જાણતાં હતાં કે તે તીર્થકર બનવાના છે, અને હવે તે