________________
શારદા શિખર "जम्हा णं अम्हे इमीए दारियाए माउए मल्लसयणिज्जंसि दोहले विणीए तं ઘોડશે ને પછી ” : રાજાએ તેમનું નામ મલ્લી શાથી પાડયું ? જ્યારે તેઓ ગર્ભમાં હતા ત્યારે તેમની માતાને માલતીના પુષ્પોની માળાની શૈયામાં બેસવાનો, અને પુષ્પોની માળા સુંઘવાનો, દેહદ ઉત્પનન થયો હતો અને તેમના દેહદની પૂર્તિ દેવોએ કરી હતી. તેથી રાજાએ તે પુત્રીનું નામ મલ્લી પાડયું હતું. જો કે આ સ્ત્રી રૂપે હતાં છતાં કિન તીર્થઃ સતા વિગેરે શબ્દોની બહુલતાથી તેમને પુલિંગથી સંબંધિત કરવામાં આવે છે. એટલા માટે અહીં જે પુલીંગ શબ્દથી વ્યવહાર કરવામાં આવે છે. તે તીર્થકરની અપેક્ષાથી.
આવા પવિત્ર પરમ કલ્યાણકારી મલ્લીકુમારીનો જન્મમહોત્સવ તેમના પિતાજી કુંભરાજાએ ખૂબ ધામધૂમથી ઉજવ્યું. તીર્થંકર પ્રભુ દેવલોકમાંથી ચવીને માતાના ગર્ભમાં આવે છે તેને ચવન કલ્યાણક કહે છે. તેમનો જન્મ થાય છે ત્યારે જન્મ કલ્યાણક દિન કહેવાય છે. એમનો જન્મ થતાં કંઈક રોગીઓના રોગ શાંત થઈ ગયા. બંદીવાન જેલના બંધનથી મુક્ત થયા અને દરિદ્રોનું દારિદ્ર ટળી ગયું. સંહના દિલમાં આનંદનો ઉદધિ ઉછળવા લાગ્યા અને સૌ વિચાર કરવા લાગ્યા કે અહા ! આ પવિત્ર આત્માનો જન્મ થતાં દેહના દર્દો શાંત થયા. તે એ મેટા થશે ત્યારે અનેક જીનો ભવરેગ નાબૂદ કરશે. કર્મોના બંધન તેડાવશે. અત્યારે તેમના પિતાએ યાચકને ધનનું દાન કરી દ્રવ્ય દારિદ્ર ટાળ્યું પણ તેઓ ભાવદારિદ્ર ટાળશે. આવા પ્રભાવશાળી આત્માને આપણુ રાજાને ત્યાં જન્મ થયો છે.
દેવાનુપ્રિય ! આ મનુષ્યભવમાં ભાવ દારિદ્ર ટાળવાનું છે. માણસની પાસે પૈસે ન હોય તે પૈસા મેળવવા કેટલી મહેનત કરે છે. પણ એને ખબર નથી કે આ કુકા માટે ગમે તેટલી મહેનત કરીશ તે પણ તે બધું અહીં છોડીને જવાનું છે. જીવીશ
ત્યાં સુધી પૈસો ટકશે કે નહિ તેની પણ ખબર નથી. કારણ કે પૈસે આવ્યા પછી પણ જ્યારે ચાલ્યા જાય છે ને માણસને જ્યારે દરિદ્રી બનાવી દે છે તેની ખબર નથી. છતાં તેને માટે પાપ કરતાં પાછો પડતો નથી. લેહીનાં પાણી કરે છે, ભૂખ તરસ વેઠે છે. આ બધું શા માટે ? ગરીબાઈ દૂર કરવા માટે ને? એક વખત જીવને વીતરાગવાણીનો ચમકારો લાગી જાય તે ભાવ દરિદ્ર ટળી જાય. કંઈક છે દ્રવ્ય દરિદ્ર ટાળવા જતાં ભાવદારિદ્ર મટાડી દે છે. - એક ગરીબ વણિક હતું તેને ખબર પડી કે કોઈ જંગલમાં સંન્યાસી સંત છે. તેમની પાસે પારસમણી છે. તેથી તે ગરીબ તે સંત પાસે ગયો, ને તેમની સેવા કરવા લાગ્યું. છેવટે વર્ષ પૂરું થયું છતાં કાંઈ ન જોયું ત્યારે તેણે સંતને કહ્યું કે