________________
શારદા શિખર પાપકર્મોને રેકી દે છે. અને ક્રોડ ભવના સંચિત કરેલાં કર્મોને તપશ્ચર્યા દ્વારા ખપાવે છે.
પન્નવણા સૂત્રમાં ભગવતે કહ્યું છે કે નરકનો જીવ એક હજાર વર્ષ સુધી કષ્ટ વેઠે અને જે કર્મો ખપાવે તેટલા કર્મો સમજણપૂર્વક એક ઉપવાસ કરવાથી અહીંયા ખપે છે. નારકીનો જીવ લાખ વર્ષ દુઃખ ભેગવે ને જેટલા કર્મો ખપાવે તેટલા કર્મો અહીંયા એક છઠ્ઠ કરવાથી ખપે. એક કોડ વર્ષમાં નારકને જીવ જે કર્મો ખપાવે તેટલા કર્મો એક અઠ્ઠમ કરવાથી ખપે. નરકનો જીવ કેટકેટી વર્ષોમાં જેટલા કર્મો ખપાવે તેટલા કર્મો ચાર ઉપવાસ કરવાથી ખપે. આવો મહાન લાભ તપશ્ચર્યામાં રહેલે છે. અગ્નિને એક તણખો લાકડાની મોટી ગંજીને બાળીને સાફ કરી નાંખે છે તેમ તપ અને સંયમનો એક તણખો કરોડો ભવનાં એકઠા કરેલાં કર્મોની ગંજીને બાળીને સાફ કરે છે. આવી ઘોર સાધના જે આત્માઓ કરી રહ્યા છે તેમને આપણું કેટી કેટી ધન્યવાદ છે.
એક વખત શ્રેણીક મહારાજા ભગવાનને વંદન કરવા માટે ગયા. ત્યારે પ્રભુને વંદન કરીને પૂછયું કે “મેનિન મને ! સુમેરુ પ ર્વ વડvશું સમજ સારી જયરે મારે મદુધારાના વેવ મજાથા જેવા અહો હે પ્રભુ ! ઈન્દ્રભૂતિ પ્રમુખ આપના ચૌદ હજાર સંતમાં કયા સંત મહાન દુષ્કર કરણીનાં કરનાર અને મહાન કર્મની નિર્જરાના કરનાર છે? ત્યારે ભગવંતે કહ્યું-બધા સંતે હળકમ છે. મેતીની માળા જેવા છે. પણ તમે પૂછો છો કે દુષ્કર કરણી કરી મહાન કર્મની નિર્જરા કરનાર કયા સંત છે? તે કહું છું કે ચૌદ હજાર સંતેમાં ધનના અણગાર મહાન દુષ્કર કરણી કરનાર છે. તેઓ દીક્ષા લઈને છ છઠ્ઠના પારણાં કરે છે ને પારણાનાં દિવસે આયંબીલ કરે છે. આ સાંભળીને શ્રેણીક રાજાને ખૂબ હર્ષ થશે. પછી બધા સંતને વંદન કરી શાતા પૂછતાં પૂછતાં જ્યાં ધના અણગાર બિરાજમાન હતા ત્યાં આવ્યા ને તેમને લળી લળીને વંદન કરીને કહે છે. અહો હે ગુરૂદેવ ! આપને ધન્ય છે. આપ પુણ્યવાન છો કે આપે આ ઉત્તમ મનુષ્યભવ પામીને ઉગ્ર તપશ્ચર્યા કરી. દુષ્કર કરણી કરીને આપનું જીવન સફળ બનાવ્યું છે. આ રીતે શ્રેણુક રાજાએ ખૂબ હર્ષપૂર્વક ધનના અણગારને તિકખુત્તાનો પાઠ ભણી વંદન નમસ્કાર કરી શાતા પૂછી. આવો ઉગ્ર તપ કરવાથી ધનના અણગારનું શરીર સુકકેશુકકે થઈ ગયું હતું. એમનું વર્ણન અનુત્તરોવવાઈ સૂત્રમાં ખૂબ વિસ્તારપૂર્વક કરેલું છે. પણ આજે એ વિષય આપણે લેવું નથી. મારે તે તમને તપનું મહત્વ સમજાવવું છે. આવા તપસ્વીઓના ચરણમ મેટા મેટા મહારાજાઓ અને દેવો પણ ઝૂકી પડે છે.
અત્યારના કાળમાં આપણુ તપસ્વીઓની પણ મહાન સાધના છે. અમારા ત્રણે