________________
૫૪૨
શારદા શિખર
જાય છે. તે સમયે શખરાજાએ રાણીના શ્રીમતના ભવ્ય મહેાત્સવ ઉજવ્યો. આ પ્રસંગે કલાવતીના પિયરથી તેના જયસેન અને વિજયસેન નામના એ ભાઈ આએ કિંમતી હીરા-માણેકથી જડેલાં એ મૂલ્યવાન ખેરખાં (જેને આપણી ભાષામાં કંકણુ કહેવાય ) ઘડાવી એક પેટીમાં મૂકીને પોતાની બહેનને ભેટ માકલાવ્યા. પોતાના પીયરથી પેટી આવી જોઈને કલાવતીને ખૂબ હ થયો. એણે એકાંતમાં જઈ ને પેટી ખોલી તેા અંદરથી અંધારામાં પણ ઉજાસ કરે તેવા એ કડકણુ જોયા. ભાઈના ઘેરથી આવેલાં ''કુણુ પહેરીને કલાવતી હરખાવા લાગી. બહેનેાના સ્વભાવ એવા હાય છે કે સાસરા કરતા પીયરની વસ્તુ તેને વધારે વહાલી હાય. તે રીતે કલાવતી ખેરખાં પહેરીને ખૂબ આનંદપૂર્વક હિડાળા ખાટે બેઠાં.
“કલાવતીના બેરખાંએ શું કર્યું?” : આ વખતે લીલાવતી રાણીની દાસી કલાવતીના મહેલે આવી અને કલાવતીના હાથે પહેરેલાં ક’કણુ જોઈ ગઈ. જઈને તેની રાણીને વાત કરી. આ સાંભળી લીલાવંતી રાણીને ખૂખ દુઃખ થયું કે હું પણુ રાજાની પટ્ટરાણી હાવા છતાં રાજા મારા પ્રત્યે આટલા ભેદભાવ રાખે છે ? એને રાજાએ આવા કિંમતી એરખા કરાવી આપ્યા ને મને નહિ. એના મનમાં તે એમ હતું કે રાજાએ બેરખાં કરાવી આપ્યા હશે. એટલે તે લીલાવતી રાણી કલાવતી પાસે જઇને કહે છે બહેન કલાવતી ! આ ખેરખાં કાના તરફથી તને મળ્યા છે ? કલાવતી રાણી ખૂબ સરળ હતી. એટલે તેણે સરળતાથી કહ્યું- બહેન ! હું જેને વહાલી છું અને જે મને વહાલા છે તેમણે આ ખેરખાં મેકલાવ્યા છે. કલાવતીએ જેને વહાલા કહ્યા તેના અ લીલાવંતીએ જુદા કર્યો. સતી સ્ત્રીને એના પતિથી અધિક કેણુ વહાલુ હાય ! નક્કી કલાવંતી ખરાબ માગે ગઈ છે. કાં તે શંખરાજાએ ગુપ્ત કરાવી આપ્યા છે. લીલાવ'તી શ’ખરાજાને કહે છે કે તમે કલાવતીને ખેરખાં કરાવ્યા ને મને કેમ નહિ ? રાજા કહે મેં કરાવ્યા નથી. છેવટે રાજા ખંગલે આવે છે ને કલાવતીને પૂછે છે. ત્યારે રાણી કહે છે જે મને વહાલા છે ને હું જેને વહાલી છું, જે મને રાતદિવસ સભાળે છે તેમણે મને ખેરખાં મેાકળ્યા ને મેં પહેર્યા છે. એટલે રાજાને વહેમ પડચા. કર્મે તેને આવેા જવાબ અપાવ્યેા. કરેલા કર્મો જીવને ભેાગવવા પડે છે. “રાણીના અને હાથ કાપી નાંખેા” : કલાવતી રાણીના કર્મીને ઉડ્ડય થવાના હતા એટલે તેના ક્રમે તેને એવા જવાખ આપવાની પ્રેરણા કરી કે “જે મને વહાલા છે ને હું એમને વહાલી છું” તેમણે માલ્યા છે. આ શબ્દો સાંભળીને રાજાને ખૂબ ક્રોધ આવ્યા. અહા ! હું એને સૌથી સવાયી રાખું છું છતાં એના હૃદયમાં તે ખીજો કોઈ રમે છે. હવે મારે એ ન જોઈએ. તરત ચ'ડાળને મેલાવીને આજ્ઞા કરી કે આ રાણીને રથમાં બેસાડીને ઘાર જંગલમાં લઈ જઈને ખેરખાં સહિત તેના બે હાથ કાપી નાંખેા. અને જંગલમાં મૂકીને આવજો. રાજાની આંખે